માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સાંજના સમયે જરૂર કરો આ ઉપાય, ધન-ધાન્ય થી ભરાઈ જશે ઘર

આપણે સૌ જાણીએ જ છીએ કે આપણા ઘરમાં સવાર સાંજ પૂજા પાઠ થાય છે. તુલસી ના ક્યારે દીવો કરવામાં આવે છે. તેમજ ઘરના વડીલો ઘરના મંદિરમાં નિયમિત ધૂપ દીપ કરતા હોય છે. ઘરમાં દીવો કરવાથી નકારાત્મકતા દુર કરી શકાય છે અને ઘરનું વાત વરણ પવિત્ર બની જાય છે. જૂની પરંપરાઓ મુજબ સાંજે કેટલાક વિશેષ સ્થાનો પર દીવો પ્રગટાવવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં લક્ષ્‍મીનુ આગમન થાય છે. જો તમે પણ ઘરની ગરીબી દૂર કરવા માંગો છો તો અહી બતાવેલ દીવાના ખાસ ઉપાય કરી શકો છો.

IMAGE SOURCE
  • ઘરની અગાશી પર પણ એક દીવો પ્રગટાવવો જોઈએ. ઘરની છત પર દીવો પ્રગટાવવાથી ઘરની આસપાસનો અંધકાર અને નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. જીવન માં ખુશીઓ નો પ્રકાશ ફેલાઈ જાય છે.
  • જો કુંડળીમાં શનિ દોષ હોય તો ઘરની આસપાસ જ્યા પણ પીપળ હોય ત્યા જાવ અને પીપળની નીચે એક દીવો પ્રગટાવો, આવુ કરવા પર શનિ સાથે જ રાહુ કેતુના દોષ પણ દૂર થઈ જાય છે. આવું કરવાથી દરેક સમસ્યા દુર થાય છે.

IMAGE SOURCE
  • ઘરના મંદિરમાં પણ દીવો પ્રગટાવો જેનાથી દરેક દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાનના આશીર્વાદ હંમેશા આપના પર બની રહે છે અને જીવનની તમામ તકલીફો દુર થાય છે.
  • ઘરના મુખ્ય દ્વાર પર બંને બાજુ એક એક દીવો પ્રગટાવો. તેનાથી સકારાત્મકતા વધે છે અને મહાલક્ષ્‍મીનુ આગમન ઘરમાં થાય છે. મુખ્ય દ્વાર પર પ્રકાશિત હોવાથી માતા લક્ષ્મી નું આગમન અવશ્ય થાય છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube