લૂંટેરી દુલ્હનનો આંખ ઉઘાડનારો કિસ્સો: જ્ઞાતિમાં લગ્ન ન થતા હોય તો ‘કુંવારા’ બેસજો, પરંતુ આવી ભૂલ ક્યારેય ના કરતા

હાલ ના સમયમાં છોકરીઓની લગ્ન કરવા માટે ખુબજ માંગ હોઇ છે જોકે દરેક છોકરા ને હાલ ના સમયમાં છોકરી મળી રહેતી નથી ત્યારે ઘણા લોકો સામે રૂપિયા આપી ને પોતાના માટે પત્ની લાવે છે. ત્યારે એક કિસ્સો સમગ્ર આવા લોકો માટે ચોંકાવનારી વિગતો લઈ ને આવી છે જેમાં તમે આવી લુટેરી દુલહન વિશે વાંચો અને આવી પોસ્ટ શેર કરવાનું પણ રાખો જેથી બીજા લોકો પણ આ વાંચી ને ચેતી શકે

સમાજ માં આવા લગ્ન અટકાવવા હાલ ના સમયમાં ખુબજ જરૂરી છે કેમ કે લોકો લગ્ન માટે હાલ કેટલાય રૂપિયા આપવા તૈયાર છે તો સામે લોકો લૂંટવા પણ તૈયાર છે ત્યારે લગ્ન કરતા પેહલા ચોક્સાઇ રાખવી પણ ખુબજ જરૂરી છે

હમણાં થોડા સમય પેહલા એક લગ્ન માટે છોકરા છોકરી ને જોવા નું છોકરી ના ઘરે ગોઠવવામાં આવ્યું ત્યારે જે ઘરમાં છોકરી વાળા કેહતા હતા કે આ વર્ષોથી અમે અહીં રહીએ છે અને આજ ઘર છે અમારું પણ એ ઘર માં 2 ખાટલા પલંગ સિવાય કોઈ વાસણ કે પાણી ભરવાનું માટલુ પણ નહોતું .

જેથી છોકરા વાળા ને શક જતા ધ્યાન રાખ્યું ત્યારે આ જ છોકરી એ બીજા સાથે લગ્ન કરીને તેના ઘરેથી ચોરી કરી ને ભાગી ગઈ તો ચેતવા જેવા કિસ્સાઓ હોઈ છે આવા

યુવાનને છેતર્યા બાદ તેના માસીના પુત્રને છેતરવા જતા ઝડપાયા.. વેરાવળ થી બે મહિલાઓ સહિત પાંચની ધરપકડ

પોરબંદરઃ પોરબંદરના છાયા નવાપરામાં સ્વસ્તિક પાર્કમાં રહેતા અને ફ્રુટની લારી ચલાવતા નીલેશ ગોપાલદાસ રૈયારેલા (ઉવ૪૨)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની ઉમર થઇ ગઈ હોવાથી જ્ઞાતિમાં લગ્ન ન થતા હોવાથી માળિયાહાટીના ગામે રહેતા અશરફ્ભાઈ નામનો શખ્સ લગ્ન કરાવી આપતો હોવાથી તેનો સંપર્ક કર્યો હતો.

આથી અશરફ્ભાઈએ તેને લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી પરંતુ દોઢ લાખ રૂપિયા યુવતીના માવતરને આપવા પડશે તેવી શરત રાખી હતી આથી નીલેશે તે શરત મંજુર રાખતા અશરફ્ભાઈએ વિરમગામ રહેતા ડાયાભાઇ સાથે મોબાઈલમાં વાત કરવી હતી.
ત્યાર બાદ હિમતનગર રહેતા અશોક વિસાભાઇ દરજી નામના શખ્શનો ફેન આવ્યો હતો

અને નીલેશના ફોટા મંગાવી તેને એક યુવતીના ફોટા મોકલ્યા હતા અને બાદમાં યુવતીને નીલેશ પસંદ છે તેવું જણાવતા નીલેશ તેના માસી ,અશરફ્ભાઈ,બાબુભાઈ વગેરે ગત ૩-૩ના રોજ હિમતનગર રહેતી અલકા ચેતનભાઈ બારોટના ઘરે ગયા હતા.

ત્યાં નીલેશને જે યુવતી પસંદ આવી હતી તે તનુ દિનેશભાઈ પટેલ પણ હાજર જ હતી જ્યાં બન્ને એક બીજાને પસંદ આવતા તા.૪-૩ના રોજ તેઓએ નોટરી હસ્તક લગ્ન નો કરાર કર્યો હતી અને ત્યારે નીલેશે અશોક દરજીને દોઢ લાખ તથા અશરફ્ને આઠ હજાર લગ્ન પેટે ચૂકવ્યા હતા.


લગ્નના ચાર દિવસ બાદ પોતાના કાકા ગુજરી ગયા હોવાનું જણાવી અને તનુ હિમતનગર ચાલી ગઈ હતી દરમિયાન વેરાવળ રહેતા માસીના પુત્ર સંદીપે તેને એવું જણાવ્યું હતું કે તેના લગ્નની વાતચીત ચાલે છે અને તેના માટે યુવતીના માવતર ને દોઢ લાખ રૂપિયા આપવાના છે.


જે સાંભળીને નીલેશને શંકા જતા સંદીપને તે યુવતીનો ફેટો મોકલવાનું જણાવતા સંદીપે તનુ પટેલનો ફેટો મોકલ્યો હતો જે જોઈને નીલેશ ચોંકી ઉઠયો હતો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube