ગેસ સિલેન્ડર સબસીડી

આપે નોટીસ કર્યું હશે કે, LPG ગેસ સિલેન્ડર પર મળનાર સબસીડી આપના બેંક એકાઉન્ટમાં નથી આવી રહી. ખરેખરમાં સરકારએ મે
મહિનાથી જ આપને મળનાર સબસીડીને સમાપ્ત કરી દીધી છે. ઘરે ઘરે ગેસ સિલેન્ડર પહોચાડવાના ઉદ્દેશથી મોદી સરકાર (Modi
Govt)એ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojna) શરુ કરી હતી અને દેશના ઘણા ગરીબોને સસ્તા
એલપીજી સિલેન્ડર (LPG Cylinder) આપવામાં માટે સબસીડીની રજૂઆત કરી હતી. પરંતુ હવે સિલેન્ડર પર સબસીડી અંદાજીત ખતમ
થઈ ગઈ છે. અમે આપને જણાવી રહ્યા છીએ કે, કેમ ખતમ થઈ ગઈ LPG ગેસ સિલેન્ડર પર મળનાર સબસીડી…
LPG ગેસ સિલેન્ડર પર સબસીડી નહી મળવાના કારણ.:

કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રાલયએ એક ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે, LPG ગેસ સિલેન્ડરનું બજાર કીમત એટલે કે સબસીડી વગરના LPG ગેસ
સિલેન્ડરની કીમત ઓછી થઈ ગઈ છે.

આ વચ્ચે સબસીડી (Subsidy) વાળા LPG ગેસ સિલેન્ડરની કિમતમાં વધારો થયો છે. આવામાં બંને LPG ગેસ સિલેન્ડરની કિમતની વચ્ચેનું અંતર લગભગ ખતમ થઈ ગયું છે. આ જ કારણ છે કે, સરકાર દ્વારા હવે LPG ગેસ સિલેન્ડર પર સબસીડી આપવાનું બંધ કરી દીધું
છે.
તેને હજી વધુ સરળ રીતે સમજીએ.:

જાણકારોનું કહેવું છે કે, દિલ્લીમાં ગયા વર્ષે જુલાઈ મહિનામાં ૧૪.૨ કિલોગ્રામ વાળા LPG ગેસ સિલેન્ડરની બજાર કીમત (Market
Rate) એટલે કે સબસીડી વગરના LPG ગેસ સિલેન્ડરની કીમત ૬૩૭ રૂપિયા હતું જે હવે ઘટીને ૫૯૪ રૂપિયા થઈ ગયું છે. એનાથી એકદમ
ઊંધું સબસીડી વાળા LPG ગેસ સિલેન્ડરની કિમતમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો છે. એટલે કે ૪૯૪. ૩૫ રૂપિયામાં મળનાર LPG ગેસ
સિલેન્ડરની કીમત વધીને ૫૯૪ રૂપિયા થઈ ગઈ છે. આ બધું જોવા જઈએ તો બજાર મૂલ્યમાં મળનાર LPG ગેસ સિલેન્ડર અને સબસીડી
વાળા LPG ગેસ સિલેન્ડરની કીમત બરાબર જ થઈ જાય છે. આવામાં સબસીડી આપવાનો કોઈ મતલબ બનતો નથી.
ખુબ જ ઓછી મળી રહી છે સબસીડી.:

દેશમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં ૮ કરોડ લોકોને LPG ગેસ સિલેન્ડર સબસીડીનો લાભ મળે છે. જાણકાર જણાવી રહ્યા
છે કે, મોટાભાગના મહાનગરોમાં LPG ગેસ સિલેન્ડર પરની સબસીડી લગભગ ખતમ થઈ ગઈ છે પરંતુ દેશના અંતરિયાળ વિસ્તારોમાં
રહેનાર લોકોને LPG ગેસ સિલેન્ડર પર ૨૦ રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવી રહી છે. આ પૈસા પણ ટ્રાન્સપોર્ટમાં લાગતા ખર્ચના
કારણે મળે છે.
જોવા જેવી વાત છે કે, વર્ષ ૨૦૧૯- ૨૦ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારએ ૩૪,૦૮૫ કરોડ રૂપિયા એલપીજી સબસીડી માટે ફાળવવામાં
આવ્યા હતા. આવી જ રીતે વર્ષ ૨૦૨૦- ૨૧ માટે આના માટે અંદાજીત ૩૭,૨૫૬.૨૧ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.