દરેક વ્યક્તિ હાલના સમયે પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન લઈ આગળ વધતો હોય છે. કોટક મહિન્દ્રા બેંક દ્વારા પોતાના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. કોટક મહિન્દ્રા બેંક માત્ર 6.75 ટકાના દરથી હોમ લોન આપી રહી છે. કોટક મહિન્દ્રા બેંકના ડિજિટલ પ્લેટફોર્મ પર Kotak Digi Home Loan ફિચર થકી હોમ લોન માટે અરજી કરી શકો છો. કેટલી લોન પર કેટલો વ્યાજદર રહેશે તે અંગે પણ માહિતી ઓનલાઈન મળી જશે.
SBI કરતા પણ સસ્તા દરે મળી રહી છે લોન
કોટક મહિન્દ્રા બેંકની વ્યાજ દર SBI કરતા પણ સસ્તી છે. એસબીઆઈ 6.8 ટકાના દરે અને કોટક મહિન્દ્રા 6.75 ટકા દરે હોમ લોન આપી રહી છે. સસ્તા દરે હોમ લોનની સુવિધા નવા અને વર્તમાન બંને પ્રકારના ગ્રાહકો માટે છે.
Kotak Digi Home Loan ઓનલાઈન જ ક્રેડિટનું મૂલ્યાંકન કરે છે અને અરજદાર જણાવી દે છે કે, તેની ક્રેડિટના આધારે તેને કોટલી લોન મળી શકે છે. આ ઉપરાંત લોન માટે વ્યાજદર અને ઈએમઆઈ અંગે પણ માહિતી આપવામા આવે છે.
અન્ય બેંકો પણ આ મામલે પાછળ નથી
Home loan lowest price
દેશની તમામ મુખ્ય બેંકે હોમ લોન માટે વ્યાજદરને 7 ટકાથી ઓછા સ્તરે લાવી દીધું છે. તેનું કારણ એ છે કે, ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટને 4 ટકાના રેકોર્ડ નિમ્ન સ્તરે અટકાવી રાખ્યું છે. જેના કારણે બેંકને ઓછા વ્યાજ દરે આરબીઆઈથી ફંડ મળી રહ્યું છે અને આ વાતનો ફાયદો હવે બેંક ગ્રાહકોને આપી રહી છે. તમામ બેંક 7 ટકાથી ઓછા ફ્લોટિંગ રેટ પર હોમ લોન આપી રહી છે. બેંકોને ઓછા વ્યાજદર પર આરબીઆઈ પાસેથી ફંડ મળી રહ્યું છે અને તેનો સીધો ફાયદો ગ્રાહકોને પણ મળી રહ્યો છે.

(સ્ત્રોત- બેંક બજાર ડૉટ કોમ, 15 જાન્યુઆરી 2021)
ક્રેડિટ સ્કોરનું રાખો ધ્યાન
હોમલોનના વ્યાજદર તમારા ક્રેડિટ સ્કોર પર નિર્ભર રહે છે. જો તમારી ક્રેડટ 800થી વધુ છે તો તમારે ઘણી ઓછિ કિંમતે હોમ લોન મળી શકે છે. હોમ લોનમાં ક્રેડિટ રિસ્ક માર્જીન પણ સામેલ હોય છે. પ્રોપર્ટીની સાઈઝ અને લોકેશનનાં આધાર પર પણ તમારા હોમ લોનના વ્યાજદરની કિંમત નક્કી કરાશે.
આ ઉપરાંત તમારી ઉંમર, આવક, ક્રેડિટ સ્કોર, લોનની રકમ, લોન આપતી બેંકની શરતો અને નિયમ સામેલ છે. જો તમારી પાસે જરૂરી માર્જીન રકમ, સ્થિત આવક અને પૂરતી બચત છે, તો તમે ઓછા વ્યાજદરે ઘર ખરીદી શકો છો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.