પ્રેમના મામલામાં આજે મિથુન રાશિના જાતકોનો દિવસ ખાસ છે. હકીકતમાં આજે તેમની મુલાકાત પોતાના તે પાર્ટનર સાથે થઈ શકે છે, જેમના વિશે તે અત્યાર સુધી વિચારતા આવ્યા છે. પ્રેમમાં કેવો પસાર થશે તમારો દિવસ, જાણીએ એસ્ટ્રોલોજર ચંદ્રપ્રભા પાસેથી…

મેષ

એક જ વાત તમે બંને પોતપોતાના દ્રષ્ટિકોણથી જોઈને પોતાના વિચારોને વ્યક્ત કરશો. જેનાથી કેટલીક બાબતો સ્પષ્ટ નહીં થાય. પોતાનામાં ફેરફાર લાવવાનો તમારો વિચાર સારો હશે, તેનાથી જે પણ સમસ્યા હશે તે આપમેળે જ સોલ્વ થઈ જશે.

​વૃષભ

વાતચીત દ્વારા જ તમે બીજાના મનની વાતને જાણી શકો છો. કોમ્યુનિકેશન ગેપના કારણે ઘણીવાર કોઈ સંબંધ તૂટી જાય છે. પ્રેમની વાતને પૂરી રીતે સામે મૂકીને વ્યક્ત કરો. બિંદાસ રહો અને ખુલીને વાત કરો.

​મિથુન

પ્રેમી સાથે વાત કરવાના બદલે તમે કોઈ નવાની શોધ કરી શકો છો. તૈયાર થઈને કોઈ પાર્ટી અથવા સમારોહમાં જવાનો પ્લાન બની શકે છે અને અહીં જ તમે અન્ય લોકોને પણ પ્રભાવિત કરી શકો છો. ફ્લર્ટ કરો છો તો જરા સંભાળીને, ક્યાંક બાદમાં કોઈ ગળે ન પડી જાય.

​કર્ક

આજનો પૂરો દિવસ તમે પ્રેમીની સમર્પિત કરવા ઈચ્છશો. પોતાની કેટલીક વાતો માટે તમે તેને સોરી બોલવા ઈચ્છશો. તમારે ભાવુક ન થવુ જોઈએ કારણ કે જેની સાથે તમે પ્રેમ કરો છો, તેની સાથે જ લડી શકો છો અને પછી મનાવી શકો છો.

​સિંહ

પ્રેમી અને તમારા વચ્ચે કેટલીક વસ્તુઓમાં હજુ સુધારો કરવાની જરૂર છે. જેટલા જલ્દી તમારા સંબંધ સુધરશે તેટલા તમારા સંબંધ સ્વસ્થ રહેશે. સમય કાઢીને અમુકપળો તમે બંને સાથે પસાર કરો. બંને માત્ર પોતાના વિશે જ વાત કરો બાકી બધાને ભૂલી જાઓ.

​કન્યા

નવા-નવા પ્રેમ માટે બાકી બધાને ભૂલી જશો. ખાવા-પીવામાં પણ સરખું ધ્યાન નહીં આપો. માત્ર 24 કલાક ચેટિંગ જ ચેટિંગ થશે. પ્રેમ સંબંધોને તમે એક ડલગું આગળ લઈ જશો.

​તુલા

આજે તમારું મન રોમાન્સ અને રોમાંચ બંનેથી ભરેલું હશે. પ્રેમી સાથે કેટલીક અંતરંગ પળો માણવાની તક મળી શકે છે, પરંતુ તમે થોડી શરમ અનુભવી શકો છો. પણ થોડો સમય સાથે બેઠા બાદ તમે પોતાને રોકી નહીં શકો.

​વૃશ્ચિક

જો તમે લોકો ક્યારેક-ક્યારેક જ મળી શકો છો તો આજનો દિવસ તમારા માટે અનુકૂળ કહી શકાય છે. તમારા ગ્રહો આજે પ્રેમી સાથે મુલાકાતની સંભાવના દર્શાવી રહ્યા છે.

​ધન

પ્રેમ સંબંધોમાં એક જ ચહેરો જોઈને તમે કંટાળો અનુભવશો અને આ કંટાળાને દૂર કરવા માટે ફ્લર્ટ કરવાનું વિચારી શકો છો. પોતાના મિત્રો સાથે પાર્ટીમાં ખૂબ મજા કરવાનો પ્લાન તમે બનાવશો અને કોઈ અન્ય તરફ આકર્ષિત થઈ શકો છો.

​મકર

તમે પોતાના સંબંધો પર ઉપર ઉંડાણથી વિચાર કરવા ઈચ્છશો કે એવું શું થયું કે તમે બંને સાથે આવી ગયા. પહેલી મુલાકાતથી અત્યાર સુધીની વાતો પર જરૂર ધ્યાન આપો. ઓછામાં ઓછું તમારી ભૂલો પર ખાસ વિચાર કરો અને તેને કેવી રીતે દૂર કરી શકાય છે.

​કુંભ

જ્યારે તમે રિલેશનશીપમાં હોય છો ત્યારે કોઈ આશ્ચર્યની વાત નથી હોતી કે દરબીજા દિવસે તકરાર અને પછી ફરીથી સાથે મળી જવું. નારાજ થવું અને મનાવવું અને ઘણી બધી ફરિયાદો તો જીવનનો એક ભાગ છે. તમે તેમાં પોતાને ઢાળી લેશો તો દુઃખ ઓછું થશે.

​મીન

તમારા સંબંધ થોડા પરેશાન કરી દેનારા હોઈ શકે છે. તમારે કોઈ કામથી દૂર જવું પડી શકે છે, જેનાથી તમારું પ્રેમી પર દબાણી બની શકે છે. તમને જવાથી રોકવા માટે તે પ્રયાસ કરી શકે છે, પરંતુ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને તમે મિક્સ ન કરો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube