લોનનો હપ્તો ભરવામાંથી લોકોને મળી આ તારીખ સુધી મુક્તિ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લોન મોરાટોરિયમ એટલે કે હપ્તા ચુકવણીની મુદત મામલે લોકોને મોટી રાહત આપી છે. આ અંગે હવે કોઈ નક્કર નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી મોરાટોરિયમની મુદત વધારી દેવામાં આવી છે. આ અંગે કોર્ટે બે અઠવાડિયાંનો સમય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેન્ચે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંકએ મોરાટોરિયમ અંગે નિર્ણય લેવાની આ છેલ્લી તક આપવામાં આવી રહી છે. સાથે જ કોર્ટે લોનની મુદત 28 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બેન્કોએ આ સમયગાળા સુધીમાં જો કોઈપણ લોનની ચુકવણી ન થાય તો તેને નોન-પરફોર્મિંગ એસેટ જાહેર ન કરે. હવે આ મામલે આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ આ મામલે બેન્કો અને અન્ય હોદ્દેદારો સાથે વાતચીત કરી રહી છે. આ સંદર્ભે બેથી ત્રણ રાઉન્ડની બેઠક યોજાઈ અને આ મામલે વિવિધ વિકલ્પ પર વિચાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વ્યાજનું વ્યાજ ન લેવાની અરજી પર પણ વિચાર કરવા કહ્યું છે. આ સાથે જ લોકોના ક્રેડિટ રેટિંગને ડાઉન કરવાની પણ મનાઈ કરી છે.

આ મામલે હાથ ધરવામાં આવેલી છેલ્લી સુનાવણીમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે જો મોરાટોરિયમ વધશે નહીં તો ઘણા લોકો લોનની ચુકવણી ડિફોલ્ટ થશે. તેથી નિષ્ણાંતોની સમિતિએ આ અંગે યોજના તૈયાર કરવી જોઈએ.

કોરોના સંક્રમણના કારણે દેશ પર પડેલા આર્થિક પ્રભાવને ધ્યાનમાં રાખીને RBIએ માર્ચ મહિનામાં 3 મહિના માટે મોરાટોરિયમની સુવિધા પુરી પાડી હતી. ત્યાર પછીથી RBI દ્વારા આ મુદત 31 ઓગસ્ટ સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે લોનના હપ્તા ભરવામાં કુલ 6 મહિનાની મુદત આપવામાં આવી હતી. ત્યારબાદ લોન મોરાટોરિયમની સુવિધા 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ છે અને હવે તેને ફરીથી લંબાવવી કે કેમ તેનો નિર્ણય લેવામાં આવનાર છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube