કોરોના વાઈરસના પ્રકોપે આપણા જીવનને રીતસર અટકાવી દીધું છે. આપણાંમાંથી મોટાભાગના લોકો માટે ઘરેથી કામ કરવું સામાન્ય થઈ ગયું છે. પણ દેશભરમાં લાગેલા લૉકડાઉનમાં હવે છૂટછાટ આપવાની શરૂઆત થઈ ગઈ છે અને કેટલાક કાર્યાલય ખુલવા લાગ્યા છે આ કારણસર લોકોને ઘરમાંથી બહાર આવવું અને ઓફિસમાં કામ કરવું મજબૂરી બની રહી છે. આવામાં કોરોના સક્રમણથી બચવા માટે બધા કર્મચારીઓની ભલાઈ માટે કેટલાક સુરક્ષા ઉપાયોને ધ્યાનમાં રાખવા જરૂરી છે.

image source

– અહીં કેટલીક મહત્વપૂર્ણ વાતોની યાદી આપવામાં આવી છે. જેનું ધ્યાન રાખવાથી તમે પોતે પણ સુરક્ષિત રહી શકશો અને તમારી આજુબાજુના લોકોને પણ સુરક્ષિત રાખી શકશો.

image source

1) સાર્વજનિક વાહનોનો પ્રયોગ કરવાથી બચો. સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ખાનગી વાહનોનો ઉપયોગ કરો અથવા ઘરેથી કામ કરવાનો વિકલ્પ પસંદ કરો. સાર્વજનિક પરિવહન સંપર્ક ટ્રાન્સમિશનની સાથે સુરક્ષાને જોખમમાં નાખી શકે છે.

image source

2) વાઈરસના સંપર્કમાં આવવાથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરો અને પોતાના હાથમાં પણ ગ્લોવ્ઝ પહેરો. સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો.

3) સાર્વજનિક સ્થળે રહેતા પોતાના ચહેરા, મ્હોં, નાક અને આંખને વારવાંર ન સ્પર્શ કરો. કારણકે આનાથી ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે.

image source

4) પ્રત્યેક કર્મચારી અને દરેક સ્ટાફે ઓફિસ પરિસરમાં પ્રવેશ કરતાં પહેલાં હાથોને સેનેટાઈઝ કરીને સાફ કરવાં જોઈએ અને તેમના શારીરિક તાપમાનની તપાસ થતી રહેવી જોઈએ.

5) ઉપયોગ કરતાં પહેલા ડેસ્ક, વૉશરૂમ, કાફ્ટેરીયા અને પેટ્રીને ઠીક રીતે સાફ કરવા જોઈએ. નિયમિત રીતે દરરોજ એકવાર સેનેટાઈઝ કરવા જોઈએ.

image source

6) કર્મચારીઓના કાર્યાલય સ્ટેશનરી જેવા કે, ડેસ્કટોપ, પેન, નોટપેડ અને ખુરશીઓ સુદ્ધા કોઈ સાથે ઉપયોગ ન કરો.

7) બહારનું ભોજન લેવાનું ટાળો. પ્રયાસ કરો કે ઘરમાં બનાવેલ રસોઈનું સેવન કરો અને સાર્વજનિક સ્થળોએ બનાવેલું ભોજન ટાળો.

image source

8) સીડીસીના દિશાનિર્દેશોનું પાલન કરવું, અન્ય લોકો અને કર્મચારીઓ સુધી આ માહિતી પહોંચાડવી એ દરેક વ્યક્તિની ફરજ બની રહે છે.

9) કર્મચારીઓએ કોઈ પણ પરિસ્થિતિમાં હાથ સ્વસ્થ રાખવા જરૂરી બની જાય છે. જ્યારે પણ સંભવ હોય ત્યારે સીડીસીના આપેલ નિર્દેશો પ્રમાણે નિયમિત રીતે હાથ ધોતાં રહો.

image source

10 ) અન્ય મહત્વપૂર્ણ ઉપાયોમાં કામનું સ્થળાંતર અને સ્ટેગર લંચ બ્રેકનો વિકલ્પ પણ આપવાનો કહ્યો છે. પણ સૌથી સુરક્ષિત સ્થળ તો તમારું ઘર જ છે. જો શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમના વિકલ્પને જ મહત્વ આપો.

– ભારત સરકારે પહેલાં પણ અધિસુચનાઓ વારવાંર જાહેર કરી છે. જેમાં મ્હોં અને નાકને ઢાંકવું, ઠીકથી સાફ રાખવું, તેત્રીંસ ટકા કાર્યબળની ઉપલબ્ધતા જેવા દિશાનિર્દેશ સામેલ હતા. ત્રીજું લૉકડાઉન સત્તર મેએ સમાપ્ત થવાનું છે. સરકાર નવેસરથી દિશાનિર્દેશ આપવાની છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube