ચાલુ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન થયેલી ગુજરાતની GSTની આવકમાં લગભગ ૩૨.૨ ટકાનું ગાબડું પડયું છે અને તે સાથે GSTની આવકમાં ઘટાડામાં ગુજરાત ૧૨મા ક્રમે આવ્યું છે. ગત વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન થયેલી ગુજરાતની GSTની આવક રૂ. ૩૨,૫૦૩ કરોડની સરખામણીએ ચાલુ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ગુજરાતની GSTની આવક રૂ. ૨૨,૦૪૯ કરોડ થઈ છે.

લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, ચાલુ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં રાજ્યની GSTની આવકમાં રૂ. ૧૦,૪૫૩ કરોડનો ઘટાડો નોંધાયો છે. રાજ્યની GSTની આવકમાં રૂ. ૧૦ હજાર કરોડથી વધુ રકમનો ફટકો પડયો છે.

ગુજરાત સહિત દેશભરના રાજ્યોમાં ચાલુ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવક સરેરાશ ૩૦.૪ ટકા ઘટી છે.ગયા વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન થયેલી GSTની આવકની સરખામણીએ ચાલુ વર્ષે GSTની આવકમાં ઘટાડો થયો છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube