કહેવાય છે કે ભણવાની કોઈ ઉંમર નથી હોતી બસ ખાલી ઈચ્છા અને ઉત્સુક્તા હોવી જરૂરી છે. આવો જ નજારો જોવા મળ્યો ઝારખંડમાં. ઝારખંડની રાજનીતિમાં હંમેશા અલગ અલગ કારણોથી ચર્ચામાં રહેનાર 10મું પાસ સુબેના શિક્ષા મંત્રી જગરનાથ મહતો હવે માધ્યમિકનો અભ્યાસ કરશે

મંત્રાલયની જવાબદારી નિભાવવાની સાથે સાથે હવે મંત્રીજી સ્કૂલમાં પણ પોતાના ક્લાસરૂમની બેન્ચ પર બેસીને અભ્યાસ કરતા જોવા મળશે. જણાવી દઈએ કે સુબેએ શિક્ષા મંત્રી જગરનાથ મહતો પોતાના જ ડુમરી વિધાનસભા ક્ષેત્રના નવાડીહ સ્થિત દેવી મહતો સ્મારક ઈન્ટર મહાવિદ્યાલયમાં સોમવારે ઈન્ટરમીડિએટરમાં પ્રવેશ લીધો.

શિક્ષામંત્રી

આ છે અભ્યાસનું કારણ

જણાવવામાં આવી રહ્યું છે કે હવે તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે નિયમિત ક્લાસ પણ ભરશે. મંત્રી જગરનાથ મહતોએ કહ્યું કે જ્યારે રાજ્યમાં મને શિક્ષા મંત્રી પદની શપત આપાવવામાં આવી રહી હતી ત્યારે અમુક લોકોએ મજાક ઉડાવતા કહ્યું કે 10 પાસને શિક્ષા મંત્રી બનાવવામાં આવી રહ્યો છે. એવામાં શિક્ષા નીતિ કઈ રીતે સુધરશે, આ શું કરશે?

શિક્ષામંત્રી

વિરોધ અને મજાકનો આજે આપી રહ્યો છું જવાબ

તેમણે જણાવ્યું કે તે જ વિરોધ અને મજાકનો આજે જવાબ આપી રહ્યો છું. હું એ લોકોને જણાવવા માંગુ છું કે મારામાં એ જોશ અને જુસ્સો છે કે હું મારો અભ્યાસ પુરો કરું, મંત્રાલય પણ જોઈશ, ખેતી પણ કરીશ અને જનતા સેવા પણ કરીશ. મંત્રીએ કહ્યું કે અભ્યાસ કરવાની કોઈ ઉંમર નથી હોતી. માટે હું સંપૂર્ણ અભ્યાસ પુરો કરીશ. સૂબેના શિક્ષા મંત્રીનો આ જોશ અને જુસ્સો એક પ્રેરણા આપે છે જો તમે ઈચ્છો તો ઉંમરના કોઈ પણ તબક્કામાં આ શીખી શકો છો.

શિક્ષામંત્રી

નાની ઉંમરે જોડાઈ ગયા આંદોલનમાં

ખેડૂત પરિવારે આવનાર મંત્રી જગરનાથ મહતોને દસમા ધોરણ બાદ અભ્યાસ છોડી દીધો હતો. તેમણે મીડિયાને તેનું કારણે એ જણાવ્યું કે આ સમયે ઝારખંડ આંદોલન પોતાની ચરમ સીમા પર હતું. અમે પણ જવાન હતા તો વિનોદ બિહારી મહતોના નેતૃત્વમાં આંદોલનમાં કુદી પડ્યા. ત્યાર બાદ રાજનીતિમાં આવી ગયા. આ કારણે અભ્યાસ આગળ ન કરી શક્યા. પરંતુ હવે પુરો કરીશ.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube