લીંબુના આ ચમત્કારિક ટુચકા બદલી નાખશે તમારું નસીબ, એકવાર ચોક્કસ અજમાવી જોજો.
1. લીંબુથી ચમકાવી શકો છો તમારું નસીબ.

બે લોકો ઘણી મહેનત કરતા હોય અને એમાંથી એકના સપના પુરા થાય અને એક ના ન થાય એવું પણ બને. આજકાલ એવા ઘણા લોકો છે જેમને પોતાના જીવનમાં સફળતા તો બહુ ઓછી મળે છે પણ નિષ્ફળતા એમનો પીછો છોડવાનું નામ જ નથી લેતી. તાંત્રિક ગ્રંથમાં આ માટે ઘણા ટુચકા બતાવવામાં આવ્યા છે, જેને અજમાવવાથી વ્યક્તિ પોતાના સુતેલા નસીબને જગાડી શકે છે. હા પણ આ ટુચકાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી પણ વર્ષોથી લોકો આ ટુચકા અજમાવી રહ્યા છે અને સફળ પણ થઈ રહ્યા છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક ચમત્કારિક ટુચકા તાંત્રિક ગ્રંથમાંથી લઈને આવ્યા છે, જેનો એકવાર પ્રયોગ કર્યા પછી તમારી સફળતાનાં દરવાજા ખુલી જશે.
2. ખરાબ નજરથી બચવા માટેનો આ છે ઉપાય.

ઘરમાં જો કોઈ સભ્યને ખરાબ નજર લાગી ગઈ હોય તો આ ટુચકો કરવાથી ફાયદો થઈ શકે છે. તમે જે વ્યક્તિને નજર લાગી હોય એના માથાથી પગ સુધી સાત વાર લીંબુ ઉતારી લો. એ પછી લીંબુના ચાર ટુકડા કરી લો અને એને કોઈ સુમસામ જગ્યા પર ફેંકી દો. લીંબુના ટુકડા ફેંક્યા પછી પાછું વળીને જોવાનું નથી એનું ખાસ ધ્યાન રાખો.
3. વેપારમાં વૃદ્ધિ માટે.

મહેનત કર્યા પછી પણ જો તમારો કામધંધો સારો ન ચાલી રહ્યો હોય તો શનિવારના દિવસે એક લીંબુ લઈને એને દુકાન કે ઓફિસની ચારે દિવાલોનો સ્પર્શ કરાવો. એ પછી લીંબુના ચાર ટુકડા કરી લો અને ચાર રસ્તે જઈ ચારે દિશામાં લીંબુનો એક એક ટુકડો ફેંકી દો. આવું કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને વેપાર કે દુકાનમાં ફરી પ્રગતિ થવા લાગે છે.
4. સુતેલા નસીબને જગાડવા માટે

તમારા સુતેલા નસીબને જગાડવા માટે એક લીંબુ લો અને એને તમારા માથા પરથી સાત વાર ઉતારી ને એના બે ટુકડા કરી લો. એ પછી જમણી બાજુના હાથનો ટુકડો ડાબી બાજુ અને ડાબી બાજુના હાથનો ટુકડો જમણી બાજુ ફેંકી દો. એવું કરવાથી તમારા બગડેલા કામ ફરી સરખા થઈ જશે અને અટકેલું ધન પણ પ્રાપ્ત થશે.
5.નોકરીમાં સફળતા મેળવવા માટે
જો તમારે પણ નોકરીમાં સફળતા જોઈતી હોય તો સવાર સવારમાં પહેલા લીંબુ અને ચાર લવિંગ લઈ હનુમાન મંદિરે જાઓ. એ પછી મંદિરમાં જઈ ચારેય લવિંગને લીંબુમાં ખોસી દો અને પછી હનુમાન ચાલીસાના પાઠ કર્યા પછી ઓમ શ્રી હનુમંતે નમઃ મંત્રના 108 જપ કરો અને ભગવાન પાસે તમારી સફળતાનાં આશીર્વાદ માંગો.એ પછી લવિંગ લગાવેલા લીંબુને તમારી સાથે લઈ જાવ અને ઇન્ટરવ્યૂ આપો. તમને સફળતા જરૂર પ્રાપ્ત થશે.
6. સમૃદ્ધિના દરવાજા ખોલવા માટે.

સમૃદ્ધિના દરવાજા ખોલવા માટે લીંબુનો આ ચમત્કારિક ટુચકો તમારા માટે ઘણો ફાયદાકારક સાબિત થશે. તમે સૌથી પહેલા ચાર રસ્તા પર જઈને લીંબુને સાત વાર તમારા માથા પરથી ઉતારી લો અને પછી એને કાપીને એના બે ભાગ કરી લો.લીંબુના કાપેલા પહેલા ભાગને પાછળની બાજુ ફેંકો અને બીજા ભાગને આગળની તરફ ફેંકો અને ઘરે પાછા આવી જાઓ. એવું કરવાથી ઘરમાં સુખ શાંતિ ઉપરાંત સમૃદ્ધિનો વાસ થાય છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.