Lifestyle: સર્જરી કર્યા વગર જ અઠવાડિયામાં ગાયબ થઇ જશે ચહેરા પરના અનિચ્છનીય તલ!

નવી દિલ્હી, તા. 13 ઓગષ્ટ 2020, ગુરુવાર

ચહેરા પર કાળા તલ તમારી સુંદરતાની નિશાની હોય છે. પરંતુ જ્યારે આ તલ એકથી બે અથવા બે થી ત્રણ થઇ જાય, તો તમારો લુક બગડી શકે છે. આમ, તો તલ હટાવવા માટે લેસર થેરાપીનો ઉપયોગ થાય છે, પરંતુ દરેક લોકો માટે આ શક્ય નથી હોતું કે તે તેઓ લેસર ટ્રિટમેન્ટ માટે માની જાય. એવામાં જાણો, કેવી રીતે તમે તમારા ચહેરાના તલને હટાવી શકો છો. ચહેરાના તલને હટાવવા માટે તમે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

અનાનસ

અનાનસનો રસ ચહેરાની અશુદ્ધિઓ દૂર કરે છે અને મૃત કોશિકાઓને સાફ કરે છે. તેના રસમાં એન્ઝાઇમ્સ અને સાઇટ્રિક એસિડ મળી આવે છે જે પિગમેન્ટેશનને હટાવવાનું કામ કરે છે જેનાથી ચહેરાના તલ નિકળી જાય છે.

અનાનસના રસનો ઉપયોગ : 

તાજા અનાનસનો રસ નિકાળો અને તેમાં રૂ ડુબોળીને અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો. ત્યારબાદ તે ભાગમાં પટ્ટી અથવા ટેપ લગાવીને ઢાંકી દો. આમ થોડાક કલાક સુધી રસને તલ પર રહેવા દો અને ત્યારબાદ સામાન્ય પાણીથી ધોઇ નાંખો. સારા પરિણામો માટે નિયમિત રીતે આ પ્રક્રિયાને ફરીથી કરો.

દિવેલ અને બેકિંગ સોડા

દિવેલમાં એન્ટી-ઑક્સિડેન્ટ મળી આવે છે જે તલને હટાવવાની સાથે ત્વચાની કેટલીય સમસ્યાઓના સમાધાનમાં મદદ કરે છે. બેકિંગ સોડાની સાથે મિક્સ કરવા પર ત્વચાને એક્સફોલિયેટ કરે છે અને ધીમે-ધીમે તલને હટાવી દે છે. અને આ સાથે જ ચહેરા પર કોઇ પ્રકારના નિશાન પણ રહેતા નથી.

કેવી રીતે ઉપયોગ કરશો? 

દિવેલના થોડાક ટીપાં લઇને તેમાં ચપટીભર બેકિંગ સોડા મિક્સ કરો. પોતાનો ચહેરો પહેલાં ધોઇ લો અને ત્યારબાદ મિશ્રણને તલ પર લગાવો. તેને આખી રાત અથવા થોડાક કલાક માટે રહેવા દો. થોડાક દિવસ માટે આ ઉપચાર અજમાવો અને તેનું પરિણામ મેળવો.

લસણની પેસ્ટ

પ્રાકૃતિક રીતે મસ્સા અને તલને હટાવવા માટે લસણની પેસ્ટ સૌથી વધુ અજમાવવામાં આવતો નુસ્ખો છે. લસણમાં કેટલાક એન્ઝાઇમ હોય છે જે પિગમેન્ટ બનાવતી કોશિકાઓને તોડવામાં મદદ કરે છે અને તલને દૂર કરવામાં મદદ કરે છે.

ઉપયોગ કેવી રીતે કરશો: 

2 મોટા લસણને ક્રશ કરી લો ત્યારબાદ તેને તલ પર લગાવી દો. તેને આખી રાત તલ પર જ રહેવા દો. સવારે પેસ્ટને હુંફાળાં પાણીથી ધોઇ નાંખો. આ ઉપાયનો ઉપયોગ નિયમિત રીતે ત્યાં સુધી કરો જ્યાં સુધી કે તલ પ્રાકૃતિક રીતે ગાયબ ન થઇ જાય.

ડુંગળીનો રસ

ડુંગણી ગુણોથી ભરપૂર હોય છે જે તમારી ત્વચા માટે ફાયદાકારક હોય છે.

ઉપયોગ કેવી રીતે કરશો?

એક નાનકડી ડુંગળીને ક્રશ કરીને તેની એક પેસ્ટ બનાવી લો. તેને હળવેથી તલ પર લગાવો, તેને અડધા કલાકથી વધુ સમય સુધી લગાવીને રહેવા દો, ત્યારબાદ તેને ઠંડાં પાણીથી ધોઇ નાંખો. તેને થોડાક અઠવાડિયા સુધી રોજ લગાવો. તલને દૂર કરવા માટે આ પેસ્ટમાં થોડુક મીઠું અથવા એપલ સાઇડર વિનેગર પણ મિક્સ કરી શકો છો.

કોથમીરનાં પાંદડાં

કોથમીરમાં આવશ્યક તેલ અને એસિડ મળી આવે છે જે ત્વચા સંબંધિત વિભિન્ન બીમારીઓની સારવાર કરે છે. કોથમીર ચહેરા પરના અનિચ્છનીય તલને વિકસિત કરતી પ્રક્રિયાને જ અટકાવવામાં મદદરૂપ થાય છે.

તેનો ઉપયોગ કેવી રીતે કરશો? 

કોથમીર અને તેના બીજને પાણીથી સારી રીતે ધોયા બાદ એક સાથે બ્લેન્ડ કરો. પોતાના તલ પર સમાન રીતે પેસ્ટ લગાવો અને લાંબા સમય સુધી તેના પર રહેવા દો.. આ પ્રક્રિયાનો નિયમિત ઉપયોગ તમારા ચહેરા પરથી અનિચ્છનિય તલને દૂર કરી દેશે. પરંતુ ધ્યાન રાખશો કે તમે તલને જાતે જ ખરી જવા દો તેને જાતે બહાર કાઢવાનો પ્રયાસ ન કરશો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube