મહાકાળી માતાજીના પરમ ભક્ત એવા બાબુલાલ સોનાજી રાજપુરોહિતે મહાકાળી માતાજીને સવા કિલોનો સોનાનો છત્ર અને મંદિર ખાતે 1કરોડ 11લાખ નો ચેક મંદિર ટ્રસ્ટ ને અર્પણ કરી યાત્રાધામ પાવાગઢ ખાતેસૌથી મોટું દાન કરવા નું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.
શુક્રવારે દેવ દિવાળી અને પૂનમ નિમિત્તે મૂળ રાજસ્થાનના કાનુડી ના રહેવાસી અને હાલ હિંમતનગર ખાતે વ્યવસાય કરતા અને મહાકાળી માતાજીના પરમભક્ત બાબુલાલ સોનાજી રાજપુરોહિતએ મહાકાળી મંદિર ખાતે ઇતિહાસનું આજદિન સુધીનું સૌથી મોટુ દાન કરી ઇતિહાસ સર્જ્યો હતો.
જેમાં મહાકાળી માતાજીના પરમ ભક્ત એવા બાબુલાલ સોનાજી રાજપુરોહિતે મહાકાળી માતાજીને સવા કિલોનો સોનાનો છત્ર ચડાવ્યો હતો અને મંદિર ખાતે 1કરોડ 11લાખ નો ચેક મંદિર ટ્રસ્ટ ને અર્પણ કરી યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે આજ દિન સુધી નું સૌથી મોટું દાન કરવા નું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. જેમાં બાબુલાલ સોનાજી રાજપુરોહિત મહાકાળી માતાજીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા હોઇ ૧૯૯૫થી પોતાના પરિવાર સાથે દર વર્ષે મહાકાળી માતાજીના દર્શને પાવાગઢ ખાતે પધારે છે.
જેમાં તેઓએ દેવ દિવાળીના પાવન પર્વે પૂનમ નિમિત્તે મહાકાળી માતાજીને સવા કિલો સોનાનો છત્ર ચડાવી તેમજ મંદિર ખાતે 1 કરોડ 11લાખનું સૌથી મોટું દાન કરી માતાજી પ્રત્યેની પોતાની ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.
યાત્રાધામ પાવાગઢ ખાતે શુક્રવારે દેવ દિવાળી અને પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જેમાં યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે તેજ પવનના પગલે વહેલી સવારે સાડા છ વાગ્યાની આસપાસ થી રોપ-વે કંપની દ્વારા ભારે પવનને પગલે કોઈ હોનારત સર્જાય નહિ તેની તકેદારીના પગલારૂપે રોપ-વે બંધ કરી દેવાતા હજારો યાત્રાળુઓ અટવાયા હતા અને રોપ-વે ખાતે યાત્રાળુઓની લાંબી લાંબી કતારો જામી હતી. જેમાં પરિવાર સાથે આવેલા વૃદ્ધ અને બાળકોને રોપ-વે બંધ હોવાને લઇને ભારે હાલાકી પડી હતી. જેમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પાવાગઢ ખાતે પવન સ્થિર હતા રોપ-વે ફરી શરૂ કરાયો હતો. જેને લઇ સવારના સાડા છ કલાકની આસપાસ થી દસ વાગ્યા સુધી રોપ-વે બંધ રહેતા રોપ-વે મારફતે ડુંગર પર માતાજીના મંદિર સુધી જવા માંગતા હજારો યાત્રીકોને કલાકો સુધી કતારોમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. જોકે ૧૦ વાગ્યા બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરાતા વારાફરતી યાત્રિકોને રોપ-વે દ્વારા ડુંગર સુધી પહોંચાડવાની કવાયત હાથ ધરાતા યાત્રિકોએ હાશકારો અનુભવ્યો હતો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.