દરેક વ્યક્તિના શરીરમાં અમુક તલ હોય છે. તે દેખાવમાં ક્યારેક સારા લાગે છે તો ક્યારેક ખરાબ લગતા હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ આ તલને ખૂબ જ મહત્ત્વનાં માનવામાં આવેલ છે. તે તમારા શરીરના કયા ભાગમાં હોય છે તેનો પ્રભાવ પણ પડે છે. અમુક તલને શુભ માનવામાં આવે છે, તો અમુક તલને શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર સિવાય સમુદ્રશાસ્ત્રમાં પણ તલ સાથે સંબંધિત શુભ-અશુભ સંકેતો વિશે જણાવવામાં આવેલ છે. તેવામાં આજે અમે તમને આ બધા તલ સાથે જોડાયેલી અમુક જ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
ગાલ પર તલ
જે લોકોના ગાલ પર તલ હોય છે, તે ખૂબ જ જલ્દી ધનવાન બને છે. તેઓ જે કોઈ કામને હાથમાં લે છે તેમાં તેમને અવશ્ય સફળતા મળે છે. આ લોકોની પર્સનાલિટી ખૂબ જ આકર્ષક હોય છે. આ લોકો ખૂબ જ જલ્દી અન્ય લોકોને પ્રભાવિત કરી લેતા હોય છે.
નાક પર તલ
જે લોકોના નાક પર તલ હોય છે તે ખૂબ જ અનુશાસિત હોય છે. તેમને જીવનમાં અમુક નિયમ સાથે ચાલવાનું પસંદ હોય છે. તેમના આ વ્યવહારને કારણે અન્ય લોકો તેમનાથી દૂર રહેવાનું પસંદ કરે છે.
નાક નીચે તલ
જે લોકોના નાક નીચે તલ હોય છે, તે જીવનમાં ખૂબ જ પ્રગતિ પ્રાપ્ત કરે છે. આવા લોકો દરેકનાં ફેવરિટ પણ હોય છે. લોકોને તેમની સાથે રહેવું પસંદ હોય છે.
માથા પર તલ
જે લોકોના માથા પર તલ હોય છે તેમને શરૂઆતના જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે. જો કે ભવિષ્યમાં તેઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેમને અંતમાં તેમની મહેનતનું ફળ અવશ્ય મળે છે.
હોઠ પર તલ
જે લોકોના હોઠ પર તલ હોય છે, તે લોકો પ્રેમ અને લાગણીથી રહેવાવાળા લોકો હોય છે. મોટાભાગના સમયમાં તે પોતાના વિચારોમાં ખોવાયેલા રહે છે. તેમની લવ લાઈફ પણ ખૂબ જ રસ હોય છે.
દાઢી પર તલ
જે લોકોની દાઢી પર તલ હોય છે, તેઓ ખૂબ જલ્દી ગુસ્સે થઈ જતા હોય છે. તેમને દરેક નાની વાત પર ગુસ્સો આવે છે. આ પ્રકારના લોકોને વિલાસિતાપૂર્ણ જીવન જીવવું પસંદ હોય છે.
નેણ ઉપર તલ
જે લોકોનાં નેણ ઉપર તલ હોય છે, તેઓ એક જવાબદાર વ્યક્તિ હોય છે. તેઓ ઘર પરિવારને ખૂબ જ સારી રીતે સંભાળે છે. જોકે તેઓ થોડા કંજૂસ પણ હોય છે.
આશા રાખીએ છીએ કે તમને અમારી આ તલ સાથે જોડાયેલી જાણકારી પસંદ આવી હશે. જો તમને અમારી જાણકારી પસંદ આવી હોય તો તમારા અન્ય મિત્રોને પણ જરૂરથી જણાવશો. વળી તમારા શરીર પર ક્યાં તલ છે અને તમારો સ્વભાવ કેવો છે તે પણ અમને જરૂરથી જણાવશો.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ