Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

જીવનમાં બરકત લાવવા ખુશ કરો શનિદેવને, આ ઉપાયો કરશે મનોકામના પૂરી

પૌરાણિક કથાઓ અને ગ્રંથો અનુસાર પ્રાચીન સમયમાં થોડા એવા પાત્રો છે જેમને અમર એટલે પૌરાણિક ભાષામાં ચિરંજીવી માનવામાં આવે છે. આ દરેક પાત્રોમાંથી મહત્વનું પાત્ર બજરંગબલી એટલે કે હનુમાનજીને માનવામાં આવે છે. કહેવાય છે કે શ્રીરામે બજરંગબલીને પૃથ્વીના જીવોની રક્ષા કરવા માટે અમર રહે તેવું વરદાન આપ્યું હતું.

હનુમાજીના ભક્ત માટે મંગળવાર અને શનિવાર બહુ જ ખાસ દિવસ છે. આ 2 દિવસે કરવામાં આવેલી હનુમાનજીની વિશેષ વિશેષ ફળ આપે છે. આ ફળ માટે હનુમાનજીને પ્રસન્ન કરવા જરૂરી છે. હનુમાનજીના આ ઉપાય કરવાથી દરેક સમસ્યાનું સમાધાન થઇ જાય સાથે-સાથે મનોકામના પણ પૂર્ણ થઇ જાય છે.

કળિયુગમાં ચિરંજીવી હનુમાનની પાર્થના કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભોલેનાથ પછી હનુમાનજી સૌથી જલ્દી ખુશ થવા વાળા બીજા દેવતા છે. કહેવાય છે કે બજરંગબલીનું નામ લેવાથી જ મોટા મોટા સંકટો અને પરેશાનીઓ દૂર થઇ જાય છે.

ધર્મમાં કહેવાયું છે કે સપ્તાહનો દરેક દિવસ ખાસ હોય છે. સોમવારથી લઈને રવિવાર સુધી કોઈના કોઈ દેવી-દેવતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. બધા દિવસોમાં શનિવારનો દિવસ બહુ ખાસ હોય છે. આ દિવસે કરવામાં આવતા ઉપાયથી બધી મનોકામનાઓ પૂરી થાય છે. તમારા જીવનમાં સમસ્યાઓ તમારો પીછોના છોડતી હોય તો શનિવારે કેટલાંક ઉપાય કરવા જેનાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

શનિવારના દિવસે હનુમાનજી અને શનિદેવને પ્રસન્ન કરવાનું ખાસ મહત્વ છે. આ દિવસે જો વ્યક્તિ હનુમાન ચાલીસા કરે છે તો તેના ભાગ્યમાં રાજયોગનું સુખ પ્રાપ્ત થાય છે. તેથી શનિવાર સાંજે 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

દર મંગળવાર અને શનિવારે હનુમાનજીને કેસરિયો સિંદૂર ઘી સાથે અર્પણ કરો. જેનાથી હનુમાનજી હંમેશા પ્રસન્ન રહે છે.

દર મંગળવારે હનુમાનજીની સામે સુંદરકાંડનું પઠન કરો. હનુમાનજીને રામની મૂર્તિ ભેટ કરવાથી તમારું પ્રિય પાત્ર હંમેશા તમારી સાથે રહેશે. હનુમાનજીના મંદિરમાં રામનામનું કીર્તન અને રામાયણનો પાઠ કરવાથી હનુમાનજી હંમેશા તમારી આસપાસ રહેશે.

મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને ત્યાં બેસીને રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરો. આ બાદ હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ ધરાવો. આ ઉપાય દર મંગળવારે કરવાથી કોઈ સમસ્યાનું નિરાકરણ થઇ જાય છે.

હનુમાનજીના મંદિરની સામેથી જયારે પણ નીકળો ત્યારે હંમેશા હનુમાનજીને રામ-રામ કહીને નીકળો.

જો તમારી કોઈ ઈચ્છા પૂરી ન થતી હોય તો શનિવારની સાંજે એક રોટલી કાળા કૂતરાને અથવા કાળી ગાયને ખવડાવવી. આવું કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે.

શાસ્ત્રોમાં કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવવો તેને પુણ્યનું કામ માનવામાં આવે છે. જે વ્યક્તિ શનિવારની સાંજે કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવો તેનાથી તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે.

શનિવાર અથવા હનુમાન જયંતી પર પાનનું બીડું તૈયાર કરી અને તેને હનુમાનજીને અર્પણ કરો. આ ઉપાય કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. પાનનું બીડું ધરાવતી વખતે પ્રાર્થના કરવી કે તમારી દરેક સમસ્યાની જવાબદારી તે ઉઠાવી લે. પાનના બીડામાં માત્ર ગુલકંદ અને વરીયાળી ઉમેરી અને પ્રભુને ધરાવવું. પાનનું દાન કરવાથી વ્યક્તિને દરેક પાપમાંથી મુક્તિ મળે છે. તેથી કોઈ શુભ દિવસ હોય ત્યારે પાનનું દાન પણ કરી શકાય છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Rashifal 21 ઓગસ્ટ 2020:– ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Nikitmaniya

Rashifal:આગામી ૨૪ કલાકમાં મળશે ખૂબ જ સારા સમાચાર, આ ૭ રાશિના ખરાબ દિવસો થઈ જશે સમાપ્ત, ખુલી જશે કિસ્મત…

Nikitmaniya

આ શ્રાવણ માસે ભગવાન ભોળાનાથની કૃપા વરસી છે આ પાંચ રાશિજાતકો પર , થઇ જશો માલામાલ , જાણો શુ છે તમારી રાશિનો હાલ…

Nikitmaniya