ભારતી જીવન વીમા નિગમ (LIC) દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની છે. લગભગ આ જ કારણ છે કે, આજે પણ જ્યારે પોલિસીનું નામ આવે છે તો, લોકોનો સૌ પ્રથમ વિશ્વાસ આ સરકારી કંપની પર જ હોય છે. આજે તમને LIC ની એક એવી જ પોલિસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે માત્ર 2522 રૂપિયાની માસિક હપ્તો જમા કરી 9.60 લાખ રૂપયાનું ફંડ બનાવી શકો છો, તે પણ સુરક્ષાની સંપૂર્ણ ગેરન્ટીની સાથે. તો આવો જાણીએ શું છે આ પોલિસીની સંપૂર્ણ માહિતી…
પરિવારને સુરક્ષિત પણ કરી શકો
LIC નો આ પ્લાન ખૂબ જ લોકપ્રીય છે. આ પોલિસીનું નામ છે જીવન આનંદ પોલિસી. તેની ખાસ વાત એ છે કે, તમે તેમાં નાનુ રોકાણ કરી એક મોટુ ફંડ તો બનાવી શકો છો. સાથે જ પોતાના પરિવારને સુરક્ષિત પણ કરી શકો છો. જો પોલિસીની મુદત પૂર્ણ થતા પહેલા તો તમને કંઈક થઈ જાય તો તમારા પરિવારને બાકીના હપ્તો ભરવાની જરૂરિયાત નથી.
આ રીતે બનશે ફંડ
માની લો જો તમારી ઉંમર 35 વર્ષની છે અને તમે આ પોલિસીની શરૂઆત કરી છે. તમે 5 લાખ રૂપિયાની બીમિત રકમની સાથે 20 વર્ષ માટે આ પોલિસી લીધી છે. આ આધાર પર તમારો હપ્તો 30,273 રૂપિયા વર્ષના પડશે. જો આ મંથલી કરો તો તમારા હપ્તાની રકમ 2522 રૂપિયાની આવશે.
પોલિસી પર મળનાર અન્ય લાભ
- તમારી કુલ બીમિત રકમ પર તમારે 45/1000ના રૂપમાં રિવર્સલ બોનસ મળશે.
- એટલે દર વર્ષે તમારે 22,500 રૂપિયા બોનસના રૂપમાં મળશે.
- મળનાર બોનસનું દર અલગ-અલગ હોઈ શકે છે.
- તેનાથી વધારે તમારે એક 10 હજાર રૂપિયાનું ફાઈનલ એડિશનલ બોનસ પણ મળશે.
આ રીતે મળશે 9.60 લાખ રૂપિયા
35 વર્ષની ઉંમર અને 20 વર્ષની પોલિસી માટે તમારે કુલ જમા કરવામાં આવેલ 50 હજાર રૂપિયા. તમને તેના બદલે મળશે 22,500 રૂપિયાના 20 હપ્તા. મતલબ કે, 4,50,000 રૂપિયા. તે સિવાય 10 હજાર રૂપિયાનું એડિશનલ બેનિફિટ. તો કુલ રકમ મળી 4,60 લાખ રૂપિયા અને સાથે 5 લાખ રૂપિયા તમારું મૂળધન. તેથી તમને જે કુલ રકમ મળશે તે હશે 9.60 લાખ રૂપિયા.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ