સિંધુ બોર્ડર પર અથડામણ:લખબીરના સમર્થનમાં દિલ્હી બોર્ડરે પહોંચ્યા UP-ઉત્તરાખંડના ખેડૂત, પોલીસ સાથે અથડામણ
નવી દિલ્હી14 કલાક પહેલા

સિંધુ બોર્ડર પર લખબીરની હત્યાને 12 દિવસ વીતી ગયા છે, પરંતુ આ વિવાદ હજુ પણ રોકાવવાનું નામ નથી લેતો. બુધવારે લખબીરના સમર્થનમાં ઉત્તરપ્રદેશઅને ઉત્તરાખંડના ખેડૂત સિંધુ બોર્ડર પર એકઠાં થયા. તેઓ લખબીરના પરિવારને સરકારી નોકરી અને સહાયની રકમ મળે તેવી માગ કરી, સાથે જ દિલ્હીમાં ઘૂસવાના પ્રયાસો કર્યા હતા.

પોલીસે ખેડૂતોને બેરિકેડ્સ લગાવીને નરેલામાં રોકવાના પ્રયાસ કર્યા પરંતુ વિવાદ વધતા લાઠીચાર્જ કરવો પડ્યો. જેમાં કેટલાંક ખેડૂતોને ઈજા થઈ છે. બુધવારે મોડી સાંજે સિંધુ બોર્ડર પર સ્થિતિ ખરાબ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ખેડૂત લખબીરની હત્યાવાળી જગ્યાએ હવન કરવાની માગ કરી રહ્યાં છે. પોલીસે મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે.

પોલીસને વિવાદની સ્થિતિનો ડર
લખબીરની હત્યાવાળી જગ્યાએ મોટી સંખ્યામાં નિહંગ પણ હાજર છે. પોલીસને ડર છે કે લખબીરના સમર્થનમાં આવેલા ખેડૂતો ત્યાં પહોંચશે તો વિવાદ વધુ વકરશે. કિસાન હાલ કુંડલી બોર્ડર પર જ બેસી ગયા છે.

સિંધુ બોર્ડર પરથી નહીં હટે નિહંગ

15 ઓક્ટોબરે સિંધુ બોર્ડર પર લખબીર સિંહની હત્યા પછી કિસાન આંદોલનમાં નિહંગોની હાજરી પર સવાલ થવા લાગ્યા. આ વચ્ચે બુધવારે નિહંગોએ જાહેરાત કરી છે કે તેઓ સિંધુ બોર્ડર પરથી નહીં હટે. અહીંથી નિહંગોના ગ્રુપ અલગ અલગ જગ્યાએ જઈને ગુરુદ્વારા સાહિબને ચેક કરશે અને ત્યાં કોઈ અપમાનજનક ઘટના ઘટશે તો નિહંગ કાયદાકીય નહીં પરંતુ પોતાની રીતે કાર્યવાહી કરશે. નિહંગ દ્વારા બુધવારે બોર્ડર પર ધાર્મિક મહાપંચાયત બોલાવવામાં આવી હતી. જેમાં પંજાબથી અલગ અલગ ધાર્મિક સંગઠનના સભ્ય અને નેતા પહોંચ્યા હતા.

અપમાનજનક ઘટના ઘટી હશે તો ત્યાં નિહંગ પોતે જ કાર્યવાહી કરશે
નિહંગ બાબા અમન સિંહના દળના બાબા રાજા રામે જણાવ્યું કે હવે તેઓ પંજાબમાં પણ ગુરુદ્વારા સાહિબમાં જશે. નિહંગોનું ગ્રુપ ત્યાં ચેક કરશે, જ્યાં ચોકીદાર નહીં હોય ત્યાં ચોકીદાર રાખવામાં આવશે. તેઓ ગુરુદ્વારા સાહિબમાં પોતાના સંપર્ક નંબર પણ આપી જશે. જો ક્યાંય પણ અપમાન થશે તો કે કાયદાકીય નહીં પરંતુ પોતાની રીતે કાર્યવાહી કરશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube