લગ્ન પહેલા બોલીવુડનાં આ પ્રખ્યાત એક્ટરનું હતું ૮ હિરોઈન સાથે અફેયર, લીસ્ટમાં સામેલ છે ફેમસ અભિનેત્રીઓ……

શાહિદ કપૂર ઇન્ડસ્ટ્રીનાં એક એવા કલાકાર છે જે પોતાના શ્રેષ્ઠ અભિનય અને ડાન્સ માટે જાણીતા છે. શાહિદે પોતાની એક્ટિંગનો પરિચય ઘણી બધી ફિલ્મોમાં આપ્યો છે. શાહિદ કપૂર બોલીવૂડના એક એવા વર્સટાઇલ એક્ટર છે, જેમને દરેક ઉંમરના દર્શકો પસંદ કરે છે. તેઓ રોમેન્ટિક રોલથી લઈને સિરિયસ રોલ ખુબ જ સરસ રીતે નિભાવે છે. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ “કબીર સિંહ” બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ સફળ રહી હતી.

જણાવી દઈએ કે શાહિદ કપૂરે વર્ષ ૨૦૧૫માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. મીરા અને શાહિદનાં બે બાળકો પણ છે, જેમનું નામ મીશા અને જૈન કપૂર છે. મીરા સાથે લગ્ન કરતા પહેલા શહીદનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. તેવામાં આજની આ પોસ્ટમાં અમે તમને શાહિદ કપુરનાં અમુક ભૂતકાળના અફેર્સ વિશે જણાવીશું.

ઋતિશા ભટ્ટ

ઋતિશા ભટ્ટ એક જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ છે, જે “હાંસિલ”, “દિલ વિલ પ્યાર વ્યાર”, “શરારત” જેવી ફિલ્મો કરી ચૂકી છે. શાહિદ કપુર ફિલ્મોમાં આવતાં પહેલાં મને ડેટ કરી ચૂક્યા છે. પરંતુ ડેબ્યૂ પહેલા તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું.

કરીના કપૂર

કરીના અને શાહિદનું અફેર ઇન્ડસ્ટ્રીનાં સૌથી મશહુર અફેર માંથી એક છે. બંને ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા હતા. ફેન્સ તો તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેમનું પણ બ્રેકઅપ થઈ ગયું.

અમૃતા રાવ

અમૃતા રાવ શાહિદ કપૂરની પહેલી ફિલ્મ “ઈશ્ક વિશ્ક” ની હિરોઈન હતી. તેમણે તેની સાથે ફિલ્મ “વિવાહ” માં પણ કામ કર્યું હતું. વિવાહ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચેના અફેરની ખૂબ જ અફવા ઉડી હતી.

સાનિયા મિર્ઝા

જી હાં, શાહિદ કપૂરનું નામ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે પણ જોડાઇ ચુક્યુ છે. પરંતુ તેમનું પણ બ્રેકઅપ થઈ ગયું અને સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરી લીધા.

અનુષ્કા શર્મા

શાહિદ અને અનુષ્કાએ ફિલ્મ “બદમાશ કંપની” માં સાથે કામ કર્યું હતું. આ દરમિયાન બંને એકબીજાની નજીક આવી ગયા હતા અને તેમના અફેરનાં સમાચાર જ પણ ખૂબ જ ચર્ચામાં રહેલા હતા. જો કે તેમનો આ સંબંધ વધારે દિવસો સુધી ચાલી શક્યો નહીં.

પ્રિયંકા ચોપડા

ફિલ્મ “કમીને” નાં શૂટિંગ દરમિયાન ચર્ચા આવી હતી કે શાહિદ અને પ્રિયંકા એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ દરમિયાન બંને ઘણી વખત એકબીજાની સાથે સ્પોટ પણ થયા હતા. પરંતુ બાદમાં કોઈ કારણવશ તેમનું બ્રેક-અપ થઈ ગયું.

વિદ્યા બાલન

શાહિદ કપૂરનું નામ વિદ્યા બાલન સાથે પણ જોડાઇ ચુક્યુ છે. ફિલ્મ કિસ્મત કનેક્શન ના શૂટિંગ દરમિયાન બંનેના અફેરના સમાચારો ખૂબ જ સાંભળવા મળ્યા હતા.

સોનાક્ષી સિંહા

વર્ષ ૨૦૧૩માં ફિલ્મ “આર રાજકુમાર” માં સોનાક્ષી સિંહા અને શાહિદ કપૂરે એક સાથે કામ કર્યું હતું. આ દરમિયાન સાંભળવા મળ્યું હતું કે સોનાક્ષી અને સહિત એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ વર્ષ ૨૦૧૫માં મીરા રાજપૂત સાથે લગ્ન કરીને શાહીદે બધી અફવાઓ ખોટી સાબિત કરી દીધી હતી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube