ગુજરાતી સિંગરમાં જો કોઈનું પહેલી હરોળમાં નામ આવે તો તે છે કિંજલ દવે. કિંજલ દવેએ ઘણા ગુજરાતી ગીતો ગયા છે અને આજે ગુજરાતના છેવાડાના ગામડા સુધી પણ તેને નામના મળેવી છે.
કિંજલ દવેએ બાળપણથી જ ગાવાની શરૂઆત કરી હતી અને આજે તે ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા બની ગઈ છે. કિંજલ આ જગ્યાએ પહોંચવાનું શ્રેય તેના પિતા લલિતભાઈ દવેને આપે છે.
ત્યારે તેના પિતા લલિતભાઈ દવેએ હાલમાં જ કિંજલને એક સરસ મજાની ભેટ આપી અને ખુશ કરી દીધી છે.
કિંજલ દવેને એક સરસ મઝાની કાર તેના પિતાએ ભેટમાં આપી છે. જેની તસ્વીર પણ કિંજલે જ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી અને સાથે લખ્યું પણ હતું કે : “”કારણ વગર ગિફ્ટ આપે એ તો બાપ જ હોય ને..”
કિંજલને તેના પિતાએ કિયા નામની કાર ભેટમાં આપી છે. કિંજલ દવેએ શેર કેલી તસ્વીરમાં તે ખુશી ખુશી પોતાના પિતાના હાથમાંથી કારની ચાવી લેતી જોવા મળી રહી છે. કિયા કંપનીની આ કાર દેખાવમાં ખુબ જ સ્ટાઈલિશ અને લકઝિરિયસ છે. જો આ કારની કિંમતની વાત કરવામાં આવે તો તેની ઓન રોડ કિંમત 9.89 લાખથી લઈને 17.34 લાખ સુધીની છે.
આ પહેલા કિંજલ દવે પાસે ઇનોવા કાર હતી, હવે આ શાનદાર કિયા કાર કિંજલ દવેના કલેક્શનમાં ઉમેરાઈ ગઈ છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.