કોણ છે શિવજીના ગણ, શુ છે ગણેશજી ને ગણપતિ કહેવાનું રહસ્ય.

શુ તમે જાણો છો શિવના ગણ વિશે, ગણેશજીનું નામ ગણપતિ કઈ રીતે પડ્યું.?
શિવજીના ગણ અને ગણેશજીના ગણપતિ નામ પાછળ શુ છે રહસ્ય, જાણો છો તમે?
કહેવાય છે કે ભગવાન શંકર સ્મશાન નિવાસી છે. ભૂત પ્રેત પશુ પક્ષી જીવડાં બધા જ શિવના ભક્ત છે. અને એટલે જ એમને
પશુપતિનાથ કહેવામાં આવે છે. ભગવાન શિવ સાથે જોડાયેલા રહસ્યો અત્યંત ગૂઢ છે. શુ તમે જાણો છો કે કોણ છે શિવના ગણ અને
ગણેશજીને કેમ કહેવામાં આવે છે ગણપતિ.

શિવજીને યક્ષ સ્વરૂપ કહેવામાં આવે છે. યક્ષ રૂપનો અર્થ થાય છે દિવ્ય સ્વરૂપ. શિવજીના ગણ હંમેશા એમની આસપાસ અતરંગ
સ્વરૂપમાં રહે છે, એ શિવના મિત્ર પણ છે અને રક્ષક પણ. એમને વિકૃત સ્વરૂપ માનવામાં આવે છે.
એવું કહેવામાં આવે છે કે એમના શરીરમાં અસ્થિપંજર નથી હોતું. એમનો આકાર વિચિત્ર હતો. એમની ભાષા પણ સમજી શકાય
એવી નહોતી. એ બસ કલબલાટ કરતા હતા. ફક્ત ભગવાન શંકર જ એમને સમજી શકતા હતા. પણ શિવપુરાણમાં એમના કેટલાક
ગણ વિશે જણાવવામાં આવ્યું છે. ભૈરવ, વિરભદ્ર, મણીભદ્ર, ચંદીસ, નંદી, જય, વિજય અને આદિને શિવના ગણ કહેવામાં આવે છે.
કેમ કહેવામાં આવે છે ગણેશજીને ગણપતિ.

જ્યારે એકવાર માતા પાર્વતી સ્નાન કરી રહ્યા હતા તો એમને ગણેશજીને દ્વાર પર ચોકી કરવાનું કહ્યું અને આદેશ આપ્યો કે કોઈને
પણ અંદર ન આવવા દેવામાં આવે. ગણેશજીએ પોતાની માતાની આજ્ઞા અનુસાર ચોકી કરવા લાગ્યા. જ્યારે શિવજીના ગણ ત્યાં
આવ્યા તો ગણેશજી એ કોઈને પણ અંદર ન જવા દીધા.
એ પછી સ્વયં શંકર ભગવાન ત્યાં આવ્યા ઓન ગણેશજીએ એમને પણ અંદર જતા રોકી લીધા જેના કારણે ભગવાન શંકર ગુસ્સે થઈ
ગયા અને એમને બાળક ગણેશનું માથું ધડથી અલગ કરી દીધું, પાર્વતી માતા જ્યારે બહાર આવ્યા તો પોતાના બાળકની આવી દશા
જોઈ ખૂબ જ ક્રોધિત થઈ ગયા. ભગવાન શંકરે પોતાની ભૂલ સુધારવા માટે અને પાર્વતી માતાનો ગુસ્સો શાંત કરવા માટે ગણેશજીના
માથા પર હાથીનું માથું લગાવી દીધું.

હાથીને ગજ પણ કહેવામાં આવે છે પણ ગજનું માથું લગાવ્યું હોવા છતાં પણ ગણેશજીને ગજપતિને બદલે ગણપતિ કહેવામાં આવે
છે. કારણ કે ભગવાન શંકરે જે હાથીનું માથું ગણેશજીને લગાવ્યું હતું એ ભગવાન શંકરનો ગણ હતો. એટલા માટે ગણેશજીને ગણપતિ
કહેવામાં આવે છે.
ગણેશજીને ગણપતિ એટલા માટે પણ કહેવામાં આવે છે કારણ કે એમને ગણોના સ્વામી માનવામાં આવે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.