Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Business

તમારા કામનું/ ખેડૂતોને ફ્રીમાં મળશે 36,000 રૂપિયા વાળી સરકારની આ સ્કીમનો લાભ, જાણી લો ફાયદામાં રહેશો

દેશમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ(Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) અંતર્ગત 11.5 કરોડ અન્નદાતાઓનું રજીસ્ટ્રેશન થઇ ચુક્યુ છે. જો તમે તેમાં સામેલ હોય તો આ ખબર તમારા માટે મહત્વની છે. તમે મોદી સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી વાર્ષિક 36 હજાર રૂપિયાના પેન્શન વાળી સ્કીમનો ફ્રીમાં લાભ ઉઠાવી શકો છો. તમારે તેના માટે સરકારને કોઇ ડોક્યુમેન્ટ્સ પણ આપવા નહી પડે. આ યોજના તમારા વૃદ્ધાવસ્થાનો સહારો બનશે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે એવી વ્યવસ્થા કરી છે કે પીએમ કિસાન સ્કીમથી મળતા 6000 રૂપિયામાંથી સીધા માનધન સ્કીમ માટે પણ પૈસા કપાઇ જશે. ખેડૂતો પોતાના ખિસ્સામાંથી ખર્ચ નહી કરવો પડે.

ખેડૂતો

ખેડૂતોની પેન્શન સ્કીમ (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme)માં 1 જાન્યુઆરી 2021 સુધી 21,10,207 લોકોનું રજીસ્ટ્રેશન થયુ છે. આ લોકો ઇચ્છે તો પ્રીમિયમ આપવાનો નવો વિકલ્પ પસંદ કરી શકો છો. જેમાં પીએમ કિસાન સમ્માન નિધિની રકમમાંથી જ પ્રીમિયમ કપાઇ જશે. આ પેન્શન ફંડનું મેનેજમેન્ટ ભારતીય જીવન વીમા નિગમ (LIC) કરી રહી છે.

શું છે માનધન યોજના

આ પેન્શન સ્કીમ અંતર્ગત પહેલા ચરણમાં 5 કરોડ ખેડૂતોને 60 વર્ષની ઉંમર પૂરી થયા બાદ દર મહિને 3,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. સરકારનો તેનો લાભ તે તમામ 12 કરોડ ખેડૂતોને આપવાનો પ્લાન બનાવ્યો છે જેની પાસે 2 હેક્ટર (5 એકર) સુધીની કૃષિ યોગ્ય જમીન છે.

આટલા લોકોને પેન્શન આપવાનો છે પ્લાન

PMKMY અંતર્ગત પ્રથમ ચરણમાં 5 કરોડ ખેડૂતોને 60 વર્ષની ઉંમર થયા બાદ 3000 રૂપિયા પ્રતિ મહિના પેન્શન તરીકે આપવામાં આવશે. સરકારે તેનો લાભ તમામ 12 કરોડ લઘુ તથા સીમાંત ખેડૂતોને આપવાની યોજના બનાવી છે. લઘુ તથા સીમાંત ખેડૂત તે છે જેની પાસે 2 હેક્ટર સુધીની કૃષિ યોગ્ય જમીન છે.

યોજનાની ખાસ વાતો

  • તેનું મિનિમમ પ્રીમિયમ 55 રૂપિયાથી લઇને 200 રૂપિયા સુધી છે.
  • જો પોલીસી હોલ્ડર ખેડૂતોનુ મોત થઇ જાય તો તેની પત્નીને 50 ટકા (1500 રૂપિયા) રકમ મળતી રહેશે.
  • જેટલુ પ્રીમિયમ ખેડૂત આપશે એટલુ જ મોદી સરકાર પણ આપશે.
  • જો વચ્ચે કોઇ પોલીસી છોડવા માગે તો જમા પૈસા અને તેનુ સાધારણ વ્યાજ મળી જશે.
  • રજીસ્ટ્રેશન માટે કોઇ ફી નહી લાગે.

રજીસ્ટ્રેશન માટે જરૂરી વાતો

  • પેન્શન યોજનાનો લાભ લેવા માટે કોમન સર્વિસ સેન્ટર (CSC) પર રજીસ્ટ્રેશન થશે.
  • આધાર કાર્ડ આપવુ સૌથી જરૂરી છે.
  • જો તમને પીએમ કિસાન સ્કીમનો લાભ ન મળી રહ્યો હોય તો લેન્ડ રેકોર્ડની નકલની જરૂર પડશે.
  • 2 ફોટો અને બેન્કની પાસબુકની પણ જરૂર પડશે.
  • રજીસ્ટ્રેશન દરમિયાન ખેડૂત પેન્શન યૂનિક નંબર અને પેન્શન કાર્ડ બનાવવામાં આવશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

કોરોનાકાળમાં 15 લાખ લોકોએ અપનાવી અટલ પેંશન સ્કીમ, 210 રૂપિયાની બદલે મળી રહ્યા છે 60 હજાર

Nikitmaniya

ફાયદાની વાત/ મોદી સરકારની આ સ્કીમ સાથે જોડાઇને શરૂ કરો આ કામ, 25 વર્ષ સુધી લાખોમાં થશે કમાણી

Nikitmaniya

જલ્દી કરો! LIC તમારા માટે લાવ્યું શાનદાર ઓફર! માત્ર 2,522 રૂપિયા જમા કરી આ રીતે મેળવો 9.60 લાખ રૂપિયા

Nikitmaniya