ગુજરાતીઓમાં ઘરે ઘરે જોવાતી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફોટો ફેરફાર આવ્યો છે. વર્ષોથી અંજલિભાભીનું પાત્ર ભજવતી નેહા મહેતાએ સીરિયલ છોડી દીધી છે. તેના બદલે સુનૈના ફોઝદારને લેવામાં આવી છે. 32 વર્ષીય સુનૈના ફોજદાર પરિણીત છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સુંદરતામાં હંમેશા બબિતાજી એટલે કે મુનમુન દત્ત આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. જ્યારે નવા અંજલિભાભી એટલે કે સુનૈનાની એન્ટ્રી થતાં હવે બબિતાનું સ્થાન જોખમમાં દેખાઈ રહ્યું છે. આગળ જુઓ સુનૈના ફોઝદારની સુંદર સુંદર તસવીરો…

9 જુલાઈ, 1988માં મુંબઈમાં જન્મેલી સુનૈનાએ વર્ષ 2007થી ટીવી સિરિયલ ‘સંતાન’થી કરિયરની શરૂઆત કરી હતી.

સુનૈનાએ અનેક સિરિયલમાં કામ કર્યું છે. સુનૈનાએ ‘કૂબૂલ હૈં’, ‘અદાલત’, ‘રહેના હૈં તેરી પલકો કી છાંવ મેં’, ‘લાગી તુઝસે લગન’, ‘હમસે હૈં લાઈફ’, ‘પ્રિયા બસંતી રે’, ‘મહીસાગર’, ‘એજન્ટ રાઘવ’, ‘ડોલી અરમાનો કી’ જેવી સિરિયલમાં કામ કર્યું છે.

સુનૈનાએ વર્ષ 2016માં બિઝનેસમેન કુનાલ ભાંભવાણી સાથે લગ્ન કર્યાં હતા. સુનૈના સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે અને તે પોતાની ગ્લેમરસ તસવીરો અવાર-નવાર પોસ્ટ કરતી હોય છે.

સુનૈનાએ વર્ષ 2016માં બિઝનેસમેન કુનાલ ભાંભવાણી સાથે લગ્ન કર્યાં હતા. સુનૈના સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે અને તે પોતાની ગ્લેમરસ તસવીરો અવાર-નવાર પોસ્ટ કરતી હોય છે.

સુનૈનાએ વર્ષ 2016માં 12 માર્ચના રોજ માત્ર પરિવાર તથા નિકટના મિત્રોની હાજરીમાં બિઝનેસમેન કુનાલ ભાંભવાણી સાથે લગ્ન કર્યાં હતા.

સુનૈનાએ કુનાલ સાથે લગ્ન કર્યા તે પહેલાં ત્રણ વર્ષ સુધી તેને ડેટ કરતી હતી.

સુનૈનાએ માત્ર સિરિયલ જ નહીં પરંતુ વિવિધ જાહેરાતોમાં પણ કામ કર્યું છે.

સુનૈનાની બહેન પૂજા ફૌઝદારના લગ્ન ગયા વર્ષે નવેમ્બરમાં થયા હતા. આ તસવીરમાં સુનૈના બહેનની મહેંદી સેરેમનીમાં માતા ડાયના સાથે જોવા મળે છે.

સિરિયલમાં જે રીતે અંજલિભાભી ડાયટ અંગે સજાગ છે તે જ રીતે રિયલ લાઈફમાં સુનૈના ફિટનેસ ફ્રીક છે.

સૂત્રોના મતે ગુરુચરણ સિંહ લૉકડાઉન બાદ સેટ પર પરત ફર્યો નથી. વર્ષ 2008થી 2013 સુધી ગુરુચરણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળ્યો હતો. જોકે, પછી ક્રિએટિવ ડિફરન્સને કારણે ગુરુચરણે આ શો છોડી દીધો હતો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube