બોલિવુડના કિંગ ખાન શાહરૂખખાનને કહેવામાં આવે છે. તેમને કિંગખાન કહેવા પાછળ એક નહી પરંતુ અનેક કારણ છે. શાહરુખ ખાન એક એવું નામ છે જેને પરિચયની જરૂરિયાત નથી. દુનિયાભરના લોકો તેમને બોલિવૂડના બાદશાહ કે કિંગ ખાન નામથી પણ જાણે છે.
આટલા વર્ષોમાં શાહરૂખ ખાને તે વાતને સાબિત પણ કરી છે કે તે બોલિવૂડના અસલી કિંગ છે અને તેમની જગ્યા અન્ય કોઈ લઈ શકે નહી. શાહરુખ ખાન એક એવા કલાકાર છે જેણે દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. આપણે બધા જ તેમને રોમાન્સ, ડ્રામા, કોમેડી અને એક્શન કરતાં જોઈ ચૂક્યા છીએ. વળી તે કોઈપણ રોલને ખૂબ જ સારી રીતે નિભાવે છે.
શાહરુખ ખાન અભિનેતા હોવાની સાથે-સાથે એક નિર્માતા પણ છે. તેમની ફેન ફોલોઈંગ ભારતની સાથે સાથે વિદેશોમાં પણ ખૂબ જ છે. શાહરૂખના વિદેશોમાં પણ લાખોની સંખ્યામાં ચાહકો રહેલા છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટે શાહરૂખ ખાને ખૂબ જ મહેનત કરી છે. તેમના સંઘર્ષના દિવસોની કહાનીથી લગભગ દરેક લોકો વાકેફ છે. ટીવીથી લઈને મોટા પડદા સુધી શાહરૂખની આ સફર શાનદાર રહી છે.
શરૂઆતના દિવસોમાં રસ્તાઓ પર ઘણી રાતો પસાર કરવા વાળા શાહરૂખ આજે ઘણા બંગલાના માલિક છે. મોટાભાગના લોકો શાહરૂખનો મુંબઈ સ્થિત બંગલો “મન્નત” ના વિશે જ જાણતા હશે પરંતુ તમને જણાવી દઈએ કે મન્નત સિવાય શાહરૂખના બીજા પણ ઘણા બંગલાઓ છે.
અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં શાહરૂખના આલીશાન બંગલા રહેલા છે. શાહરૂખના મુંબઈ વાળા “મન્નત” ની તસ્વીરો તો સોશિયલ મીડિયા પર ઘણીવાર વાયરલ પણ થઈ ચૂકી છે. તેવામાં આજે આ સ્ટોરીમાં અમે તમને શાહરૂખના દિલ્હીવાળા બંગલાની તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ.
હકીકતમાં શાહરૂખ ખાને હાલમાં જ પોતાના દિલ્હીવાળા ઘરની અમુક તસ્વીરોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે, જે તસ્વીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે.
શાહરૂખ ખાને પોતાના ઘરની સુંદરતાને તસ્વીરોમાં બતાવી છે, જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. શાહરૂખ ખાનનાં ઘરની બેઠકથી લઈને ઘરના બેડરૂમ સુધીની તસ્વીરો લોકોને બતાવી છે. આ તસ્વીરોમાં ગૌરી ખાન પણ જોવા મળી રહી છે.
આ તસ્વીરોને શેર કરતા શાહરૂખ ખાને કેપ્શન આપ્યું છે કે, “દિલ્હીમાં પોતાના શરૂઆતી દિવસોની યાદોની સાથે આ શહેર અમારા દિલમાં ખૂબ જ ખાસ જગ્યા રાખે છે. ગૌરી ખાને અમારા દિલ્હીના ઘરને ફરીથી ડિઝાઇન કર્યું છે અને તેને પ્રેમભર્યા ક્ષણોથી ભરી દીધું છે. અહીંયા તમારી પાસે અમારા માટે મહેમાન બનવાનો અવસર છે.
જણાવી દઈએ કે શાહરૂખ ખાનનું આ ઘર દક્ષિણ દિલ્હીમાં સ્થિત છે. શાહરૂખ અને ગૌરીએ બે ભાગ્યશાળી કપલને પોતાના આલીશાન ઘરમાં રહેવાનો એક અવસર આપ્યો છે. “Airbnb” એ પોતાની વેબસાઈટ પર એ વાતની જાહેરાત કરી છે કે બે ભાગ્યશાળી કપલને શાહરૂખ ખાનના ઘરમાં રહીને મહેમાનગતિ માણવાની તક મળશે.
સાથે જ ગૌરીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરતાં જણાવ્યું છે કે, ખૂબ જ જલ્દી બે ભાગ્યશાળી કપલ માટે તે પોતાના ઘરનો દરવાજો ખોલવા જઇ રહી છે. તેવામાં હવે જોવાનું એ દિલચસ્પ રહેશે કે કયા કપલને કિંગ ખાનના ઘરમાં રહેવાની તક મળશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.