સુરત: શહેરમાં (Surat City) હવે કોરોનાનું સંક્રમણ ધીરે-ધીરે કાબુમાં આવી રહ્યું છે. પરંતુ શહેરમાં ફરીથી કોરોના બેકાબુ ના બને તે માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા પણ શહેરમાં સઘન ચેકીંગ કરવામાંઆવી રહ્યું છે. કામકાજના સ્થળો પર એસ.ઓ.પી નું પાલન ન કરતા હોય તેવી સંસ્થાઓને બંધ પણ કરવામાં આવી રહી છે. સુરત મનપાના કતારગામ ઝોન વિસ્તારમાં વિવિધ ડાયમંડ યુનિટો (Diamond Unit) તેમજ દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં નંદુ દોષીની વાડી પાસે એન.નરેશ એન્ડ કંપની ડાયમંડ યુનિટમાં કામ કરતા રત્નકલાકારોના રેપીડ એન્ટીજેન ટેસ્ટ કરતા 14 રત્નકલાકારો પોઝિટિવ આવતા સમગ્ર યુનિટ બંધ કરાવાયું હતું.

કતારગામની આ કંપનીના 14 રત્નકલાકારો કોરોના પોઝિટિવ આવતા કારખાનું બંધ કરાયું

શહેરમાં ફરીથી કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે મનપા દ્વારા પણ સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કતારગામ ઝોનમાં વિવિધ સંસ્થાઓમાં ચેકીંગ કરાયું હતું. અને જે દુકાનો કે ડાયમંડ યુનિટો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરતા ન હતા તેઓને દંડ પણ ફટકારાયો હતો. જેમાં પંડિત પાન સેન્ટર, મોન્ટુ આમલેટ આ દુકાનોને દંડ ફટકારાયો હતો. તેમજ નેવીલ એન્ડ કું. ડાયમંડ યુનિટને સોશીયલ ડિસ્ટ્ન્સીંગ ન જાળવવા બદલ દંડ કરાયો હતો. ગોપીનાથજી ઈમ્પેક્ષને એસ.ઓ.પી ના ભંગ બદલ યુનિટ બંધ કરાવાયું હતું. પાનસુરીયા ઈમ્પેક્ષ ડાયમંડ યુનિટમાં કામ કરતા વર્કરો માસ્ક ન પહેરતા હોય, આ યુનિટને દંડ ફટકારાયો હતો. અને નંદુદોશીની વાડીમાં આવેલા એન.નરેશ એન્ડ કંપની ડાયમંડ યુનિટમાં 60 ઘંટીઓ છે જેમાં 14 રત્નકલાકારો રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવતા યુનિટ બંધ કરાવાયું હતું.

કતારગામની આ કંપનીના 14 રત્નકલાકારો કોરોના પોઝિટિવ આવતા કારખાનું બંધ કરાયું

ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 9 લોકો, એસ.ટીબસ કંડક્ટર, સ્મીમેર હોસ્પિટલ-નવી સિવિલના સ્ટાફ કર્મી, મનપાની શાળાના શિક્ષક કોરોનાની ચપેટમાં

સુરત: શહેરમાં દિવસે ને દિવસે ટેક્સટાઈ ઉદ્યોગક્ષેત્રમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શુક્રવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 9 લોકો કોરોનામાં સપડાયા હતા. જુન માસમાં જ્યારે અનલોક લાગુ કરાયું ત્યારબાદ ડાયમંડ ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. અને ત્યારબાદ ધીરે ધીરે ટેક્સટાઈલ ઉદ્યોગમાં પણ કોરોનાના કેસ વધી રહયા હતા. પરંતુ તંત્ર દ્વારા સખત નિયમો લાગુ કરાયા બાદ ટેક્સટાઈલ તેમજ ડાયમંડ ઉદ્યોગમાં સંક્રમણ ઓછું થયું હતું. અને શહેરમાં પણ છેલ્લા કેટલાક દિવસથી પ્રતિદિન નોંધાતા કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. શુક્રવારે ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યાપારી, કાપડના દુકાનદાર, વર્કરો એમ કુલ 9 લોકો કોરોનામાં સપડાયા હતા.

તે ઉપરાંત શુક્રવારે નોઁધાયેલા પોઝિટિવ કેસમાં અઠવા ઝોનમાં બે વ્યાપારી, જમીન દલાલ, સચિન એન્ડ મિલેનિયમ માર્કેટ માં કાપડના દુકાનદાર, પાંડેસરામાં એક દુકાનદાર, ચેમ્બર ભવાની ટેક્સ્ટાઈલ માર્કેટના વર્કર, શ્રી બાલાજી કંપની માં વર્કર, સ્કૂલના વિદ્યાર્થી ,છોડવાના વ્યાપારી, રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટ ના વર્કર, મજુર, મનપાના કર્મચારી, એક ખાનગી રેડિયો સ્ટેશન ના કામ કરતા, રાંદેર ઝોનમાં બાપ્સ હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઈવર, સીટ કવર ના દુકાનદાર, કૃપા ઓર્થો ના એડમીન, વાવમાં એક શિક્ષક, મનપાની સિંગણપોર શાળાના શિક્ષક, પાલના ઈંદેરા પ્રાઇવેટ લિમિટેડના વર્કર, એસટી બસના કંડકટર, વરાછા-એ ઝોનમાં એલ એન્ડ ટી હજીરાના વર્કર, સ્મીમેર હોસ્પિટલના કર્મચારી, વરાછા-બી ઝોનમાં વિદ્યાર્થી, એક વ્યાપારી, સ્મીમેર હોસ્પિટલના કર્મચારી, લિંબાયત ઝોનમાં એક રસોઈયા, એક વિદ્યાર્થી, બાપ્સ હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઈવર, રિક્ષાચાલક, ખેનગર ક્લિનિકના કમ્પાઉન્ડર, વીઆઈપી રોડ પરના જગદંબા ટેકસટાઇલના કાપડના દુકાનદાર, એક કેદી, પોલિસ્ટર પ્રોડકશનના વર્કર, ઉધના દરવાજા એસબીઆઇ બેન્કના કર્મચારી, કતારગામમાં કરિયાણાના દુકાનદાર, સેન્ટ્રલ ઝોનમાં રધુકુળ માર્કેટ ના ટેક્સટાઇલ માર્કેટના વર્કર, હાર્ડવેર માર્કેટિંગના વર્કર, બે વ્યાપારી, કતારગામ ઝોનમાં અખંડઆનંદ વોર્ડ ઓફિસમાં સફાઈ કામદાર, ઈન્યુટ જેમ્સના રત્નકલાકાર, બે મજૂર, ઉધના ઝોનમાં નવી સિવિલ હોસ્પિટલના નર્સ, 3 કેદી, બે વિદ્યાર્થી ,પાંડેસરામાં એક શિક્ષક, પાંડેસરા માર્કેટમાં શાકભાજી-ફળોના વિક્રેતા, એક મજૂર, તેમજ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વધુ 4 લોકોના માં સપડાયા હતા.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube