કપિલે મહાભારતના યુધિષ્ઠરને પૂછી લીધો ના પૂછવાનો આવો સવાલ, અને પછી થયું…

કપિલ શર્માએ પૂછ્યું ‘મહાભારત’ ના શૂટ સમયે જાનવરોને કેવી રીતે ખબર પડતી હતી કે, પેકઅપ થઈ ગયું? ‘યુધિષ્ઠિર’ એ આપ્યો આ મજેદાર જવાબ.

‘ધ કપિલ શર્મા શો’માં આ અઠવાડિયે પૌરાણિક ગાથા ‘મહાભારત’ના કેટલાક સ્ટાર્સ શો પર આવ્યા છે. કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં બધા સ્ટાર્સએ કપિલ શર્માની સાથે ટીવી શો ‘મહાભારત’ સાથે જોડાયેલ કેટલાક રસપ્રદ કિસ્સાઓ જણાવ્યા છે. ટીવી શો ‘મહાભારત’માં શકુની મામાનું પાત્ર નિભાવનાર અભિનેતા ગુફી પેન્ટનએ જણાવ્યું છે કે, કેવી રીતે હનુમાનનું પાત્ર નિભાવનાર અભિનેતા દારા સિંહ અને ભીમનું પાત્ર નિભાવનાર અભિનેતા પ્રદીપ કુમાર ટીવી શો ‘મહાભારત’ના સેટ પર પંજાબી ભાષામાં એકબીજા સાથે વાત કરતા હતા.

ત્યાં જ જયારે કપિલ શર્માએ બધા સ્ટાર્સને પૂછે છે કે, બીજા બધા તો સમજી જતા હશે કે પેકઅપ થઈ ગયું છે, પરંતુ શોમાં જે હાથી અને ઘોડા હોતા હતા, તેમને કેવી રીતે ખબર પડતી હતી કે, પેકઅપ થઈ ગયું છે?

કોમેડી કિંગ કપિલ શર્મા દ્વારા પૂછવામાં આવેલ આ પ્રશ્નના જવાબમાં યુધિષ્ઠિરનું પાત્ર નિભાવનાર અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ જણાવે છે કે, શુટીંગમાં જે હાથી અને ઘોડાઓ હોતા હતા, તેઓ પપ્પુ શર્માના હતા અને તેમને ખબર હોતી હતી કે, પેકઅપ ક્યારે થઈ જાય છે, શુટિંગ ક્યારે શરુ થઈ રહ્યું છે.

આ સમય દરમિયાન કપિલ શર્માએ ટીવી શો ‘મહાભારત’માં શ્રી કૃષ્ણનું પાત્ર નિભાવી રહેલ અભિનેતા નીતિશ ભારદ્વાજને પૂછે છે કે, ક્યારેય એવું થયું છે કે, આપ ચેક લેવા ગયા હોવ અને શોના પ્રોડ્યુસર દ્વારા કહેવામાં આવ્યું હોય છે કે, અમે તો ભગવાન શ્રી કૃષ્ણને મંદિરમાં ચઢાવી દીધા આપને મળ્યા નહી. બધા કપિલ શર્માની વાત સાંભળીને બધા જોર જોરથી હસવા લાગે છે.

ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’માં બીઆર ચોપડાની વહુ રેણુ રવિ ચોપડા પણ હાજર હશે, બીઆર ચોપડાની પુત્રવધુ રેણુ રવિ ચોપડા ટીવી શો ‘મહાભારત’ને લઈને કેટલીક મહત્વની જાણકારીઓ જણાવશે. આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી હોવાના લીધે હાલમાં કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં દર્શકોની હાજર હોતા નથી. કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં દર્શકોના બદલે તેમના પોસ્ટર્સને દર્શકોની જગ્યાએ લગાવી રહ્યા છે. ત્યાં જ શોના સેટ પર પણ ખાસ કોરોના વાયરસના લીધે સોશિયલ ડીસ્ટેન્સિંગનું ખુબ જ સાવધાનીની સાથે પાલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ કોરોના વાયરસને લઈને બધા જ કલાકારો પણ પોતાની રીતે સાવધાની રાખી રહ્યા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube