કેનેડામા ભારે હિમવર્ષાના લીધે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન કેનેડા અને યુએસ બોર્ડર ઉપર ચાર ભારતીયના ઠંડીને લીધે મોત થયા છે તેવું જાણવા મળી રહ્યું છે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકા સાથેની કેનેડાની બોર્ડર પર ચાર ભારતીયના મોતની નોંધણી થઈ છે. પ્રાથમિક રિપોર્ટમા એવું કહેવાઈ રહ્યું છે કે આ ઘટનામા એક જ પરિવારના ચાર સભ્યના ઠંડીને લીધે મોત થયા છે, તેમાં મૃતકોમા પતિ પત્ની સાથે એક ૧૨ વર્ષની દીકરી અને ૩ વર્ષનો દીકરો પણ હોવાનુ જાણવામાં આવી રહ્યું છે. આ સિવાય આ મૃતકો ઉત્તર ગુજરાતના પટેલ પરિવારના હોવાનું પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું છે.
ભારતના લોકો ભારે ઠંડા પવનોથી મોત થયા છે :
આ બોર્ડર પર આ બનેલી દર્દનાક ઘટનામા ચાર ભારતીય લોકોના વધારે ઠડીને લીધે મોત નિપજ્યાં છે. મૃત્યુ પામેલામા બાળકનો પણ સમાવેશ થયો છે. જોકે આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામા આવે છે. મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસએ ગુરુવારે કહ્યું હતું કે એમર્સનની પાસે કેનેડા અને અમેરિકા બોર્ડર ઉપર કેનેડા તરફ બુધવારે ચાર લોકોના શબ મળ્યા હતા, જેમાં બે શબ યુવાનોના અને એક કિશોર અને એક બાળકનુ છે, જ્યારે આ શબ બરામદ થયા ત્યારે તે જગ્યાએ માઇનસ ૩૫ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

ચારેય મૃતદેહ બોર્ડરથી ૯ થી ૧૨ મીટરના અંતરે મળી આવ્યા હતા :
અમેરિકન અધિકારીઓએ ત્યાના સ્થાનિક મીડિયાને કહ્યું હતું કે માનવામા આવી રહ્યું છે કે મૃતક પરિવાર ભારતથી આવ્યો હતો અને કેનેડાથી અમેરિકાની સરહદમા દાખલ થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આરસીએમપીના મદદનીશ કમિશનર જેન મૈક્લેચીએ જણાવ્યુ કે આ ખૂબ જ દુ:ખદ ઘટના બની છે. પ્રારંભિક તપાસમા લાગે છે કે તમામના મોત ઠંડીમા ઠૂંઠવાઈ જવાને લીધે થયા છે. તેમણે વધારે જણાવ્યુ હતું કે આરસીએમપીનું માનવું છે કે ચારે મૃતક એ ગ્રુપનો હિસ્સો હતા જેમણે બોર્ડરની નજીક અમેરિકન ક્ષેત્રથી પકડવામા આવ્યા હતા. ચારેય મૃતદેહ બોર્ડરથી ૯ થી ૧૨ મીટરના અંતરે મળી આવ્યા છે.
ચાર કલાકની શોધખોળ પછી આ મૃતદેહો મળ્યા હતા :
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે એક નિવેદનમા કહ્યું હતું કે તપાસના આ ખૂબ જ પ્રારંભિક તબક્કે એવું લાગે છે કે તેઓ બધા બરફના તોફાનમા ઠંડીથી થીજી જવાને લીધે તેમનું મૃત્યુ પામ્યા હતા. મૃતદેહ મળ્યા પહેલા એ જ દિવસે યુએસ બાજુના બોર્ડર એજન્ટોએ એવા લોકોના ગ્રુપની અટકાયત કરી હતી જેઓ થોડીવાર પહેલા જ બોર્ડર ઓળંગીને આવ્યા હતા. તેને લીધે સરહદની બંને બાજુએ આની શોધખોળ શરૂ થઈ ગઈ હતી. ચાર કલાકની શોધખોળ પછી પહેલા મૃતદેહો મળી આવ્યા હતા.
એક વર્ષથી બોર્ડર પાર કરવાના પ્રયત્નો બંધ છે :
તેમણે જણાવ્યુ કે, ‘અમે ખૂબ જ ચિંતિત છીએ કે આ બોર્ડર પાર કરવાના પ્રયત્નોને કોઈ રીતે સુવિધા આપવામા આવી હોઈ શકે છે અને જ્યારે ત્યાનું હવામાન માઈનસ ૩૫ ડીગ્રી સેલ્સિયસની આસપાસ થાઉં ગયું હતું ત્યારે એક બાળક સહિત આ વ્યક્તિઓ ભારે હિમવર્ષા વચ્ચે તેમના જ હાલ પર છોડી દેવામા આવ્યા હતા.’ તેમણે વધારે જણાવ્યુ હતું કે આ પીડિતોને માત્ર ઠંડા હવામાનનો જ નહીં, પણ લાંબા મેદાનો, ભારે હિમવર્ષા અને સંપૂર્ણ અંધકારનો પણ સામનો કરવો પડ્યો છે. ઇમર્સન એ માર્ગ પર છે, તેનો ઉપયોગ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વચ્ચે બોર્ડર પાર કરવા માટે કરવામાં આવે છે. એક વર્ષથી બોર્ડર પાર કરવાના પ્રયત્નો બંધ છે, કારણ કે રોગચાળાને લીધે સરહદ બંધ કરવામાં આવી છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.