Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Other

કળિયુગનો આ કરચલો પણ પીવા લાગ્યો સિગારેટ, વીડિયો જોઈ લોકોએ કહ્યું-2020માં કંઈ પણ શક્ય છે

પહેલી વાત તો એ કે ધૂમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. બીજી વાત એ છે કે એક કરચલો આ હાનિકારક કાર્યો કરતો જોવા મળ્યો હતો અને લોકોની આંખો ફાટી ગઈ હતી. કોઈકે તેનો વીડિયો શૂટ કર્યો અને ટ્વિટર યુઝર @natureloversrkએ તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે વાયરલ થયો. વીડિયોમાં જોઇ શકાય છે કે સળગતી સિગારેટનો એક નાનો ટુકડો પકડીને એક કરચલો તેના મો નજીક પણ લઈ જાય છે અને તેમાંથી ધુમાડો પણ નીકળતો જોઈ શકાય છે. જો કે આ પહેલાં એવી આગાહી કરવામાં આવી હતી કે એક પ્રકારનો કરચલો કોરોનાથી તમને બચાવશે, ખેર એ વાત છેલ્લે કરશું, પરંતુ આ જોઈને જનતાને આશ્ચર્ય થાય છે કે આવું કેવી રીતે થઈ શકે?


આ વીડિયોને શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘વર્ષ 2020માં જોવા જેવી એક બીજી વસ્તુ, કરચલો સિગારેટ પી રહ્યો છે. ધ્યાનમાં રાખો, સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. ઉલ્લેખનીય છે કે સમાચાર લખાય ત્યાં સુધીમાં વીડિયોને 3.7 હજાર વ્યૂ અને 243 લાઈક્સ મળી ગઈ છે. આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયો આવી રહી છે. તેમાં ઘણા લોકોએ ખરાબ ગણાવ્યું છે. જ્યારે કેટલાક યુઝરોએ લખ્યું હતું કે કરચલો ‘કેન્સર’ નું પ્રતીક છે.

આ કરચલો બચાવશે કોરોનાથી એવી આગાહી કરવામાં આવી


સમુદ્રી વ્યંજનોમાં કરચલો સૌથી સ્વાદિષ્ટ ફૂડમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ એક ખાસ પ્રજાતિનો કરચલો તમારો જીવ બચાવવા માટે જાણીતો છે. હવે આ કરચલો તમને કોરોના વાયરસથી બચાવવાનો છે. આ બિલકુલ સત્ય છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો હવે આ ખાસ કરચલાથી જ કોરોના વાયરસની રસી તૈયાર કરી રહ્યા છે. સમુદ્રમાં મળનાર હોર્શૂ ક્રેબ- Horseshoe Crab (કરચલાની એક પ્રજાતિ) જ કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં મદદગાર સાબિત થઇ રહી છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ખાસ સમુદ્રી પ્રજાતિ કરચલામાં સામાન્ય વાદળી રંગનું લોહી હોય છે જે વિભિન્ન બિમારીઓની રસી તૈયારમાં ઉપયોગ થાય છે. હવે કોરોના વાયરસ સામે લડવામાં પણ આ કરચલાનું લોહી (Crab blood) મદદગાર સાબિત થઇ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર હોર્શૂ ક્રેબ- Horseshoe Crab (કરચલાની એક પ્રજાતિ) ધરતી પર લગભગ 30 કરોડ વર્ષથી ઉપલબ્ધ છે. આ કરચલાને 10 આંખો હોય છે. આ કરચલાનું લોહી વાદળી રંગનું હોય છે. અત્યાર સુધી દુનિયાની તમામ બિમારીઓની સારવારમાં મદદગાર સાબિત થઇ રહ્યું છે.

કોઇપણ રસીની અંદર એક બેક્ટેરિયા ઉપલબ્ધ ન હોવો જોઇએ. નહીતર માણસોનું મોત થઇ શકે છે. હોર્શૂ ક્રેબ- Horseshoe Crab ના લોહીમાં હાલ બેક્ટેરિયાને મારી નાખે છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ રસીમાં ખાસકરીને આ કરચલાના લોહીથી જ બેક્ટેરિયા સંક્રમણને દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે. જોકે આ પ્રજાતિના કરચલાની સંખ્યા દુનિયાભરમાં ખૂબ ઓછી થતી જાય છે. આ કારણે જ પર્યાવરણ અધિકારો પર કામ કરનાર સંસ્થાઓ કોરોના વાયરસમાં ઉપયોગનો વિરોધ કરી રહી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

હવે ઓનલાયન રેશન કાર્ડ કઢાવો ફફત 10 મિનીટ માં જ, જાણો શું છે ઓનલાયન ની પ્રોસેસ….

Nikitmaniya

જાણો ભારતના આ સ્થળ વિશે, જ્યાંથી તમે જોઈ શકો છો પાકિસ્તાન, માં ચામુંડાએ પાકિસ્તાનના હુમલાથી ભારતની કરી હતી રક્ષા અને કિલ્લાને કોઈ સ્પર્શ પણ નહોતું કરી શક્યું

Nikitmaniya

ચાણક્યના મતે આ 8 પ્રકારના લોકો ક્યારેય બીજાના દુ:ખને નથી સમજી શકતા, સદા રહો તેનાથી દૂર

Nikitmaniya