આ મહીને ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો સહીત 12 આઇપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. ભારતીય કંપનીઓએ કોરોનાની બીજી લહેર બાદ પણ આ વર્ષના બીજા 6 મહીનામાં આઇપીઓ દ્વારા 40 હજાર કરોડ એકઠા કર્યા છે

નવી દિલ્હી : હાલના કપરા સમય વચ્ચે રોકાણકારોને જુલાઇ 2021માં ઘરે બેઠા કમાણી કરવાનો શાનદાર અવસર મળી રહ્યો છે. હકીકતમાં આ મહીને ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો સહીત 12 આઇપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. ભારતીય કંપનીઓએ કોરોનાની બીજી લહેર બાદ પણ આ વર્ષના બીજા 6 મહીનામાં આઇપીઓ દ્વારા 40 હજાર કરોડ એકઠા કર્યા છે. તો 2020ના બીજા 6 મહીનામાં કંપનીઓએ આઇપીઓથી 20,000 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. અત્યાર સુધી 20થી વધુ કંપનીઓએ ઇશ્યૂ માટે આવેદન જાહેર કર્યુ હતું. આ સિવાય 26 કંપનીઓ હજુ પણ પોતાના આઇપીઓ માટે મૂડી બજારોના નિયમનકાર સેબીની મંજૂરીની રાહ જોઇ રહી છે. આવો જાણીએ કે જુલાઇ 2021માં કઇ કઇ કંપનીઓ ઇશ્યૂ લાવી રહી છે.

ઝોમેટો

ફૂડ ડીલિવરી કંપનીના આઇપીઓને સેબીમાંથી મંજૂરી મળી ગઇ છે. કંપની 8.7 અબજ ડોલર વેલ્યૂએશન સાથે ઇશ્યૂ લોન લાવી રહી છે. કંપનીનો ઇશ્યૂ જુલાઇની મધ્યમાં આવી શકે છે.

શ્રીરામ પ્રોપર્ટીઝ

શ્રીરામ પ્રોપર્ટીઝ જુલાઇમાં જ ઇનિશ્યલ પબ્લિક ઓફર લાવશે. આઇપીઓ દ્વારા કંપની 800 કરોડ એકઠા કરવાની તૈયારીમાં છે. તેમાં 250 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ કરવામાં આવશે, જ્યારે 550 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ લાવવામાં આવશે.

સેવન આઇલેન્ડ્સ શિપિંગ

આ મુંબઇની ઓશિયન લોજિસ્ટીક કંપની છે. સેવન આઇલેન્ડ્સ શિપિંગને સેબી દ્વારા એપ્રિલ, 2021માં જ આઇપીઓ લાવવાની મંજૂરી મળી ચૂકી છે. કંપની ઇશ્યૂથી 600 કરોડ એકઠા કરવાની છે.

આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસીઝ

કોલકાતાની માઇક્રોફાઇનાન્સ કંપની આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસીઝ પણ આ મહીને પોતાનો આઇપીઓ લાવશે. કંપની ઇશ્યૂથી 1800 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. તેમાં 850 કરોડ રૂપિયા ફ્રેશ ઇશ્યૂ અને બાકીના ઓફર ફોર સેલ હશે.

એએમઆઇ ઓર્ગેનિક્સ

કેમિકલ મેન્યૂફેક્ચરિંગ કંપની જુલાઇમાં 650 કરોડ રૂપિયાનો આઇપીઓ લાવશે. કંપની 300 કરોડના ફ્રેશ ઇશ્યૂ જાહેર કરશે અને સાથે જ 60.60 કરોડ શેર ઓફર ફોર સેલમાં વહેંચવામાં આવશે.

જીઆર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ

રાજસ્થાનની આ કંપની રસ્તા અને રાજમાર્ગનું નિર્માણ કરે છે. કંપનીનો ઇશ્યૂ 7 જુલાઇ 2021એ સબ્સક્રિપ્શન માટે ખુલશે. કંપની 963 કરોડ રૂપિયાનો ઇશ્યૂ લાવશે. તેના પ્રાઇસ બેંડ 828-837 રૂપિયા નક્કી થયા છે. કંપનીનો ઇશ્યૂ 9 જુલાઇ, 2021એ બંધ થશે.

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકનો આઇપીઓ જુલાઇમાં આવવાનો છે. કંપની દ્વારા જાહેર કરાયેલ આવેદન અનુસાર 750 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ જાહેર કરવામાં આવશે. સાથે જ 600 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલમાં વહેંચવામાં આવશે.

ગ્લનેમાર્ક લાઇફ સાયન્સિસ

ફાર્મા કંપની ગ્લેમાર્ક લાઇફ સાયન્સિસ આઇપીઓ દ્વારા 1700 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. કંપની 1160 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ જાહેર કરશે. સાથે જ કંપની 73 લાખ શેર ઓફર ફોર સેલ અંતર્ગત વેચશે.

ક્લીન સાયન્સ ટેક્નોલોજી

ક્લીન સાયન્સ ટેક્નોલોજીનો ઇશ્યૂ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ હશે. કંપની પ્રમોટર પોતાની ભાગીદારી વેચી રહ્યા છે. સ્વાભાવિક રીતે ઇશ્યૂથી એકઠા કરાયેલા તમામ પૈસા પ્રમોટરો પાસે જશે. કંપની ઇશ્યૂ દ્વારા 1546 કરોડ એકઠા કરવાની તૈયારીમાં છે. તેના પ્રાઇસ બેંડ 880-900 રૂપિયા સુધી નક્કી કરાયા છે. કંપનીના ઇશ્યૂ 7 જુલાઇએ ખુલશે અને 9 જુલાઇ 2021એ બંધ થશે.

વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર

હૈદરાબાદની આ કંપની જુલાઇમાં ઇશ્યૂ લાવવાની તૈયારીમાં છે. કંપની આઇપીઓ દ્વારા 2000 કરોડ એકઠા કરવાની તૈયારીમાં છે. તેમાં કંપનીના સ્ટોકહોલ્ડર્સ પોતાની ભાગીદારી વેચી રહ્યા છે, જેની પાસે કંપનીની 35 ટકા ભાગીદારી છે.

ન્યૂવોકો વિસ્ટાસ કોર્પ

સિમેન્ટની આ કંપની આ જ મહીને 5000 કરોડ રૂપિયાનો ઇશ્યૂ લાવવાની છે. તેમાં 1500 કરોડ રૂપિયાનો ફ્રેશ ઉશ્યૂ અને 3500 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ હશે.

આધાર હાઉસિંગ ફાઇનાન્સ

આધાર હાઉસિંગ ફાઇનાન્સ જુલાઇ 2021માં 7300 કરોડ રૂપિયાનો ઇશ્યૂ લાવવાની છે. આ ઇશ્યૂમાં 1500 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ જાહેર કરશે. તો 5800 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ હશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube