નોકરી સંબંધિત સમસ્યાઓને આવી રીતે કરો દૂર, આ ઉપાય છે એકદમ બેસ્ટ

આજના યુગમાં દરેકને રોજગારની જરૂર હોય છે.  આનું સૌથી મોટું કારણ પૈસા છે, કારણ કે વર્તમાન પરિસ્થિતિમાં પૈસા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે. આવામાં આજે મોટાભાગના લોકો નોકરી પર આધારીત છે. જ્યા સારી નોકરી મેળવવી એ એક લહાવો છે.કેટલીક વાર આપણે નોકરી મળી તો જાય છે,પરંતુ તેને સંભાળવું આપણા માટે થોડું મુશ્કેલ બની જાય છે.

IMAGE SOURCE

કેટલીકવાર બોસના વ્યવહાર ના કારણે તો કયારેક નોકરીમાં મિત્રોની નારાજગીને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.તેવામાં આપણી નોકરી કેવી રીતે બચાવવા તે સાથે તણાવ શરૂ થાય છે. આ સબંધમાં વાસ્તુની જાણકાર રચના મિશ્રા કહે છે કે કેટલીક વાસ્તુ ઉપાય છે, જેને અપનાવીને તમે તમારી નોકરીની જિંદગીમાં આવતી મુશ્કેલીઓને દૂર કરી શકો છો.  ઉપરાંત, તેને અપનાવવાથી તમે તમારા સાથીદારોના સહયોગ અને બઢતી બંને મેળવવાની સંભાવનાઓ પણ વધારી શકો છો.

IMAGE SOURCE

આ છે ખાસ ઉપાય..

૧. જો તમારી નોકરીમાં ખલેલ પડી રહી છે તો દરરોજ સવારે-સવારે ગાયત્રી મંત્રનો જાપ કરો.  આ સાથે જ દર ગુરુવારે કેળાના ઝાડની મૂળમાં જળ ચઢાવો. આ દિવસે ચણાની દાળ અને કેળાનું દાન પણ કરો અને પીળા વસ્તુનું સેવન કરો.

IMAGE SOURCE

૨. દરરોજ ભગવાન શિવની પૂજા કરો અને મનની વાત કહો. માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ હનુમાનજીની ઉડતી તસવીર ઘરમાં લગાવો,તેનાથી લાભ મળશે તે ખાતરીપૂર્વક કહેવાય છે. આ સાથે દરરોજ શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરો.કહેવાય છે કે જો મંગળવારથી શરૂ કરીને દરરોજ ૪૦ દિવસ સુધી ઉઘાડાપગું બજરંગબલીના મંદિરમાં જવું અને તેમને લાલ ગુલાબ ચઢાવવું તો તમામ દુ:ખો દૂર થાય છે. શક્ય છે કે દર શનિવારે શનિદેવના મંદિરે દર્શન કરીને તેમની પૂજા કરો.

IMAGE SOURCE

૩. નોકરીમાં આવતી બધી સમસ્યાઓથી બચવા માટે ઘરમાં ગણેશજીની તસવીર લગાવો. ધ્યાન રાખો કે ચિત્રમાં ભગવાન ગણેશની સુંઢ જમણી અને વળેલી હોવી જોઈએ. આ ઉપરાંત સાત જુદા જુદા પ્રકારના અનાજને ભેગા કરીને પક્ષીઓને ખવડાવો.

નોકરીમાં આવતી સમસ્યાઓ કે મુશ્કેલીઓને દૂર કરવા માટે તુલસીમાં પાણી ચઢાવવું ખૂબ જ સરળ ઉપાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નિયમિતપણે માતા તુલસીને જળ ચઢાવો. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ એક મહિના સુધી નિયમિત રૂપથી એવું કરે છે તો તેની નોકરીમાં આવી રહેલી મુશ્કેલી સમાપ્ત થઇ જાય છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube