જો તમે નવી નોકરીની તલાશમાં હોય તો અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેને શરૂ કરીને તમે પહેલા જ દિવસથી તગડી કમાણી કરી શકો છો. ડેરી પ્રોડક્ટ બનાવતી કંપની અમૂલ (Amul) સાથે બિઝનેસ કરવાનો તમારી પાસે શાનદાર મોકો છે. Amul નવા વર્ષમાં પણ ફ્રેન્ચાઇઝી ઑફર લઇને આવી રહી છે. ઓછા રોકાણથી દર મહિને નિયમિત કમાણી કરી શકાય છે. Amulની ફ્રેન્ચાઇઝી લેવી ફાયદાનો સોદો છે. તેમાં નુકસાન ના બરાબર થવાની સંભાવના છે.
2 લાખથી શરૂ કરી શકો છો Amul સાથે પોતાનો બિઝનેસ
Amul કોઇ રૉયલ્ટી અથવા પ્રોફિટ શેરિંગ વિના ફ્રેન્ચાઇઝી ઑફર કરી રહી છે. આ ઉપરાંત Amulની ફ્રેન્ચાઇઝી લેવાનો ખર્ચ પણ વધુ નથી. તમે 2 લાખથી લઇને 6 લાખ રૂપિયા ખર્ચ કરીને પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. બિઝનેસની શરૂઆતમાં જ તમે સારો નફો કમાઇ શકો છો. ફ્રેન્ચાઇઝી દ્વારા દર મહિને આશરે 5થી 10 લાખ રૂપિયાનું વેચાણ શક્ય છે. જો કે તે જગ્યા પર આધારિત છે.

આ રીતે મેળવો Amulની ફ્રેન્ચાઇઝી
Amul બે પ્રકારની ફ્રેન્ચાઇઝી ઑફર કરી રહી છે. પ્રથમ અમૂલ આઇટલેટ, અમૂલ રેલવે પાર્લર અથવા અમૂલ ક્યોસ્કની ફ્રેન્ચાઇઝી અને બીજી અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી. જો તમે પહેલી ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવા માગતા હોય તો 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. સાથે જ જો બીજી ફ્રેન્ચાઇઝી લેવાનું વિચારી રહ્યાં હોય તો 5 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તેમાં નૉન રિફંડેબલ બ્રાંડ સિક્યોરિટી તરીકે 25થી 50 હજાર રૂપિયા ચૂકવવાના રહેશે.
આટલુ મળે છે કમિશન
Amul આઉટલેટ લેવા પર કંપની અમૂલ પ્રોડક્ટ્સ પર મિનિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે એમઆરપી પર કમિશન આપે છે. તેમાં એક મિલ્ક પાઉચ પર 2.5 ટકા, મિલ્ક પ્રોડક્ટ્સ પર 10 ટકા અને આઇસક્રીમ પર 20 ટકા કમિશન મળે છે. અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેવા પર રેસિપી બેસ્ડ આઇસક્રીમ, શેક, પિઝ્ઝા, સેન્ડવિચ, હૉટ ચોકલેટ ડ્રિંક પર 50 ટકા કમિશન મળે છે. સાથે જ પ્રી-પેક્ડ આઇસક્રીમ પર 20 ટકા અને અમૂલ પ્રોડક્ટ્સ પર કંપની 10 ટકા કમીશન આપે છે.

આટલી જગ્યાની પડશે જરૂર
જો તમે અમૂલ આઉટલેટ લો છો તો તમારી પાસે 150 સ્ક્વેર ફૂટ જગ્યા હોવી જોઇએ. સાથે જ અમૂલ આઇસક્રીમ પાર્લરની ફ્રેન્ચાઇઝી માટે ઓછામાં ઓછા 300 સ્ક્વેર ફૂટની જગ્યા હોવી જોઇએ.
આ રીતે કરો અપ્લાય
જો તમે ફ્રેન્ચાઇઝી લેવા માટે અપ્લાય કરવા માગતા હોય તો તમારે retail@amul.coop પર મેલ કરવાનો છે. આ ઉપરાંત તમે આ લિંક http://amul.com/m/amul-scooping-parlours પર જઇને પણ જાણકારી મેળવી શકો છો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.