Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Health

જો તમને વારંવાર માથું દુખવા આવે છે, તો કરો આ ઉપાય,ચપટીમાં દૂર થશે માથાનો દુઃખાવો,

દિવસભરના કામ બાદ સ્ટ્રેસ, થાક અને નબળાઇના કારણે માથાનો દુઃખાવો થવા લાગે છે. એવામાં આપણે પેનકિલર્સ યૂઝ કરી લેતા હોઇએ છીએ. તેને લાંબા સમય સુધી લેવાથી અનેક સાઇડ ઇફેક્ટ્સ પણ થવા લાગે છે. જો આ સમયે દવાને બદલે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવી લેવાથી દવાની સાઇડ ઇફેક્ટ્સને પણ ઓછી કરી શકાય છે. તો જાણી લો ઘરમાં રહેલી કેટલીક ખાસ વસ્તુઓથી કઈ રીતે માથાનો દુઃખાવો ચપટીમાં દવા વિના જ દૂર કરી શકાશે.

જાણો માથાના દુઃખાવાને દૂર કરવાના ઘરેલૂ ઉપાયો.

લસણનો રસ

લસણની 7-8 કળીઓને અડધા ગ્લાસ પાણીમાં ઉકાળીને પીઓ. તેનાથી સ્ટ્રેસ દૂર થશે, સાથે જ માથાનો દુઃખાવો કંટ્રોલમાં રહેશે.

જીરાનું પાણી

1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું મિક્સ કરીને પીઓ. તેનાથી બોડીનું બ્લડ સર્ક્યુલેશન સુધરશે અને માથાનો દુઃખાવો દૂર થશે.

આદુનું પાણી

1 કપ પાણીમાં 1 નાનો આદુનો ટુકડો ઉકાળો. હૂંફાળું થાય ત્યારે ચાની જેમ ધીમે ધીમે પીઓ. તેનાથી તમને રાહત અનુભવાશે અને માથાનો દુઃખાવો ઓછો થશે.

તજ પાવડર

1 ચમચી તજ પાવડરમાં થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેનો લેપ માથા પર લગાવો. 20 મિનિટ બાદ ધોઇ લો. માથાનો દુઃખાવો જતો રહેશે.

નારિયેળ તેલ

ફ્કત માથાના દુઃખાવામાં જ નહીં પણ નારિયેળ તેલ અનેક રીતે ફાયદા રૂપ હોવાથી તમે તેને અચૂક ઘરમાં રાખો. જો તમને ખૂબ જ માથુ દુઃખતું હોય તો નારિયેળ તેલથી માથાની 10 મિનિટ માલિશ કરો. તેનાથી મસલ્સ રિલેક્સ થશે અને માથાનો દુઃખાવો દૂર થશે.

આઇસ પેક

આઇસ પેકથી માથાનો શેક કરો. તે સામાન્ય રીતે ઠંડું ગણાય છે પરંતું તેનાથી માથાના મસલ્સ રિલેક્સ રહેશે અને માથાનો દુઃખાવો દૂર થશે.

લીંબુ પાણી

1 ગ્લાસ હૂંફાળા પાણીમાં 1 લીંબુ નીચોડી લો. તેનાથી સ્ટ્રેસ દૂર થશે અને માથાનો દુઃખાવો કંટ્રોલમાં રહેશે.

ચંદન

થોડા ચંદન પાવડરને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેનો કપાળ પર લેપ લગાવો. 30 મિનિટ બાદ ધોઇ લો.

બદામ તેલ

બદામના તેલથી આખા માથાની 15 મિનિટ સુધી મસાજ કરો. તેનાથી મૂડ ફ્રેશ થશે અને માથાનો દુઃખાવો પણ ઝડપથી દૂર થશે.બદામનું તેલ નાંખવાથી તમે રાહત અનુભવો છો.

યૂકેલિપ્ટસ ઓઇલ

આ ઓઇલથી આખા માથા પર મસાજ કરો. માથાના મસલ્સ રિલેક્સ રહેશે અને માથાનો દુઃખાવો દૂર થશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

ખાઓ રસગુલ્લા, અને દૂર કરો આ બીમારીઓને

Nikitmaniya

Health News:-જો તમે ખાંડનો વધુ ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, તે શરીરને નુકસાન પહોંચાડે છે

Nikitmaniya

ડાયાબીટીસના દર્દીઓ માટે રામબાણ ઔષધિ છે તમાલપત્ર, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો…

Nikitmaniya