• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હો તો હોલમાર્કિંગ અને સોનાની કિંમત સહિત આ 5 બાબતો ધ્યાનમાં રાખવી

in Lifestyle
જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હો તો હોલમાર્કિંગ અને સોનાની કિંમત સહિત આ 5 બાબતો ધ્યાનમાં રાખવી

માત્ર હોલમાર્કવાળા દાગીના જ ખરીદો. જો કે, સોનાના ઘરેણાંનું હોલમાર્કિંગ ફરજિયાત છે

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો:જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હો તો હોલમાર્કિંગ અને સોનાની કિંમત સહિત આ 5 બાબતો ધ્યાનમાં રાખવી
11 મિનિટ પહેલા

માત્ર હોલમાર્કવાળા દાગીના જ ખરીદો. જો કે, સોનાના ઘરેણાંનું હોલમાર્કિંગ ફરજિયાત છે

28 ઓક્ટોબરે પુષ્પ નક્ષત્ર છે, તેના પછી ધનતેરસ અને દિવાળી છે. આ એવો સમય છે, જ્યારે સોનું ખરીદવાનું શુભ માનવામાં આવે છે. અત્યારે ભાવ પણ રેકોર્ડ સ્તરથી લગભગ 8,500 રૂપિયા પ્રતિ દસ ગ્રામની નીચે છે. આ દૃષ્ટિથી અત્યારે સોનું ખરીદાવાનો સારો સમય છે. જો તમે અત્યારે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના નેશનલ પ્રેસિડન્ટ પૃથ્વીરાજ કોઠારી સોનું ખરીદતા વખતે સાવચેતી રાખવાનું જણાવી રહ્યા છે.

માત્ર હોલમાર્કવાળા દાગીના જ ખરીદો
માત્ર હોલમાર્કવાળા દાગીના જ ખરીદો. જો કે, સોનાના ઘરેણાંનું હોલમાર્કિંગ ફરજિયાત છે, પરંતુ જે જ્વેલર્સનો વાર્ષિક વેપાર 40 લાખ રૂપિયાથી ઓછો છે, તેમને તેનાથી છૂટ મળી છે. સારી બાબત એ છે કે ગ્રાહક આવા જ્વેલર્સ પાસેથી પણ હોલમાર્કવાળી જ્વેલરી માગી શકે છે. આવા ઘરેણાંની શુદ્ધતા નક્કી હોય છે. એટલે કે જો તમે 22 કેરેટના ઘરેણાં ખરીદો છો તો હોલમાર્ક એ વાતની ગેરંટી હશે કે સોનાની શુદ્ધતા 91.6% કરતાં ઓછી નહીં હોય.

જ્વેલરીના મેકિંગ ચાર્જની જાણકારી
જો તમે સોનાની કિંમતમાં ઘટાડો થવાની રાહ જોઈ રહ્યા છો તો તમને નુકસાન થઈ શકે છે, કેમ કે, કિંમત ઘટવાની જગ્યાએ વધી પણ શકે છે. તમે આ કિસ્સામાં કેટલાક જ્વેલર્સનો અભિપ્રાય પણ લઈ શકો છો. તે ઉપરાંત સોનાની યોગ્ય કિંમત જોવા માટે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર પણ જઈ શકો છો. આવું કરવા પર તમે અજાણતામાં મોંઘા દાગીના ખરીદવાથી બચી જશો.

જો તમે સોનાના ઘરેણાં ખરીદી રહ્યા છો તો મેકિંગ ચાર્જ મહત્ત્વપૂર્ણ હોય છે. અહીં ભાવ-તાલનું ખાસ ધ્યાન રાખવું. તમે જ્વેલરને મેકિંગ ચાર્જેસિ ઓછા કરવાની માગ કરી શકો છો. ઘરેણાંનો મેકિંગ ચાર્જ 10-30% હોઈ શકે છે. તેથી જો તમે તેને ઘટાડવામાં સફળ રહો છો તો મોટી બચત થઈ શકે છે. વિવિધ જ્વેલરી હાઉસના મેકિંગ ચાર્જિસની તુલના પણ કરી શકો છો.

ઘરેણાંના યોગ્ય વજનની તપાસ જરૂરથી કરો
સોનું ઘણું મોંઘું હોય છે. તેથી વજનમાં થોડા ગ્રામનો પણ ફરક હોય તો ઘરેણાંની કિંમતમાં મોટો તફાવત આવી શકે છે. આ કિસ્સામાં બિલ ઘણું મહત્ત્વનું રાખે છે. તેના પર ઘરેણાંનું વજન લખેલું હોય છે. જો તમને દાગીનાનું વાસ્તવિક વજન ઓછું લાગતું હોય તો તમે જ્વેલર સિવાય બીજી જગ્યાએ તેનું વજન કરાવી શકો છો. વજન ઓછું રહેવાની સ્થિતિમાં તમે બિલની સાથે જ્વેલર્સની પાસે ક્લેમ કરી શકો છો.

જ્વેલર પાસેથી બીલ લેવાનું ન ભૂલો
જ્વેલર્સ પાસેથી બિલ લેવાનું ન ભૂલો. જો તમે થોડા વર્ષો બાદ તમારું સોનું નફામાં વેચવા માગો છો તો તમે કેટલા ફાયદામાં છો એ જાણવા માટે તેની ખરીદી કિંમત જોવી પડશે. એટલું જ નહીં, જો કિંમત, શુદ્ધતા અને મેકિંગ ચાર્જ જેવા મુદ્દાઓ પર જ્વેલરની સાથે કોઈ વિવાદ થાય તો તમે તમારા દાવા માટે તેને બિલ બતાવી શકો છો. તે ઉપરાંત ઈન્કમ ટેક્સના કિસ્સામાં પણ આ દસ્તાવેજ કામમાં આવી શકે છે.

ઈન્વેસ્ટમેન્ટ અલર્ટ
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કિમનો સાતમો હપ્તો સબ્સ્ક્રિપ્શન માટે સોમવારથી ખુલી ગયો છે. સોનામાં રોકાણનો આ ઓપ્શન 29 ઓક્ટોબર સુધી ઓપન રહેશે. રોકાણકારોને ગોલ્ડ બોન્ડ 2 નવેમ્બરના રોજ જાહેર થશે. આ વખતે રિઝર્વ બેંકે તેની કિંમત પ્રતિ ગ્રામ 4,765 રૂપિયા નક્કી કરી છે. ઓનલાઈન પેમેન્ટ કરવા પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે. તેના પર વાર્ષિક 2.5% વ્યાજ પણ મળે છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

ક્યારેય લુબ્રિકન્ટ તરીકે વેસલિન, નાળિયેર તેલ અથવા લોશનનો ઉપયોગ કરશો નહીં, આ-નંદ સમયે થશે આ નુક્સાન
Lifestyle

ક્યારેય લુબ્રિકન્ટ તરીકે વેસલિન, નાળિયેર તેલ અથવા લોશનનો ઉપયોગ કરશો નહીં, આ-નંદ સમયે થશે આ નુક્સાન

મારી પત્ની એક યુવાનને પ્રેમ કરે છે અમારા લગ્નને 8 મહિના થયા તો પણ સમજતી નથી હું શું કરું
Lifestyle

મારી પત્ની એક યુવાનને પ્રેમ કરે છે અમારા લગ્નને 8 મહિના થયા તો પણ સમજતી નથી હું શું કરું

લોકઅપ: પૈસા માટે આ સુંદરીએ હોટલના રિસેપ્શન સાથે વિતાવી આખી રાત
Lifestyle

લોકઅપ: પૈસા માટે આ સુંદરીએ હોટલના રિસેપ્શન સાથે વિતાવી આખી રાત

સ્કૂલમાં હતી ત્યારે મેં એને કપડાં વિનાની પણ જોયેલી : આજે એ પરણેલી હતી પણ મારે ફરી એને કપડાં વિનાની જોવાના અભરખા હતા
Lifestyle

સ્કૂલમાં હતી ત્યારે મેં એને કપડાં વિનાની પણ જોયેલી : આજે એ પરણેલી હતી પણ મારે ફરી એને કપડાં વિનાની જોવાના અભરખા હતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: