હાલના સમયમાં રોજગાર એ સૌથી મોટો પ્રશ્ન બની ચુક્યો છે. દશમાં અને બારમાં ધોરણ પછી જ્યારે આપણે આગળ ભણવા અંગે વિચારીએ છીએ ત્યારે આપણો સૌથી પહેલો ઉદ્દેશ્ય હોય છે, એ કોર્ષ દ્વારા રોજગાર મેળવવાનો. જો તમે પણ બિજનેસ ફિલ્ડમાં રસ ધરાવો છો તો અમે આપના માટે લાવ્યા છીએ ઇન્ટરનેશનલ બીજનેસમાં કારકિર્દી આપવી શકે એવા કોર્ષની સંપૂર્ણ વિગતો.

બિઝનેસના નવા વિકલ્પો સામે આવી રહ્યા છે

વર્તમાન સમયમાં ગ્લોબલ બિઝનેસમાં એક્સપર્ટ લોકોની ડીમાંડ ઉંચી જોવા મળે છે. આજે સમગ્ર દુનિયા ગ્લોબલ વિલેજ બની ચુકી છે ત્યારે આવી સ્થિતિમાં બિઝનેસના નવા નવા વિકલ્પો પણ સામે આવી રહ્યા છે. ગ્લોબલાઇઝેશનના આ સમયે ભારત સહીત અનેક પાડોશી દેશ સાથે આપણે ટ્રેડ સબંધોથી જોડાયેલા છીએ. આવા સમયે ઇન્ટરનેશનલ બિઝનેસ ઓપરેશનન્સમાં કોર્સ કરવો એ સ્ટૂડન્ટસને સમગ્ર દુનિયાના અર્થતંત્ર વિશે માહિતગાર કરવાનો છે.

કોર્ષનો ઉદ્દેશ્ય અને માહિતી

સામાન્ય રીતે આ કોર્સનો ઉદ્દેશ્ય દેશની અર્થ વ્યવસ્થા ઉપરની પરસ્પર નિર્ભરતા તેમજ અને જુદા જુદા દેશના આંતિરક સંબંધો વિશે જાણકારી આપવાનો છે. આ એક પ્રકારે વિકસત થઇ રહેલા વ્યવસ્થાપનની જગ્યા છે. આ કોર્ષ દ્વારા દુનિયાના દેશો સાથે વ્યવસાય વધારવા અનેક દેશોમાં ફરવાનો તેમજ જુદા જુદા ગ્રાહકો સાથે સંપર્ક કરવાનો અવસર આપે છે. સામાન્ય રીતે શિક્ષણનો આ પ્રકાર એ ડોમેન મેનેજમેન્ટનો કોર્સ કલ્ચર એસ્પેક્ટ પર કામ કરે છે.

કોર્ષ કર્યા પછી કયા પ્રોફાઈલમાં મળશે નોકરી ?

આપણે જાણીએ છીએ કે એક ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજરનું કામ બિઝનેસ ડેવલપમેન્ટ માટે તર્કસંગત આયોજન કરવાનું તેમજ એ બરાબર થાય છે કે કેમ એ જોવાનું હોય છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા પ્રશ્નોને સમજવા અને એ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવું એ એમની જવાબદારીમાં આવે છે. આ સાથે જ યજમાન દેશના વ્યાપારિક માળખાને સમજવા તેમજ એમના ગ્રાહકોની સહાય કરવા અંગે અને વેપારના કામકાજ સહજ બનાવવાનું મુખ્ય કામ બિઝનેસ મેનેજરનું હોય છે. આ પ્રકારના કામ દ્વારા વિદેશી ગ્રાહકોને આપણા દેશમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજર બનવા જરૂરી લાયકાત અને કોર્સ

સામાન્ય રીતે ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજર બનવા માટે અનેક કોર્સ કરી શકાય છે. આ કોર્સ કરીને તમે આંતરરાષ્ટ્રીય વ્યવસાયની વર્તમાન સ્થિતિને સારી રીતે સમજી શકો છો.

ડિપ્લોમા – સામાન્ય રીતે ધોરણ ૧૦ પછી અને ધોરણ ૧૨ પછી ઇન્ટરનેશનલ બિઝનેસમાં ડીપ્લોમાં કરી શકાય છે. આ ડીપ્લોમાં કોર્સ એક અથવા એનાથી વધુ વર્ષનો પણ હોઈ શકે છે.

સ્નાતક ડિગ્રી – સામાન્ય રીતે સ્નાતક ડીગ્રી મેળવવા માટે તમે ઇન્ટરનેશનલ બિઝનેસમાં બીબીએ અથવા ઇન્ટરનેશનલ બિઝનેસમાં બીબીએમ કરી શકો છો. આ સ્નાતકનો કોર્સ ત્રણ વર્ષનો હોય છે. આ કોર્સ કરવા માટે માટે તમારે ઓછામાં ઓછા ૫૦ ટકા માર્ક સાથે ધોરણ ૧૨માં પાસ થવું જરૂરી છે.

અનુસ્નાતક ડીગ્રી – અનુસ્નાતક લેવલ પર આઇબી એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે એમબીએ અથવા તો માસ્ટર ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ એટલે એમઆઇબી પણ કરી શકાય છે. સામાન્ય રીતે આ કોર્સ બે વર્ષનો હોય છે. આ કોર્સમાં જોડવા માટે તમારી પાસે સ્નાતક ડિગ્રીનું હોવું જરૂરી છે.

ડોક્ટરેટ ડિગ્રી – અનુસ્નાતક થયા છતાં જો તમને એ ફિલ્ડમાં વધારે અભ્યાસની જરૂર જણાય તો તમે ઇન્ટરનેશનલ બિઝનેસમાં પીએચડી પણ કરી શકો છો. સામાન્ય રીતે પીએચડી એ 3 થી 4 વર્ષમાં પૂર્ણ થતો કોર્સ છે. પણ પીએચડીમાં મુખ્ય રૂપે કેટલા સમયમાં થેસીસ પૂર્ણ થાય છે એના પર આ સમય આધારિત હોય છે. કોઈ પણ વિષયમાં પીએચડી કરવા માટે તમારી પાસે અનુસ્નાતકની ડીગ્રી હોવી જરૂરી છે.

ઇન્ટરનેશનલ બિઝનેસ કોર્સમાં જોડવા પ્રવેશ પરીક્ષાઓ અને કોલેજઃ

સ્નાતક કોર્સ માટે પ્રવેશ પરીક્ષાઓ

 • એનએમ આઇએમએસ મેનેજમેન્ટ એપ્ટીટ્યૂડ (અન્ડર ગ્રેજ્યુએટ)
 • ગુરુગોવિંદસિંહ ઇન્દ્રપ્રસ્થ વિશ્વ વિદ્યાલય કોમન એન્ટ્રેસ ટેસ્ટ
 • દિલ્લી વિશ્વ વિદ્યાલય જોઇન્ટ એન્ટ્રેસ ટેસ્ટ
 • ક્રાઇસ્ટ યુનિવર્સિટી બીબીએ એન્ટ્રેસ એક્ઝામ
 • સિમ્બાયોસિસ એન્ટ્રેસ ટેસ્ટ

અનુ-સ્નાતક કોર્સ માટે પ્રવેશ પરીક્ષાઓ

 • સીટીએ
 • એક્સએટી
 • સીએમએટી
 • આઇઆઇ એફટી
 • એસએનએપી

પીએચડી કોર્સ માટે પ્રવેશ પરીક્ષાઓ

 • ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સ્ટડી, આઇઆઇટી દિલ્લી એન્ટ્રેસ એક્ઝામ
 • દિલ્લી વિશ્વ વિદ્યાલય, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડી એન્ટ્રેસ એક્ઝામ
 • ઇન્ડિયન ઇન્સ્ટિ્ટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ એન્ટ્રેસ એક્ઝામ
 • ક્રાઇસ્ટ યુનિવર્સિટી ઓફ એન્ટ્રેસ એક્ઝામ
 • નરસી મોન્જી ઇન્સ્ટિ્ટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ટ્રેસ એક્ઝામ

ઇન્ટરનેશનલ બિઝનેસ કોર્સમાં શ્રેષ્ઠ વિદ્યાલયો/યુનીવર્સીટી

 • ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ
 • ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગલોર
 • ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કોલકતા
 • ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ લખનઉ
 • ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ ટેકનોલોજી, મુંબઇ
 • ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કોઝીકોડ
 • ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ ટેકનોલોજી, ખડગપુર
 • ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ, દિલ્લી
 • જેવિયર લેબર રિલેશન્સ ઇસ્ટિટ્યૂટ, જમશેદપુર
 • 10, મેનેજમેન્ટ ડેવલમેન્ટ ઇન્સ્ટીટ્યૂટ, ગુડગાંવ

ઇન્ટરનેશનલ બિઝનેસ સાથે જોડાયેલા અન્ય ક્ષેત્રોમાં અભ્યાસ

સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય વેપારના પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને વૈશ્વિક વેપાર પ્રમાણે અભ્યાસ કરવામાં આવે છે. આ કોર્સમાં વિદ્યાર્થીની વિચારસરણી અને વિશ્લેષણ સબંધી કૌશલને વધારે મજબુત કરવા પર ભાર મુકવામાં આવે છે. આ માટે જુદા જુદા વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોમાં ઇન્ટરનેશનલ બિઝનેસ ક્ષેત્રના સ્નાતકોને ઇન્ટરનેશનલ સપ્લાય ચેન મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ માર્કેટિંગ, ફાઇનેંશલ ડેરીવેટિવ્સ અને રિસ્ક મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ ટ્રેડની ફાઇનેંસિંગ, બિઝનેસ માટે ફોરેન લેગ્વેજ જેવા જુદા જુદા વિષયમાં પણ ભણાવવામાં આવે છે.

આ ક્ષેત્રમાં મળી શકે છે આટલો પગાર ?

વર્તમાન સમયે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કારકિર્દી બનાવવી હોય તો ઘણા બધા વિકલ્પો સરળતાથી અલી રહે છે. જો કે દરેક દેશ પોતાના આર્થિક વ્યાપાર સબંધોને પ્રોત્સાહન આપી રહ્યો છે. જો કે એકબીજા સાથે સારા વ્યાપારિક સબંધો જળવાય રહે એ માટે આ ક્ષેત્રમાં રોજગારીની ઘણી ઉત્તમ તકો રહેલી છે. આ ક્ષેત્રમાં તમારો અનુભવ જેમ જેમ વધે છે તેમ તમાર પગાર ધોરણમાં પણ વધારો થતો રહે છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્ડમાં એક નવા જોડતા વ્યક્તિને ૨ લાખથી લઈને ૩ લાખ સુધીનું વાર્ષિક પેકેજ મળે છે. જો કે પાંચ વર્ષના અનુભવ પછી આ પેકેજ પાંચ લાખ અને દસેક વર્ષના અનુભવ પછી આ પેકેજ ૧૫ લાખ સુધી પહોચી જાય છે.

કઈ કંપનીઓમાં મળી શકે છે નોકરી ?

આંતરરાષ્ટ્રીય વ્યપાર ધરાવતી કંપની આવા સ્કીલ્ડ કર્મચારીઓને પોતાની ટીમમાં સામેલ કરતી હોય છે. સામાન્ય રીતે નીચે દર્શાવેલ કેટલીક કંપનીઓના નામ તમારા માટે ઉપયોગી થઇ શકે છે.

 • ભારતી એરટેલ
 • વિપ્રો
 • એક્સેચર
 • આર્ઇસીઆર્ઇસી બેન્ક
 • ટીસીએસ
 • કેપીએમજી
 • એમેજોન
 • કેપજેમિની
 • ડેલૉયટ
 • ગોલ્ડનમેન સૈશ્સ
 • એચએસબીસી
 • કોગ્નિજેંટ

કયા રોલમાં તમને મળી શકે છે નોકરી?

ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટમાં ડીગ્રી મેળવ્યા પછી તમને તમારા અભ્યાસ, જ્ઞાન અને અનુભવના આધારે કંપનીઓમાં રોલ ફાળવવામાં આવે છે. જેમાં ઇન્ટરનેશનલ બિઝનેસ કન્સલટેન્ટ, એક્સપર્ટ, મેનેજર્સ અને એક્ઝ્યુક્યુટિવ્સ સામેલ છે. આ સિવાય અનુભવ સાથે તમને ગ્લોબલ બિઝનેસ મેનેજર, ઇન્ટરનેશન બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ મેનેજર, ઇન્ટરનેશનલ લોજિસ્ટિક્સ મેનેજર, ઇન્ટરનેશનલ બ્રાન્ડ મેનેજર વગેરે જેવા ઊંચા પદ પણ મળે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube