જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ 4 મોડેલ પર મળી રહ્યું છે 50 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

જો વર્તમાન સમયમાં તમે કાર લેવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે એક ખુશ ખબર છે. મારૂતીના ચાર મોડેલ પર અત્યારે બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કાર ઉત્પાદક કંપનીઓ કારના વેચાણને વધારવા માટે વર્ષના અંતમાં હંમેશા આકર્ષક છુટ અને ફાયદો આપે છે, પરંતુ ઓટો સેક્ટરમાં છવાયેલી મંદીના કારણે કંપનીઓ નવા વર્ષ પર ડિસ્કાઉન્ટ આપવા માટે મજબૂર થઈ ગઈ છે. કાર ખરીદતા પહેલા શોરૂમ પર આપવામા આવતા ઓફર્સ વિશે જાણકારી જરૂરથી મેળવી લેજો. કંપની આ બધી જ કાર પર એક્સચેન્જ ઓફર, કોર્પોરેટ બોનસ અને કંજ્યુમર ડિસ્કાઉન્ટ જેવા ઓફર મળી રહ્યા છે. જો કે, અલગ અલગ ડિલરોની ત્યાં ઓફરમાં બદલાવ આવી શકે છે.

નાની કારો પર ડિસ્કાઉન્ટ ઑફર

ફેસ્ટિવ સીઝન નજીક છે અને આ સમયગાળામાં ડિસ્કાઉન્ટ અને ઓફર્સની ભરમાર હોય છે. આવી જ ડિસ્કાઉન્ટ ઓફર લઇને આવી છે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzuki. Maruti Suzuki India Limited સપ્ટેમ્બર મહિનામાં કંપનીની પોતાની એન્ટ્રી લેવલ નાની કારો પર ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે. આ મહિને તમે પણ મારૂતિની ધાંસૂ કાર ખરીદીને બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકો છો. આ ઉપરાંત કંપનીની ઑફરમાં ડિસ્કાઉન્ટની સાથે એક્સચેન્જ બેનેફિટ પણ સામેલ છે. આ તમામ મોડલ કંપનીની Arena ડીલરશિપ પર ઉપલબ્ધ હશે.તો આવો જાણીએ ક્યાં મોડેલ પર કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ.

1. Maruti Suzuki S-Presso

Maruti Suzuki S-Presso એક જાણીતુ મોડેલ છે. મારૂતિ સુઝુકીની આ કાર પર 43,000 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. તેમાં 20,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ સામેલ છે. તે ઉપરાંત 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બેનિફિટ અને 3,000 રૂપિયાનો કોર્પોરેટ બેનેફિટ પણ સામેલ છે.

2. Maruti Suzuki dzire Face lift

Maruti Suzuki dzire Face lift પર સપ્ટેમ્બર મહિનામાં ખરીદી પર તમે 37,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તેમાં 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 25,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 2,000 રૂપિયાનું કોર્પોરેટ બોનસ પણ મળશે.

3. Maruti Suzuki Celerio

મારુતિની Celerio કાર પર 48,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમાં 25 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ કંપની તરફથી ઑફર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આ કાર પર મળી રહ્યું છે. 3,000 રૂપિયાનુ કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આ કાર ખરીદવા પર તમને મળશે.

4. Maruti Suzuki Swift

મારૂતિ સુઝુકીનું સૌથી લોકપ્રીય મોડેલમાની એક છે સીફ્ટ કાર. આ કાર ખરીદવા પર 37,000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ તમે તરત જ મેળવી શકો છો. તેની સાથે 15000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને સાથે 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળશે. આ ઉપરાંત 2000 રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો લાભ પણ તમે મેળવી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube