શિવ મહાપુરાણમાં ભગવાન શંકરે માતા પાર્વતીને રૂદ્રાક્ષનો મહિમા જણાવ્યો હતો. ભગવાન શંકર જ્યારે મનને સંયમમાં રાખી અને વર્ષો સુધી ઘોર તપસ્યામાં લીન રહ્યા હતા. એક દિવસ અચાનક તેમનું મન ક્ષુબ્ધ થયુ અને વિચાર આવ્યો કે તેઓ સંસારના સ્વતંત્ર પરમેશ્વર છે.

આ લીલાવશ તેમણે આંખ ખોલી અને આંખ ખોલતાંની સાથે જ તેમાંથી કેટલાક અશ્રુ જમીન પર પડ્યાં. આ અશ્રુ જ્યાં પડ્યા હતા ત્યાં ત્યાં રૂદ્રાક્ષના ઝાડ ઉગ્યા. રૂદ્રાક્ષ ત્રણ પ્રકારના હોય છે, જે લોકો રૂદ્રાક્ષ ધારણ કરે છે તેમણે અધાર્મિક કાર્યોથી બચવું જોઇએ

સાધુ-સંત અને શિવજીના ભક્ત રૂદ્રાક્ષ વિશેષ રૂપથી ધારણ કરે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને શિવમહાપુરાણ કથાકાર પ્રમાણે રૂદ્રાક્ષની ઉત્પત્તિ શિવજીના આંસુ દ્વારા થઇ છે. એક મુખીથી ૧૪ મુખી સુધીના રૂદ્રાક્ષ હોય છે. જે લોકો રૂદ્રાક્ષ ધારણ કરે છે, તેમણે અધાર્મિક કાર્યોથી બચવું અનિવાર્ય છે. માંસાહાર અને નશાથી દૂર રહેવું જોઇએ. રૂદ્રાક્ષ ત્રણ પ્રકારના હોય છે. થોડાં રૂદ્રાક્ષ આંબળાના આકારના હોય છે. આ રૂદ્રાક્ષ સૌથી સારા માનવામાં આવે છે. થોડાં રૂદ્રાક્ષ બોર સમાન હોય છે, તેમને મધ્યમ ફળ આપનાર માનવામાં આવે છે. ત્રીજા પ્રકારના રૂદ્રાક્ષનો આકાર ચણા સમાન હોય છે. આ રૂદ્રાક્ષને સૌથી ઓછું ફળ આપનાર માનવામાં આવે છે.

કોણ ધારણ કરી શકે રૂદ્રાક્ષ

બ્રહ્મચારી, વાનપ્રસ્થ, ગૃહસ્થ અને સંન્યાસી સૌ કોઈ નિયમપૂર્વક રૂદ્રાક્ષ ધારણ કરી શકે છે. રૂદ્રાક્ષ પહેરવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તમામ આશ્રમ, વર્ણ, સ્ત્રીઓ અને પુરુષો રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. રૂદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિએ ખાન-પાનમાં તામસિક વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ.

રૂદ્રાક્ષ સાથે જોડાયેલી આ વાતોનું ધ્યાન રાખવું જોઇએઃ-

જો કોઇ રૂદ્રાક્ષ ખરાબ હોય, તૂટલો-ફૂટેલો હોય અથવા ગોળ ન હોય તો આવા રૂદ્રાક્ષને ધારણ કરવાથી બચવું જોઇએ. જે રૂદ્રાક્ષમાં નાના-નાના દાણા બહાર ન આવતાં હોય, તેવો રૂદ્રાક્ષ પહેરવો જોઇએ નહીં.

રૂદ્રાક્ષ ધારણ કરવાની સામાન્ય વિધિઃ-

રૂદ્રાક્ષ સોમવારે ધારણ કરવો જોઇએ. કોઇ અન્ય શુભ મુહૂર્તમાં પણ રૂદ્રાક્ષ ધારણ કરી શકાય છે. રૂદ્રાક્ષને કાચા દૂધ, પંચગવ્ય, પંચામૃત અથવા ગંગાજળ છાંટીને પવિત્ર કરવો જોઇએ. અષ્ટગંધ, કેસર, ચંદન, ધૂપ-દીપ, ફૂલ વગેરેથી શિવલિંગ અને રૂદ્રાક્ષની પૂજા કરવી જોઇએ. શિવમંત્ર ૐ નમઃ શિવાયનો જાપ 108વાર કરવો જોઇએ. લાલ દોરામાં, સોનામાં કે ચાંદીના તારમાં રૂદ્રાક્ષ ધારણ કરી શકો છો. રૂદ્રાક્ષ ધારણ કર્યા બાદ રોજ સવારે શિવજીની પૂજા કરવી જોઇએ.

ક્યો રૂદ્રાક્ષ ધારણ કરવો?
રૂદ્રાક્ષ પહેરાવાથી કેટલાંક દોષોનો નાશ થઈ જાય છે. રૂદ્રાક્ષ શરીરમાં લોહીના ભ્રમણને કાબુમાં રાખે છે. રૂદ્રાક્ષ પહેરવાથી મન શાંત રહે છે. સામાન્ય રીતે પંચમુખી રૂદ્રાક્ષ કોઈ પણ ધારણ કરી શકે છે. જ્યારે એક મુખી રૂદ્રાક્ષ દુર્લભ છે. તે સિદ્ધ કરીને પહેરવાથી સર્વ પ્રકારે સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube