જો તમારી હથેળીમાં હશે આ 5માંથી એક રેખા, તો તમે બની જશો કરોડપતિ

આપણા હાથની હથેળીમાં ઘણી બધી રેખાઓ આવેલ હોય છે. આ બધી જ રેખાઓને પોતાનું અલગ અલગ મહત્વ ધરાવે છે. હાથમાં આવેલ કેટલીક રેખાઓને શુભ માનવામાં આવે છે જયારે કેટલીક રેખાઓને અશુભ પણ માનવામાં આવે છે.

image source

આપના હાથની હથેળીમાં જો કોઈ શુભ રેખા જોવા મળે છે તો આપનું નસીબ જલ્દી જ ચમકી શકે છે. આવા પ્રકારની રેખાઓ જુજ વ્યક્તિઓના હાથમાં જ જોવા મળે છે. શુભ હસ્ત રેખાઓ ધરાવતી વ્યક્તિઓને ક્યારેય પણ નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.

-હસ્ત રેખામાં ત્રિકોણ આકારનું બનવું.:

image source

જો આપના હાથની હથેળીની હસ્તરેખાઓ એકબીજા સાથે જોડાઈને ત્રિકોણનું ચિન્હ બનાવે છે તો આવા ચિન્હને શુભ માનવામાં આવે છે. આપના હાથમાં રહેલ ભાગ્ય રેખા નીકળીને મસ્તક રેખાને ક્રોસ કરતા બુધ પર્વતને મળે છે ઉપરાંત બુધ પર્વતની આગળ આવીને ત્રિકોણ જેવું ચિન્હ બનાવે છે તો આપે સમજવું કે આપ ભાગ્યશાળી છો. હથેળીમાં આવું ચિન્હ ધરાવતી વ્યક્તિઓની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આવી વ્યક્તિઓ પોતાના ધંધામાં ખુબ જ આગળ આવે છે અને તેમના હાથની સાઈઝ જેટલી મોટી હશે એટલો જ વધારે લાભ આપને થઈ શકે છે.

-હથેળીમાં સૂર્ય રેખાનું હોવું.:

image source

જે વ્યક્તિના હાથમાં સૂર્ય રેખા હોય છે તે ખુબ જ શુભ માનવામાં આવી છે કેમ કે, હથેળીમાં સૂર્ય રેખા હોવાના લીધે આવી વ્યક્તિના જીવનમાં સૂર્યદેવ ખુબ પ્રભાવિત કરે છે. આવી વ્યક્તિઓ સૂર્યના પ્રભાવના લીધે પોતાના જીવનમાં આવતી બધી મુસીબતો દુર થઈ જાય છે. આ સાથે જ સૂર્ય રેખા ધરાવતી વ્યક્તિના જીવનકાળ દરમિયાન પૈસાની અછત વર્તાતી નથી.

-હથેળીમાં ભાગ્ય રેખા સીધી અને સ્પષ્ટ હોવી.:

image source

કેટલીક વ્યક્તિઓની હથેળીમાં ભાગ્ય રેખા બિલકુલ સીધી અને સ્પષ્ટ જોવા મળે છે. ભાગ્ય રેખા સીધી અને સ્પષ્ટ ધરાવતી વ્યક્તિને ખબ જ નસીબદાર ગણવામાં આવે છે. આવી વ્યક્તિ પોતાના નાનપણથી જ નસીબ સાથે લઈને આવે છે. આવી વ્યક્તિઓને પોતાના જીવનકાળ દરમિયાન પૈસાને સંબંધિત કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. ઉપરાંત સીધી અને સ્પષ્ટ ભાગ્ય રેખા ધરાવતી વ્યક્તિઓ જે ક્ષેત્રમાં પરિશ્રમ કરે છે ત્યાં આવી વ્યક્તિઓને ફળ સ્વરૂપ સફળતા મળે છે.

-ચંદ્ર પર્વતથી શનિ પર્વત સુધી ભાગ્ય રેખાનું હોવું.:

image source

જો આપની હથેળીમાં કોઈ રેખા ચંદ્ર પર્વતથી નીકળીને શનિ પર્વત સુધી લાંબી હોય અને આ રેખા એકબીજાને ક્રોસ કરતા ખૂણો બનાવતી હોય તો આવી વ્યક્તિ અમીર બની શકે છે. આવી ભાગ્ય રેખા ધરાવતી વ્યક્તિ પર શનિદેવની કૃપા હંમેશા રહે છે. હસ્તરેખામાં આવો યોગ બનતા હોવાના લીધે આવી વ્યક્તિઓ પોતાના ધંધામાં ખુબ જ પ્રગતિ કરે છે અને આવી વ્યક્તિઓને ધનની ઉણપનો સામનો કરવો પડતો નથી.

-શુક્ર પર્વતથી ભાગ્ય રેખા શનિ પર્વત સુધી જાય છે તો.:

image source

જો આપનું સપનું કરોડપતિ બનવાનું હોય અને આપના હાથની હથેળીની હસ્ત રેખા શુક્ર પર્વતથી નીકળીને શનિ પર્વત સુધી લંબાયેલ હોય છે. જો આપના હાથની હસ્ત રેખામાં જો આવી રેખાઓ જોવા મળે છે તો આપે સમજી લેવું જોઈએ કે, આપ પણ આવનાર ભવિષ્યમાં કરોડપતિ બનવાની શક્યતા બની રહી છે. આ મામલામાં આપને અન્ય વ્યક્તિઓ અને પરિવારના સભ્યોનો ભરપુર સહયોગ મળી શકે છે. આવી હસ્ત રેખાઓ જે પણ વ્યક્તિના હાથની હથેળીમાં જોવા મળે છે તેવી વ્યક્તિઓને ખુબ જ નસીબદાર માનવામાં આવે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube