જો તમારા ઘરમાં હશે આ 8 વસ્તુઓ, તો હંમેશા રહેશે તિજોરી ભરેલી અને વાસ્તુદોષ આપોઆપ જ થઇ જશે દૂર

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, ઘરની ખુશહાલી, સુખ- સમૃદ્ધિને સંબંધિત વાસ્તુ શાસ્ત્ર સાથે જોડાયેલ કેટલાક નિયમોનું પાલન કરવું ખુબ જ જરૂરી હોય છે. જો આ નિયમોની પાલન નથી કરવામાં આવતું તો આપના ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થવાથી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવામાં ઘરમાં કેટલીક ચીજ- વસ્તુઓનું રાખવાથી આપના ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થવાની સાથે સાથે ધનની દેવી લક્ષ્મીનો વાસ થાય છે. તો ચાલો આજે અમે આપને જણાવીશું કે, આપે આપના ઘરમાં એવી ૮ વસ્તુઓ વિષે જણાવીશું, કે જેને ઘરમાં રાખવાથી આપના ઘરમાં ઉત્પન્ન થયેલ વાસ્તુદોષના દુર થવાની સાથે સાથે આપના ઘરમાં સુખ- સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે.

-આપે આપના ઘરના અગ્નિ ખૂણામાં એટલે કે ઘરની દક્ષિણ- પૂર્વ દિશામાં તુલસીનો છોડ અને મની પ્લાન્ટનો છોડ લગાવવાનું શુભ માનવામાં આવ્યું છે. ઘરની આ દિશાના દેવતા પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશજીને માનવામાં આવ્યા છે. આવામાં ઘરની આ દિશામાં છોડ લગાવવાથી બધા દુઃખો અને મુશ્કેલીઓ દુર થઈ જાય છે અને આપના ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. આ સાથે જ આ પવિત્ર છોડમાં દેવી- દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આવામાં તેમણે ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જા વધવાની સાથે દેવી લક્ષ્મીનો વાસ થાય છે.

-જે ઘરોમાં વાસ્તુદોષ હોય છે. તેવી વ્યક્તિઓએ પોતાના ઘરમાં વાસ્તુ પુરુષની પ્રતિમાને રાખીને રોજ તેની સામે કપૂરનો દીવો કરીને પૂજા કરવી જોઈએ. આમ કરવાથી આપના ઘરના વાસ્તુદોષ દુર થવાની સાથે જ ઘરમાં આનંદભર્યું વાતાવરણ બનવા લાગે છે.

-જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં સ્વસ્તિકના નિશાનને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. આવામાં ઘરના મુખ્ય દરવાજા પર સિંદૂરથી સ્વસ્તિક બનાવવાથી ઘરની અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકશે નહી. આ સાથે જ ઘર પરિવારના સભ્યોની વચ્ચે ચાલી રહેલ મનદુઃખ દુર થઈ જાય છે, એકતા અને મધુરતા આવે છે.

-નિયમિત રીતે સવારના સમયે પૂજા કર્યા પછી ઘરના બધા ખૂણામાં ગંગાજળનો છંટકાવ કરવાથી નેગેટીવટી દુર થાય છે. આપના ઘરનું વાતાવરણ સકારાત્મક થવાની સાથે જ ખુશહાલી અને સુખ- સમૃદ્ધિથી ભર્યું રહે છે.

-આર્થિક સંકટોનો સામનો કરી રહેલ વ્યક્તિઓએ પોતાના ઘરના પૂજા ઘરમાં લાલ રંગના કપડામાં શ્રીફળને લપેટીને રાખવું જોઈએ. આની સાથે નિયમિત રીતે ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન શ્રીહરિ અને ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાથી લાભ થાય છે. આ સાથે જ પૂજા કરી લીધા પછી શંખનાદ જરૂરથી કરવો જોઈએ.

-આર્થિક રીતે સંપન્ન થવા માટે ઘરે દેવી લક્ષ્મીની સાથે ધનના દેવતા કુબેરની મૂર્તિ અને કુબેર યંત્ર રાખવું જોઈએ. આની સાથે જ નિયમિત રીતે ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો અને શંખનાદ કરીને પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં ફેલાયેલ નકારાત્મક ઉર્જા દુર થવાની સાથે પૈસા સાથે સંબંધિત મુશ્કેલીઓ માંથી છુટકારો મળે છે. વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ થાય છે.

-ઘરના મંદિરમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે પછી પ્રતિમા રાખીને નિયમિત રીતે પૂજા કરવી જોઈએ. એનાથી વાસ્તુદોષ દુર થવાની સાથે આપના જીવનમાં ચાલી રહેલ મુશ્કેલીઓ માંથી પણ આપને છુટકારો મળે છે.

-વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબ, પાણીમાં મીઠું ભેળવીને આખા ઘરમાં પોતુ મારવાથી ઘરમાં ફેલાયેલ નકારાત્મક ઉર્જા દુર થાય છે. એના સિવાય સાંજના સમયે ઘરના બધા ખૂણાઓમાં મીઠું નાખીને સવારે એ જ મીઠાને સાફ કરીને ઘરની બહાર ફેકી દેવાથી પણ આપના ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવાની સાથે ખુશહાલી આવે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube