આ દુનિયામાં લગભગ કોઈ માણસ એવો નહીં હોય કે જેના શરીર પર તલ કે માર્ક નહીં હોય. લગભગ કોઈ માણસને તેના શરીર પર રહેલા તલના મહત્વની જાણ નહિ હોય. આજે અમે તમને જણાવીશું કે મહિલાના શરીર પર તલનુ મહત્વ શું છે તથા ભાગ્ય સાથે કઈ રીતે જોડાયેલા છે? આમ, તો શરીરના જુદા-જુદા ભાગો પર તલનું નિશાન જોવા મળે છે પરંતુ, મહિલાઓના શરીર પણ અમુક એવા ભાગ પર તલ હોય તો તેનાથી ભાગ્યશાળી કોઈ ન હોય. શરીર પર તલ હોવા એ કિસ્મત માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જે મહિલાના પગ પર તલ હોય તેમના યાત્રા કરવાનું ખૂબ જ પસંદ હોય છે. આ મહિલાઓ તેમના જીવન દરમ્યાન યાત્રા કરવાનું ચાલુ રાખે છે. જુદી જુદી જગ્યાએ જવું તેમને ખૂબ જ પસંદ હોય છે. તેથી તે તેમના આખા જીવન દરમિયાન ઘણી બધી જગ્યાઓની મુલાકાત લે છે. જે મહિલાને આંખની પાંપણ પાસે તલ હોય સુધી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે મહિલા ભાગ્યશાળી અને સંવેદનશીલ હોય છે. કોઈ લોકો સાથે ખોટી દલીલ કરવા માટે માનતી નથી.

જે મહિલાઓને ગળાની ઉપર અથવા તો ગાલ પર તલ હોય તેમની સંગીતમાં રુચિ ખૂબ હોય છે. તેઓનો અવાજ ખૂબ જ મધુર હોય છે. તેઓ સંગીતના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી શકે છે. જો કોઈ મહિલા દાઢી માં તલ હોય તો તે અન્ય લોકોથી દૂર રહેવાનું જ પસંદ કરે છે અને તે પોતાના માં જ ખોવાયેલી રહે છે. અન્ય લોકો સાથે વાતચીત કરવી તેને પસંદ નથી તેના કામથી કામ રાખે છે.

જે મહિલાને પીઠ પર તલ હોય તેના પર હંમેશા લક્ષ્મીજી ના આશીર્વાદ રહે છે. ધન તેનાથી ક્યારેય દૂર જતું નથી. આવી મહિલાઓ હંમેશા ધનવાન હોય છે અને તે પોતાની મહેનત થી જ પૈસા કમાય છે તેને અન્ય લોકોની જરૂર પડતી નથી. જો છાતી પર ડાબી બાજુ તલ હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પુરુષોમાં છાતી પર જમણી બાજુ તલ શુભ માનવામાં આવે છે.

જે મહિલાઓને હોઠની ઉપર તલ હોય તે ખૂબ જ પ્રેમાળ સ્વભાવની હોય છે. તે પોતાની પહેલા અન્ય લોકોનું વિચારે છે. દરેક લોકો પ્રત્યે લાગણીશીલ હોય છે. કાનની આસપાસ અથવા તો કાન ઉપર તલ હોય તો તે મહિલાનું જીવન લાંબુ હોય છે. કાન પર તલ તેમનું આયુષ્ય લાંબુ હોય તેમ સૂચવે છે. જે લોકોને મોની આસપાસ અથવા ગાલ પર કોઈ જગ્યાએ તલ હોય તો તે સુખ-સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે. આવી મહિલાઓ જીવનસાથી સારો મળે છે.

આંખની આસપાસ જો તલ હોય તો તે મહિલા ખૂબ જ ઓછું બોલનારી અને વધુ મહેનત કરનારી હોય છે. ભાગ્યના દ્વાર તેના માટે હંમેશા ખુલ્લા જ રહે છે. ડાબા ગાલ પર તલ હોય તો તે મહિલા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમણે લીધે ઘરના કાર્ય શુભ થાય છે અને જો કાર્ય તેમના વડે કરવામાં આવે તો તે ખૂબ જ ઉત્તમ ગણાય છે. જો કોઈ મહિલાને નાક પર અથવા તો નાક ની આજુ બાજુ તલ હોય તો તે અતિ ભાગ્યશાળી હોય છે. નાક પર તલ વાળી મહિલા સાથે લગ્ન કરવાથી તમારું ભાગ્ય પણ બદલાઈ જશે.

કપાળ પર તલ હોય તો તેવી મહિલાઓનું જીવન હંમેશા સુખી હશે. તેમની સાથે રહેતા લોકો પણ તેને લીધે સુખી થશે. જો કોઈ મહિલાઓને આંખની અંદર ના સફેદ ભાગમાં તલ હોય તો તે ખૂબ જ ઉચ્ચ વિચારો ધરાવતી હોય છે. તે કોઈ પણ માણસ વિશે ક્યારેય ખરાબ વિચારતી નથી કે ખરાબ વર્તન કરતી નથી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube