Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Sarkari Yojana

Loan:- જો જો ચૂંકી ન જતા! સરકાર કોઇપણ પ્રકાર ની ગેરેન્ટી વગર આપી રહી છે આ લોન, ૨૫ લાખ લોકો કરી ચુક્યા છે અરજી, જાણો સમ્પૂર્ણ વિગત…

કોવિડ-૧૯ના લીધે લારી-ગલ્લા વાળાઓની રોજીરોટી પર અસર પડી છે. કેન્દ્ર સરકારે આવા વ્યક્તિઓની સહાય માટે સ્વનિધિ યોજનાની આરંભ કરી છે. કોવિડ-૧૯ની સમસ્યા વચ્ચે લોન્ચ પી.એમ. સ્વનિધિ યોજનાનો લાભ મોટાપાયે વ્યક્તિઓ લઈ રહ્યા છે. કોવિડ-૧૯ની સમસ્યા વચ્ચે બે જુલાઈએ આ યોજના આરંભ કરવામાં આવી હતી. પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ ૨૫ લાખથી વધુ અરજીઓ મળેલ છે. જ્યારે ૧૨ લાખથી વધુ વ્યક્તિઓની અરજીઓ પાસ પણ થઇ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં ૬.૫ લાખથી વધુ અરજીઓ મળેલ છે. તેમાંથી ૩.૨૭ લાખ અરજીઓને મંજૂરી આપવામા આવેલ છે. ઉત્તર પ્રદેશમાં સ્વનિધિ યોજનાના લોન એગ્રીમેન્ટ માટે સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવેલ છે.

લારી-ગલ્લાવાળાઓને સરકાર દ્વારા અપાઈ રહી છે લોન

વાસ્તવમાં કોવિડ-૧૯ની સમસ્યાના લીધે મોટા ઉદ્યોગથી લઇને કાયમી મજૂરી કરનારાઓ પ્રભાવિત થયા છે. ઉદ્યોગ તથા ધંધા ફરીથી પ્રારંભ થઇ ગયા છે. પણ મોટા ભાગે એવા વ્યક્તિઓ છે જે રેકડી તથા પાનના ગલ્લા લગાવીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતા હતા. તેમનો વેપાર પ્રારંભ નથી થઇ શક્યો. લોકડાઉનના પ્રભાવને લીધે રેકડી તથા પાનના ગલ્લાવાળાઓને ફરીથી વેપારનો આરંભ કરવા માટે મોદી સરકારએ સ્વનિધિ યોજના હેઠળ પૈસા આપી રહી છે. પી.એમ. સ્વનિધિ યોજના પ્રારંભ થવાથી માર્ગ પર લારી લગાવીને પોતાનો વેપાર કરતા વ્યક્તિઓ વચ્ચે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ લોન પ્રાપ્ત કરો:

પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ રેકડી તથા પાનના ગલ્લા વાળાઓને દસ હજાર રૂપિયાની લોન પ્રાપ્ત થાય છે. પી.એમ. મોદીનું એવુ કહેવુ છે કે આ યોજનાનો લક્ષ્ય માત્ર લોન આપવાનો જ નહી પણ તેનાથી શેરીઓના ફેરીયાઓનો સમગ્ર વિકાસ તથા આર્થિક ઉત્થાનનો છે. જો તમે નાણાના અભાવે રેકડી તથા પાનના ગલ્લા ફરીથી આરંભ ન કરી શક્યા હોય તો ગેરન્ટી વગર તમે પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ દસ હજાર રૂપિયાની લોન પ્રાપ્ત કરી શકો છો. તેના માટે તમે તમારા વિસ્તારની બેન્કમાં જઈને આ યોજના હેઠળ દસ હજાર રૂપિયા મેળવીને વેપાર આરંભ કરી શકો છો.

સમયે લોન ચુકવનારને મળશે આ લાભ

તમને જણાવી દઈએ કે કોવિડ-૧૯ની સમસ્યા વચ્ચે કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આ યોજનાનો આરંભ કર્યો છે. આ યોજના હેઠળ ૫૦ લાખ ૫૦વ્યક્તિઓને લોન આપવાનો નિર્ધાર કર્યો હતો. સૌથી અગત્યની વાત એ છે કે આ યોજના હેઠળ લોન મેળવવા માટે કોઈ ગેરન્ટી આપવાની આવશ્યકતા નથી. રેકડી તથા પાનના ગલ્લા વાળાઓને આ લોન એક વર્ષમાં માસિક હપ્તા સાથે પરત આપવાની છે. લોન સમયે આપનાર વ્યક્તિઓકોને ૭ % વાર્ષિક વ્યાજ સબસિડી પણ મળશે. આ સાથે જ ૧૨૦૦ રૂપિયા સુધીના કેશબેકની પણ આપવામા આવે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

જે લોકો ગામમાં ગયા છે તેઓને કામ બંધ થતાં 6000 રૂપિયા મળશે, કોને મળશે તેનો ફાયદો અને કેવી રીતે મળશે

Nikitmaniya

શું તમારે સરકારી નોકરી ની જરૂર છે, તો આ રોજગાર ભરતી માં તમે પણ ઓનલાયન ફોર્મ ભરો…

Nikitmaniya

ધોરણ 12 પાસ પર મોટી ભરતી ટોટલ જગ્યા- 4873 (સંભવિત) પોસ્ટ ક્લાર્ક તમેજ ડેટા એન્ટ્રી ઓપરેટર

Nikitmaniya