ધડક ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી જ્હાનવી કપૂર હાલમાં જ તેની બહેન ખુશી કપૂર સાથે એક ટોક શો પર પહોંચી હતી. જ્યાં તેણે તેના જીવનને લગતા અનેક રહસ્યો ખોલ્યા હતા. તે જ સમયે તેણે એક વાત એવી પણ કરી કે, જે સાંભળીને તેના ઘણા ફેન્સના દિલ તૂટી શકે છે.
શોમાં જ્હાનવીને જે જે પ્રશ્નો કરવામાં આવ્યા તેના તેણે બિન્દાસથી જવાબો આપ્યા હતા. તેમાંથી એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, જો તેને મોકો મળે તો બોલિવૂડના શાઇનીંગ સ્ટાર વિકી કૌશલ અને કાર્તિક આર્યનમાંથી તે કોને કિસ કરશે. જાન્હવીએ તરત જ વિકી કૌશલનું નામ લીધું. તે જ સમયે આવા જ એક ચેટ શો દરમિયાન સારા અલી ખાને કાર્તિક સાથે ડેટ પર જવાની વાત કરી હતી અને ત્યારછી બંને ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે.
આ સાથે જ એવા સમાચાર છે કે જ્હાનવી વિક્કી કૌશલ સાથે કરણ જોહરની ફિલ્મ તખ્તમાં પણ જોવા મળશે. આ સિવાય શોમાં આવેલી જ્હાનવીની બહેન ખુશીએ જણાવ્યું કે તેના શરીર પર ટેટૂ હોવાને કારણે તે શરમજનક બની ગઈ છે. ખરેખર ખુશીએ તેના ટેટૂ લવ વિશે વાત કરતાં કહ્યું કે, તેના શરીર પર ત્રણ ટેટૂ લગાવેલા છે. જેમાં એક ટેટુમાં સૌથી સારા મિત્રનું નામ છે અને બીજામાં રોમનમાં ફેમેલિ જન્મદિવસ છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.