જેઠાલાલ’ને યાદ આવ્યા જુના દિવસો, Photos ની સાથે શેર કરી ૨૬ વર્ષ જૂની તે વાતો.

દિલીપ જોશી (Dilip Joshi) એ પોતાની ૨૬ વર્ષ જૂની ફોટોસ (Photos) ને શેર કરતા એક ટીવી શો સાથે જોડાયેલ કેટલીક યાદો પણ શેર કરી છે.

 

એક અભિનેતા માટે એનાથી મોટી વાત શું હોઈ શકે કે, તેને તેના દ્વારા નિભાવવામાં આવેલ પાત્રના નામથી ઓળખવામાં આવે છે. આવા જ એક અભિનેતા છે દિલીપ જોશી (Dilip Joshi), તેઓ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘જેઠાલાલ’ તરીકે પ્રસિદ્ધ થયા છે. અભિનેતા દિલીપ જોશીની ફેન ફોલોઈંગ ખુબ જ વધારે છે.

દિલીપ જોશીએ પોતાના ફેંસની સાથે જોડાઈ રહેવા માટે થોડાક સમય પહેલા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એંટ્રી લીધી હતી. ત્યાં જ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર જબરદસ્ત રીતે સક્રિય રહેનાર દિલીપ જોશીએ હવે પોતાની ૨૬ વર્ષ જુના ફોટોના લીધે ચર્ચામાં આવી ગયા છે. આ ફોટોસ દિલીપ જોશીએ વર્ષ ૧૯૯૪ની એક વિશેષ યાદ સાથે શેર કરી છે.

અભિનેતા દિલીપ જોશીએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં દિલીપ જોશીએ પોતાના બે ફોટોને શેર કરી છે. આ ફોટો ૨૬ વર્ષ જૂની છે અને આ ફોટોમાં દિલીપ જોશી ઘણા યંગ જોવા મળી રહ્યા છે. ત્યાં જ દિલીપ જોશીની સાથે અન્ય એક વ્યક્તિ પણ જોવા મળી રહી છે. આ વ્યક્તિ વિષે જણાવતા અભિનેતા દિલીપ જોશીએ કેપ્શનમાં જણાવ્યું છે કે, આ ફોટોસ એક ટીવી શો દરમિયાન લેવામાં આવી છે. અહિયાં જોઈશું અભિનેતા દિલીપ જોશી દ્વારા શેર કરવામાં આવેલ પોસ્ટ..

 

આ પોસ્ટના કેપ્શનમાં અભિનેતા દિલીપ જોશીએ લખ્યું છે કે, ‘જરા હટકે (વર્ષ ૧૯૯૪, Zee TV) આ પહેલી વાર હતું જયારે મને એક લીડિંગ શોની જવાબદારી મળી હતી, આ સારા સજ્જનની સાથે. તેઓ એકલા જ હતા નહી. હું પોતાની જાતને ‘લકી’ માંનું છું કે તે સમયે તેમની સાથે કામ કરી શક્યા, અને મારા સદનસીબીથી સેટ્સ પર તેમના ગીતને સાંભળી શક્યો. આ વસ્તુઓને લેજેન્ડ બનવાથી ઘણા સમય પહેલા!’ જો આપ ફોટો જોઈને નથી સમજી શક્યા તો આપને જણાવી દઈએ કે, આ ફોટોમાં અભિનેતા દિલીપ જોશીની સાથે લકી અલી જોવા મળી રહ્યા છે.

અભિનેતા દિલીપ જોશીએ #fbf #luckyali #onset #memories #1994 પોતાની પોસ્ટમાં આ હૈશટેગનો પણ ઉપયોગ કર્યો છે. આપને જણાવી દઈએ કે, લકી અલી પ્રસિદ્ધ મ્યુઝિક કંપોઝર છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube