Jeep Wagoneerની આ તસવીરો જોઇને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા, જાણો ક્યારે થશે લોન્ચ અને શું રહેશે કિંમત

અમેરિકન આંતરરાષ્ટ્રીય કાર ઉત્પાદક જીપ ફરી એક વાર તેની લોકપ્રિય વાગોનીયર, શક્તિશાળી એસયુવી લોન્ચ કરી રહી છે. જીપ વાગોનીયર ૨૯ વર્ષ પછી ભારતના બજારમાં પરત ફરી રહી છે. જીપ ફરી એકવાર તેના વાગોનીયરને રસ્તા પર ચલાવવાની છે. જીપે આ કારને સૌ પ્રથમ ૧૯૬૨ માં લોન્ચ કરી હતી.  નવી ઝલકથી કારના લુકનો અંદાજો મળી જાય છે. જોકે, એવું પણ બની શકે છે કે લોકો ગ્રાન્ડ ચિરોકી અને Jeep Wagoneerની વચ્ચે મૂંઝવણમાં મૂકાઇ જાય. કારણ કે નવી ગ્રાન્ડ ચિરોકી પણ ટૂંક સમયમાં લોન્ચ થવા જઇ રહી છે.

કંપનીએ Jeep Wagoneerના આ નવી ટીઝરની સાથે કોઇ જાણકારી આપી નથી. લુકની વાત કરીએ તો Jeep Wagoneer અને જીપ ગ્રાન્ડ ચિરોકી લગભગ એક જેવી જ દેખાઇ છે, પણ આ SUVની સાથે અમુક નવા પાર્ટ્સ આપવામાં આવ્યા છે અને અમુક ફીચર્સ પણ બદલવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, Jeep Wagoneerનો પરદો 3 સપ્ટેમ્બરના રોજ કંપની ઉઠાવવા જઇ રહી છે.

ટીઝ કરવામાં આવેલી તસવીરોથી જાણ થાય છે કે, નવી SUV કેવી રહેશે. આ નવી SUVના લૂકમાં આકર્ષણ વધારે છે તેનું નવું ફ્રંટ ગ્રિલ. જે સંપૂર્ણ રીતે ક્રોમ લુકની સાથે મળે છે. ચોરસ ડિઝાઇનની આ ગ્રિલ જૂની Jeep Wagoneer મોડલ્સ જેવી જ લાગે છે પણ છતાં તે ઘણી અલગ છે. આ ગ્રિલની સાઇઝ ૨૦૧૮માં શોકેસ થયેલી વૈગનિયર રોડટ્રિપ કોન્સેપ્ટથી મળી આવે છે, જે ૧૯૬૫ના મોડલ વૈગનિયર પર આધારિત છે. આગળના હિસ્સામાં લાગેલી ગ્રિલ પર વૈગનિયર લખવામાં આવ્યું છે. કેબિનની વાત કરીએ તો ટીઝરમાં રોટકી નોબ જેવું કશુ જોવા મળી રહ્યું છે. જોકે, જોવામાં તે ગિયર જોબ જેવપં દેખાઇ રહ્યું છે.

પણ તે ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમનો કોઈ ભાગ કે SUVના ઘણાં ડ્રાઈવિંગ મોડ્સની સ્વિચ પણ હોઇ શકે છે. મળેલી જાણકારી અનુસાર Jeep Wagoneerને બે વેરિઅન્ટ્સમાં રજૂ કરવામાં આવશે, જેમાં પહેલા વૈગનિયર નામથી આવશે અને બીજા લાંબા વ્હીલબેસના મોડલનું નામ ગ્રાન્ડ વૈગનિયર રહેશે.

કેટલી રહેશે કિંમત

Jeep Wagoneerમાં ૧૨ ઈંચનું ફ્રેમલેસ ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન હોઇ શકે છે, જેનું વેચાણ ૨૦૨૧ના બીજા ક્વાર્ટરમાં શરૂ થવાની આશા છે. જોકે, તેની કિંમતોનો ખુલાસો હજુ સુધી થયો નથી. પણ એક અનુમાન છે કે આ ૭૦ હજાર ડૉલરથી
લઇ ૮૦ હજાર ડૉલરની વચ્ચે આવી શકે છે. આ કાર તેની લોકપ્રિયતાની ટોચ પર પહોંચી ગઈ હતી. જો કે, ૧૯૯૧માં કારનું ઉત્પાદન અટક્યું હતું.


જીપ વાગોનીયર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવનારી પહેલી 4- વ્હીલ ડ્રાઇવ એસયુવી કાર હતી. જીપે પોતાની નવી SUV Jeep Wagoneerની એક ઝલક દુનિયાની સામે રજૂ કરી દીધી છે. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર તેનું ટીઝર અને અમુક તસવીરો શેર કરી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube