જસલીન મથારુ સાથે લગ્નની ખબર પછી, નવા અવતારમાં જોવા મળ્યા અનૂપ જલોટા, જુઓ ફોટા

ભજન સમ્રાટ અનૂપ જલોટા કોઈ ને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ જસલીન મથારુ અને અનૂપ જલોટાને દુલ્હા દુલ્હનના રૂપમાં જોઇને અફવાહનું બજાર ગરમ થઇ ગયું હતું. સોશ્યલ મીડિયા પર દુલ્હા દુલ્હનના અવતારમાં એના ફોટા વાયરલ થયા ,તો લોકો કહેવા લાગ્યા કે બંનેએ લગ્ન કરી લીધા છે. વાયરલ થયેલી તસ્વીરમાં અનૂપ જલોટાએ એના વિષે ચોખવટ કરી અને જણાવ્યું કે એવું કાંઈ નથી.

જણાવી દઈએ કે જસલીન મથારુએ ‘બીગ બોસ ૧૨’ માં પોતાના ગુરુ અનૂપ જલોટા સાથે એન્ટ્રી કરી હતી. ઘણા સમય સુધી બંનેએ પ્રેમી પ્રેમિકા હોવાનું નાટક કર્યું હતું. પછી એ વાતની ચોખવટ થઇ કે જસલીન અનૂપ જલોટાની ફક્ત શિષ્ય છે. જોકે, આજે જે રીતે બંનેની જોડી દેખાડવામાં આવે છે, એ જોઇને તો એવું જ લાગે છે કે બંને એકબીજાના પ્રેમમાં છે.


અવારનવાર જસલીન મથારુ અને અનૂપ જલોટાનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા રહે છે, એવામાં અત્યારે જે લેટેસ્ટ ફોટો વાયરલ થયો છે એમાં અનૂપ જલોટા રેપર યો યો હની સિંહ અને ગાયક બપ્પી લહેરીને ટક્કર દેતા જોવા મળી રહ્યા છે. ભજન ગાયકથી અભિનેતા બનેલા અનૂપ જલોટાએ પોતાનો એક નવો ફોટો શેર કર્યો છે. એમાં એ પોતાની શિષ્યા જસલીન મથારુ સાથે જોવા મળી રહ્યા છે. આ વાયરલ થયેલ ફોટોમાં બંને ગ્લેમરસ કપડામાં દેખાઈ રહ્યા છે.


વાત એવી છે કે , જસલીન અને અનૂપ જલોટા એક સાથે ફિલ્મ ‘વો મેરી સ્ટુડેંટ હે’ માં કામ કરી રહ્યા છે. વાયરલ થયેલ ફોટો શુટિંગ ખત્મ થયા પછી લેવામાં આવેલ છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર અનૂપ જલોટાએ બે ફોટા શેર કર્યા છે. જ્યાં પહેલા ફોટામાં એ જસલીન સાથે દેખાઈ રહી છે, તો બીજા ફોટામાં એ એક ખુરશી પર બેઠેલા છે, જેની પાછળ કેટલાક બેક ડાન્સર દેખાઈ રહ્યા છે.

આ ફોટા શેર કરતા અનૂપ જલોટા એ લખ્યું છે કે,’એક રેપ સોંગ સાથે મારી હવેની ફિલ્મ ‘વો મેરી સ્ટુdડેંટ હે’ હું શુટિંગ પૂરું કર્યું છે. હવે મારી સાથે નાચવા તૈયાર થઇ જાઓ. જલ્દી જ આ ફિલ્મ રિલીજ થશે’. એક બાજુ જ્યાં લોકો અનૂપ જલોટાને આવા દેખાવમાં જોઇને હેરાન છે. તો કેટલાક લોકોને એમનો આવો દેખાવ જરા પણ નથી ગમી રહ્યો અને એમને ટ્રોલ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે ભજન ગાવાની ઉંમરમાં આવું પરિવર્તન યોગ્ય નથી. એટલું જ નહિ, કેટલાક લોકો તો અનૂપ જલોટાને ‘સનકી બુઢા’ પણ કહી રહ્યા છે.


છેલ્લા દિવસોમાં એક ફોટો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો, જેમાં જસલીન દુલ્હન તો અનૂપ દુલ્હાના કપડામાં દેખાઈ રહ્યા હતા. આ ફોટો જોઇને લોકો એમના લગ્ન વિષે શંકા કરી રહ્યા હતા. જોકે, પછી લોકો ના સવાલોના જવાબ આપતા ખુદ અનૂપ જલોટા એ લગ્નની અફવાહને બકવાસ અને ખોટી જણાવી હતી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube