માકો સમ્રાટ નરુહિતોની ભત્રીજી છે. તેણે અને કોમુરોએ ટોક્યોમાં ઈન્ટરનેશનલ ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કર્યો હતો. માકોએ 26 ઓક્ટોબરે બોયફ્રેન્ડ કેઈ કોમ્યુરો સાથે લગ્ન કર્યા. માકોનો પતિ વકીલ છે અને અમેરિકામાં એક ફર્મમાં કામ કરે છે.
જાપાનની રાજકુમારી માકોએ એક સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. જેના કારણે તેણે પોતાનો શાહી દરજ્જો ગુમાવ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, માકો અને તેના બોયફ્રેન્ડ કેઈ કોમ્યુરોના લગ્નના દસ્તાવેજો મંગળવારે સવારે મહેલના અધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
બોયફ્રેન્ડ સાથે લગ્ન કરનાર જાપાનની રાજકુમારીએ તેના પતિ કેઇ કોમ્યુરો અમેરિકામાં રહેશે. જાપાની મીડિયા અનુસાર, પ્રિન્સેસ માકો તેના પતિ સાથે ન્યૂયોર્ક સિટીમાં એક બેડરૂમના ફ્લેટમાં રહેશે.
માકો સમ્રાટ નરુહિતોની ભત્રીજી છે. તેણે અને કોમ્યુરોએ ટોક્યોમાં ઈન્ટરનેશનલ ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કર્યો હતો. તેઓએ સપ્ટેમ્બર 2017 માં લગ્નની જાહેરાત કરી હતી. પરંતુ બે મહિના પછી કોમ્યુરોની માતા સાથે સંકળાયેલા નાણાકીય વિવાદને કારણે લગ્ન મુલતવી રાખવામાં આવ્યા. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વિવાદ સંપૂર્ણપણે ઉકેલાઈ ગયો છે કે નહીં. 30 વર્ષીય કોમ્યુરો 2018માં કાયદાનો અભ્યાસ કરવા ન્યૂયોર્ક ગયો હતો અને ગયા મહિને જ જાપાન પાછી ફરી હતી
જાપાનના શાહી નિયમો અનુસાર સામાન્ય નાગરિક સાથે લગ્ન કરીને, પતિની અટક અપનાવીને માકોએ હવે તેનો શાહી દરજ્જો ગુમાવ્યો છે. કાયદા અનુસાર પરિણીત યુગલે અટકનો ઉપયોગ કરવો જરૂરી છે. મહેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે માકોએ 140 કરોડ યેન એટલે કે 12.3 લાખ ડોલર સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો. તે બીજા વિશ્વયુદ્ધ પછી શાહી પરિવારની પ્રથમ સભ્ય છે જેમને સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરતી વખતે ભેટ તરીકે કોઈ પૈસા લીધા ના હતા.
પ્રિન્સેસ માકો ટોક્યોમાં પોતાનો શાહી બંગલો છોડી ચૂકી છે. આ કપલ હાલમાં ટોક્યોમાં એક એપાર્ટમેન્ટમાં રહેવા અને પછી અમેરિકા જવાની યોજના બનાવી રહ્યું છે. મકોનો પતિ વકીલ છે અને અમેરિકામાં એક ફર્મમાં કામ કરે છે. ન્યુયોર્ક સિટીના અમુક વિસ્તારોમાં એક બેડરૂમના ફ્લેટનું મહિનાનું ભાડું 2.2 લાખથી 8.2 લાખ પ્રતિ માસ છે.
મંગળવારે સવારે તે આછા વાદળી રંગનો ડ્રેસ અને હાથમાં ગુલદસ્તો પહેરીને મહેલની બહાર આવી હતી. ત્યાં તેણી તેના માતાપિતા ક્રાઉન પ્રિન્સ અકિશિનો, ક્રાઉન પ્રિન્સેસ કીકો અને તેની બહેન કાકોને મળી.
ઈમ્પિરિયલ હાઉસ’ કાયદા અનુસાર, શાહી પરિવારની મહિલા સભ્યો જ્યારે સામાન્ય નાગરિક સાથે લગ્ન કરે છે ત્યારે તેમને તેમનો શાહી દરજ્જો ગુમાવવો પડે છે. આ પ્રથાને કારણે રાજવી પરિવારના સભ્યો ઘટી રહ્યા છે અને ગાદીના વારસદારોની અછત છે. નરુહિતો પછી, માત્ર અકિશિનો અને તેમના પુત્ર પ્રિન્સ હિસાહિતો ઉત્તરાધિકારની રેસમાં છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.