જાણવા જેવું – લોહી વિશે જાણવા જેવું

લોહી વિશે જાણવા જેવું

પૃથ્વી પરના પ્રાણીપક્ષીઓજળચર અને જંતુઓના શરીરમાં વિવિધ અંગોમાં શક્તિ પહોંચાડવા માટે પ્રવાહી લોહી સમગ્ર શરીરમાં ફરતું રહે છે. દરેક સજીવના લોહીની વિશેષતા અલગ અલગ છે.

લોહી હિમોગ્લોબીન તત્વને કારણે લાલ દેખાય છે. લોહીમાં રક્તકણોશ્વેતકણો અને તેને તરતાં રાખનાર પ્રવાહી પ્લાઝમાં હોય છે. લોહી વિશે કેટલીક રસપ્રદ વાતો પણ જાણવા જેવી છે. શરીરની રકત વાહિનીઓમાં ફરતું લોહી સતત ફરતું રહી લાખો કિલોમીટરનું અંતર કાપે છે.

માણસના શરીરના વજનનો સાત ટકા ભાગ લોહીનો છે. લોહીમાં રહેલા રક્તકણો 120 દિવસ જીવે છે અને તે નાશ પામીને નવા બને છે. આમ લગભગ સાત દિવસમાં તમામ રક્તકણો બદલાઈ ગયેલા હોય છે.

જુદા જુદા માણસોના લોહીનું બંધારણ જુદુ જુદું હોય છે. તે અલગ ગ્રુપથી ઓળખાય છે. લોહી અન્ય જરૂરિયાતવાળા દર્દીને આપી શકાય છે. લોહીમાં રહેલા શ્વેતકણો રોગોના જંતુઓ સામે લડીને શરીરને રોગોથી બચાવે છે.

અવનવું જાણવા જેવું – અવાજ વિશે જાણવા જેવું

અવાજ વિશે જાણવા જેવું

આદિકાળનો માણસ વીજળીના કડાકા,વાદળોનો ગડગડાટ, સમુદ્રના મોજાંની પછડાટ વગેરેનો અવાજ સાંભળી ભયભીત થઈ જતો.

ઈ.સ. પૂર્વે 350 ના સમયગાળામાં એરિસ્ટોટલ નામના વિજ્ઞાનીએ ઝણઝણતા તાર હવાને ધ્રુજાવે છે એટલે અવાજ ચારેતરફ ફેલાય તેવી શોધ કરીને અવાજના વહન માટે માધ્યમની જરૂર હોવાનું તારણ કાઢયું હતું. હવા ન હોય તો અવાજ ન હોય. બીજા એક રોમન વિજ્ઞાની એનિશિયસ મેનેલસે શાંત પાણીમાં લખોટી નાખીને પાણીમાં પેદા થતાં તરંગોને અવાજના તરંગો સાથે સરખાવ્યા હતા. આજે પણ આપણે એક કેન્દ્રની આસપાસ રચાતા વર્તુળાકાર તરંગોની કલ્પનાથી અવાજને ઓળખીએ છિએ. અવાજનાં મોજાને સ્ક્રીન પર જોવા માટે “ઓસિલોમીટર” નામનુ સાધન પણ વિકસાવ્યુ છે.

અવાજ ધ્રુજારીમાંથી પેદા થતી ઊર્જા છે. ગતિની જેમ તે પણ દૂર સુધી જતાં મંદ પડે છે.

અવાજના મોજાંને પ્રેશર વેવ પણ કહે છે. અવાજ જે પદાર્થ સાથે અથડાય કે પસાર થાય તેને પણ ધ્રુજાવે છે.

અવાજના મોજાંને ભૂગંળા કે નળી દ્રારા ઈચ્છિત દિશામાં વાળી શકાય છે.

પહાડો કે ઊંચી દિવાલ પર ટકરાયેલા અવાજનાં મોજાં પડઘારૂપે પાછા ફી સંભળાય છે.

અવાજના મોજાંના વર્તુળનો ઉપયોગ કરીને અલ્ટ્રાસાઉન્ડ, ડોપલર, રડાર વિગેરે સાધનો વિકસ્યા છે.

જાણવા જેવું – વાતાવરણનુ ભેજનુ પ્રમાણ માપવાની અજાયબ પદ્ધતિઓ

હવામાનની માહિતીમાં તાપમાનવરસાદનું પ્રમાણ તેમજ ભેજનું પ્રમાણ જણાવવામાં આવે છે. હવામાનની કેટલીક આગાહીઓ માટે વાતાવરણમાં કેટલો ભેજ છે તે જાણવું જરૂરી છે. ભેજ માપવાના સાધનને હાઇગ્રોમીટર કે સાઇકોમીટર કહે

સ્વિટઝરલેન્ડના વિજ્ઞાની હોરેસ બેનેડિક્ટ ઇ.સ 1783 માં પ્રથમ ભેજમાપક બનાવ્યું હતુ.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તે સાધના માણસના વાળનો ઉપયોગ કરીને ભેજ માપતું. માણસના વાળ હવામાં ભેજ વધુ હોય ત્યારે લંબાઈમાં થોડા વધે છે. સૂકાય એટલે ટૂંકા થાય છે.

બેનેડિક્ટ એક પાત્રમાં માણસનો વાળ ખુલ્લા વાતાવરણમાં મૂકી તેની લંબાઈમાં થતી વધઘટ ચોકસાઈથી માપી ભેજનું પ્રમાણ જાણવાની પદ્ધતિ વિકસાવેલી. આ પદ્ધતિનો ઉપયોગ કરીને ઘણાં વર્ષો સુધી આગાહીઓ થતી.

બીજી પદ્ધતિ પણ જાણવા જેવી છે.

હવામાં ભેજ વધુ હોય ત્યારે ધાતુઓમાં વીજળીનો પ્રવાહ વધી જાય છેભેજ ઓછો હોય તો વીજપ્રવાહ પણ મંદ પડે છે. આધુનિક હાઇગ્રોમીટરમાં લિથિયમ ક્લોરાઇડની પટ્ટી ખુલ્લા વાતાવરણમાં મૂકી તેમાં પસાર થતા વીજપ્રવાહનું માપ નોંધી હવામાં ભેજની વધઘટનો અંદાજ લગાવાય છે.

Janva Jevu gujarati – પતંગિયા જગત વિષે જાણવા જેવું

પતંગિયા જગત વિષે જાણવા જેવું
રંગબેરંગી પતંગિયાં ખૂબ જ સુંદર અને મનમોહક હોય છે. તેમને જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. પતંગિયાં ફૂલોની આજુબાજુ જ તેમનું જીવન પસાર કરતાં હોય છે. ફૂલોના રસને ચૂસીને તેઓ પોષણ મેળવતાં હોય છે. પતંગિયાંના લગભગ 28000 પ્રકાર છે. દરેક પતંગિયાનો આકાર અલગ અલગ હોય છે. તેમનું વજન ફૂલની બે પાંખડી જેટલું હોય છે. પતંગિયાનો જીવનકાળ ચાર અવસ્થામાંથી પસાર થાય છે.
પહેલું ઈડાં, બીજુ લાર્વા (નાનો કીડો), ત્રીજું પ્યુપા અને ચોથું પતંગિયું. પતંગિયાનો લાર્વા અમુક જાતિના છોડ પર જ જીવે છે, બાકી અન્ય છોડ પર તે નષ્ટ થઈ જાય છે. માટે દરેક જાતના પતંગિયાની માદા ચોક્કસ જાતના ફૂલ ઉપર જ ઈંડા મૂકે છે. નર પતંગિયાની સંખ્યા માદા પતંગિયા કરતાં વધારે છે.
માદા 400 ઈંડાં મૂકે છે. તેમના ઈંડાનો રંગ પીળોનારંગી અને લીલો હોય છે. મોટાભાગે વંદા તેમનાં ઈંડાં ખાઈ જાય છે. આ કારણે પતંગિયાની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. એક અઠવાડિયા બાદ ઈંડામાંથી લાર્વા નીકળે છે. લાર્વા તૂટેલા ઈડાનાં છોતરાંમાંથી જ પોતાનો ખોરાક મેળવે છે.

પછી પાંદડાં ખાવા લાગે છે. લાર્વા તેમના વજન કરતાં પણ વધારે પાંદડાં ખાઈ જાય છે. થોડા દિવસ બાદ લાર્વા ખૂપામાં પરિવર્તિત થાય છે અને સમય જતા આ યૂપામાંથી પતંગિયું નીકળે છે. થોડી મિનિટોમાં તેમની પાંખોમાં લોહીનો પ્રવાહ શરૂ થઈ જાય છે અને તે ઊડવા માટે તૈયાર થઈ જાય છે. પુખ્ત વયનું થતા પતંગિયું ફૂલોમાંથી રસ ચૂસવા લાગે.

વૈજ્ઞાનિકોના મત મુજબ પતંગિયાંની ઉત્પત્તિ આજથી દસ કરોડ વર્ષ પહેલાં થઈ હતી. મનુષ્ય કરતાં પણ પહેલાં પતંગિયાનું અસ્તિત્વ માનવામાં આવે છે. મોટાભાગે પતંગિયાં ફૂલોનો રસ ચૂસીને પોતાનો ખોરાક મેળવે છે. જોકે કેટલાંક પતંગિયાં પશુઓના મળમાંથી પણ પોતાનો ખોરાક મેળવે છે.

જ્યારે કેટલાંક પતંગિયાં પાકેલાં કેળાંમાંથી ખોરાક આરોગે છે. પતંગિયાં ખોરાક પર ઊભા રહીને તેનો સ્વાદ ચાખે છે, કારણ કે તેમની સ્વાદ પારખવાની શક્તિ તેમના પગમાં હોય છે. પતંગિયાં દિવસમાં ખોરાકની શોધમાં રખડે છે અને રાતે નિષ્ક્રિય થઈ આરામ કરે છે.
કેટલાંક પતંગિયાં તડકામાં રહેવાનું વધારે પસંદ કરે છે, જ્યારે કેટલાંક છાંયડામાં રહેવાનું પસંદ કરે છે. ધરતી પર એવાં ઘણાં પક્ષીઓ અને જીવજંતુઓ છે જેઓ પતંગિયાંનો શિકાર કરીને ખાઈ જાય છે. કેટલાંક પતંગિયાં ઝેરીલાં પણ હોય છે. તેઓ મુખ્યત્વે લાલ, લીલો અને પીળા જેવા પ્રાથમિક રંગો જ જોઈ શકે છે.
પતંગિયા સાંભળી શકતાં નથી. આ કારણે તેઓ શિકારીઓને તેમના કંપનથી જ ઓળખી કાઢે છે. વિશ્વનું સૌથી મોટા કદનું પતંગિયું ઓર્નિયોપ્ટેરા અલેક્ઝન્ડિયા જાતિનું હોય છે તેમજ ભારતમાં જોવા મળેલું સૌથી મોટું પતંગિયું કોમન બર્ડનિંગ છે અને સૌથી નાનું પતંગિયું ગ્રાસ જ્વેલ છે.

ગુજરાતી જાણવા જેવું – માનવીના મગજ વિશે જાણવા જેવું

માણસનું મગજ શરીરના કોઈ પણ અંગ કરતાં વધારે જટિલ છે અને હજી એને પૂરેપૂરું સમજી શકાયું નથી. હજી એવું ઘણું હશે જે આપણે જાણતા નહીં હોઈએ. અહીં કેટલીક રસપ્રદ વાતો જોઈએ.

યુગોથી માનવ મસ્તિષ્કે લોકોને અચરજમાં રાખ્યા છે. કેટલાક વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ એમની આખી જિંદગી મગજ કેમ કામ કરે છે તે સમજવામાં ગાળી છે. માનવશરીરના આ કલ્પનાતીત અંગ વિશે જાણીને આનંદ અનુભવીએ તેમાં નવાઈ નથી. અહીં નીચે કેટલીક હકીકતો આપીએ છીએ, જેથી ખ્યાલ આવશે કે મગજ કેમ કામ કરે છે, કેમ એનો વિકાસ થાય છે, એ શાનું નિયંત્રણ કરે છેએ કઈ રીતે ઊંઘ લાવે છે, સપનાં જૂએ છે, યાદ રાખે છે અને એવી બીજી ઘણીયે વાતો છે. એ જાણવાની ખરેખર મઝા આવશે.

1. મગજ અને શરીરનાં બીજાં અંગો વચ્ચે વહેતા સંદેશ કલાકના 270 કિલોમીટરથી વધારે ઝડપથી જતા હોય છે.
2. મગજ માત્ર 10 વૉટના બલ્બ જેટલી જ ઊર્જા વાપરે છે.
3. મગજના કોશ પાંચ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા જેટલી માહિતી સંઘરી શકે છે.
4. તમારા લોહીમાં પ્રવેશતા ઑક્સીજનનો પાંચમો ભાગ તો મગજ વાપરે છે.
5. મગજ દિવસ કરતાં રાતે ઘણું વધારે સક્રિય હોય છે.
6. વૈજ્ઞાનિકો કહે છે કે I.Q. ઊંચો હોય તો સપનાં વધારે આવે.
7. ન્યૂરોન આખી જિંદગી પાંગરતા રહે છે.
8. અલગ અલગ પ્રકારના ન્યૂરોનમાં માહિતીની ગતિ એકસરખી નથી હોતી.
9. મગજને પોતાને પીડા નથી થતી.
10. મગજ એટલે 80 ટકા પાણી!.
11. મગજની સામાન્ય ખાસિયતો

 • વજનઃ મગજનું વજન લગભગ 1 કિલો 360 ગ્રામ હોય છે.
 • ચામડીઃ તમારી ચામડીનું વજન મગજના વજન કરતાં બમણું હોય છે.
 • રંગઃ મગજનો 60 ટકા ભાગ સફેદ અને 40 ટકા ભાગ રાખોડી હોય છે.
 • ન્યૂરોનઃ મગજમાં 100 અબજ ન્યૂરોન હોય છે.
 • સાઇનૅપ્સઃ દરેક ન્યૂરોનના 1000 થી માંડીને 10000 સાઇનૅપ્સ (ન્યૂરોનના વીજળી કે રાસાયણણિક સંકેતને બીજા કોશ સુધી જવા દેતું તંત્ર) હોય છે.
 • સૌથી મોટું મગજઃ હાથીનું મગજ માણસના મગજ કરતાં કદમાં મોટું હોય છે, પણ શરીરની સાથે સરખાવીએ તો માનસનું મગજ શરીરના વજનના 2 ટકા જેટલું હોય છે જ્યારે હાથીનું મગજ માત્ર 0.15 ટકા જેટલું હોય છે. આમ માણસનું મગજ શરીરની તુલનામાં બધાં પ્રાણીઓમાં મોટું છે.
 • રક્તવાહિનીઓઃ મગજમાં આવેલી રક્તવાહિનીઓની કુલ લંબાઈ 16000 કિલોમીટર છે.
 • ચરબીઃ મગજ શરીરનું જાડામાં જાડું અવયવ છે. એમાં 60 ટકા જેટલી ચરબી હોય છે.
 • નવજાત શિશુના મગજની વૃદ્ધિઃ નવજાત શિશુનું મગજ પહેલા વર્ષમાં વધીને ત્રણગણું થાય છે.
 • વૃદ્ધિ ક્યારે અટકેઃ તમે 18 વર્ષના થાઓ ત્યારે મગજની વૃદ્ધિ અટકી જાય છે.
 • બાળકની શીખવાની ક્ષમતાઃ બાળકને નવું શીખવાનું પ્રોત્સાહન મળે તેવા વાતાવરણની જરૂર હોય છે. સારું વાતાવરણ મળે તો એની ક્ષમતા ૨૫ ટકા વધી જાય છે, એથી ઉલટી સ્થિતિમાં ૨૫ ટકા જેટલો ઘટાડો થાય છે.
 • નવા ન્યુરોનઃ માણસના મગજમાં માનસિક સક્રિયતા પ્રમાણે આખી જિંદગી નવા ન્યુરોન બનતા રહે છે.
 • મોટેથી વાંચોઃ બાળક સમક્ષ મોટેથી વાંચવાથી અને એની સાથે વાત કરવાથી એના મગજનો વિકાસ થાય છે.
 • લાગણીઓઃ આનંદ, સુખ, ભય અને શરમ-સંકોચ જેવી લાગણીઓ જન્મ સાથે જ વિકસ્સી ચૂકી હોય છે. આ લાગણીઓનો વિકાસ શી રીતે થાય છે તેનો આધાર એના ઉછેર પર રહે છે.
 • સ્પર્શેન્દ્રીયનો વિકાસઃ ગર્ભમાં સૌથી પહેલાં સ્પર્શેન્દ્રીયનો વિકાસ થાય છે. આઠ અઠવાડિયાંનો જીવ એના હોઠ અને ગાલ દ્વારા સ્પર્શનો અનુભવ કરે છે. 12 અઠવાડિયાં સુધી પહોંચતાં એનું આખું શરીર સ્પર્શને જાણી શકે છે.
 • દ્વિભાષી મગજઃ પાંચ વર્ષથી નાની ઉંમરે જે બાળકો બે ભાષા શીખે છે તેમના મગજની સંરચનામાં ફેરફાર થાય છે અને પુખ્ત વયે એમના મગજમાં રાખોડી રંગનો ભાગ વધારે હોય છે.
 • બાળક સાથે જાતીય દુરાચારઃ અધ્યયનો પરથી જણાયું છે કે બાળક સાથે જાતીય દુરાચાર થાય તો એમના મગજના વિકાસ પર અવળી અસર પડે છે અને આ અસર કાયમી હોય છે.
12. મગજનાં કાર્યોઃ
આપણે મગજનાં ન દેખાતાં કાર્યો વિશે જાણ્યું, હવે કેટલાંક દેખાતાં કાર્યો જોઈએઃ

 • લોહીઃ મગજ ઑક્સીજનની જેમ લોહી પણ સૌથી વધારે વાપરે છે. શરીરમાં ફરતા લોહીમાંથી 20 ટકાનો ઉપયોગ મગજ કરે છે.
 • બેભાન થઈ જવું: મગજ માત્ર આઠ કે દસ સેકંડ માટે લોહી ગુમાવે તો તમે બેભાન થઈ જશો.
 • બગાસાં: એમ માનવામાં આવે છે કે બગાસું મગજને વધારે ઑક્સીજન પહોંચાડે છે. આ રીતે એ એને વધારે ચપળ અને જાગૃત બનાવે છે.
 • માત્ર 10 ટકા?: માણસ પોતાના મગજનો માત્ર 10 ટકા ઉપયોગ કરે છે એ જૂની માન્યતા સાચી નથી. મગજના દરેક ભાગનાં કામો જાણી શકાયાં છે.
 • મગજનું મૃત્યુઃ મગજ 4-6 મિનિટ ઑક્સીજન વગર જીવી શકે છે અને પછી મરવા લાગે છે. ઑક્સીજન 5-10 મિનિટ ન મળે તો મગજને કાયમી નુકસાન થાય છે..
 • આકરામાં આકરો તાવઃ હવે ક્યારેક, ન કરે નારાયણ,ને માંદા પડો તો યાદ રાખશો કે માંઅસમાં આકરામાં આકરો તાવ 115.7 ડિગ્રી સેલ્શિયસનોંધાયો છે અને તેમ છતાં દરદી જીવતો રહ્યો છે..
 • સ્ટ્રેસ (દબાણ): વધારે પડતો સ્ટ્રેસ (માનસિક દબાણ) અનુભવીએ તો એ મગજના કોશો, મગજની સંરચના અને કાર્યકલાપમાં ફેરફાર કરી નાખે છે.
 • લવ હૉર્મોન્સ અને ઑટીઝમઃ ઑક્સીટોસિન નામનો હૉર્મોન મગજમાં પ્રેમની લાગણી પેદા કરે છે. ઑટીઝમનો શિકાર બનેલાં બાળકો અમુક ક્રિયાઓ વારંવાર કર્યા કરે છે. પરંતુ એમને આ લવ હૉર્મોન આપવાથી આવી વર્તણૂક પર કાબૂ મેળવવામાં ફાયદો દેખાયો છે.
 • આહાર અને બુદ્ધિમત્તાઃ ન્યૂ યૉર્કમાં દસ લાખ નિશાળિયાં બાળકોની આહારની પસંદગી વિશે એક અભ્યાસ કરવામાં આવ્યો. એમાં જણાયું કે જે બાળકો લંચમાં કૃત્રિમ સ્વાદ, પ્રીઝર્વેટિવ ( આહારને લાંબો વખત ટકાવી રાખવા માટે ઉમેરાતા પદાર્થો) અને રંગ ઉમેરેલા હોય તેવા આહાર લંચમાં લેનારાં બાળકોની સરખામણીએ જે બાળકો આવા આહાર વિના લંચ લેતાં હોય છે તેમનો IQ ૧૪ ટકા વધારે સારો હોય છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube