એક બાજુ ચીન ગ્લોબલ ટ્રેડમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, તો બીજી બાજુ બીનપારદર્શકતાના કારણે કેટલીએ ઘાલમેલ વર્તાઈ રહી છે. જેમ કે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસે એ વાતની જાણકારી નથી કે વિશ્વભરમાં ચીને કેટલું ઉધાર આપ્યું છે. ઘણા ગરીબ દેશોમાં રાજકારણીય સ્તર પર જ લેતીદેતી થઈ જાય છે, જેનો કોઈ ઉલ્લેખ નથી મળતો. તેને ગુપ્ત ઉધારી પણ કહે છે. જાણો, આ રીતે દુનિયાના કેટલા દેશ ચીનની ઉધારીમા ડૂબેલા છે.

અહીં તેનો ઉલ્લેખ કરવામા આવ્યો છે

હાવર્ડ બિઝનેસ રિવ્યૂના એક અહેવાલમાં આ વિષે જણાવવામાં આવ્યું છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચીને વિતેલા એક દાયકામાં ઘણા બધા વિકાસશીલ દેશોને ઉધાર આપ્યું છે, જેનો સાર્વજનિક કાગળિયાઓ પર કોઈ જ ઉલ્લેખ નથી કવરામા આવ્યો. જો તે ઉધારીની વાત કરીએ તો, જે જાહેર છે, તે રકમ જાણીને પણ તમારા હોશ ઉડી જશે.

આ રકમ ટ્રિલિયનમાં છે. ચીને વિશ્વના 150 દેશોને 1.5 ટ્રિલિયન ડોલરની લોન આપી છે. આ ડાયરેક્ટ લોન છે. આ ઉપરાંત વેપાર માટે અલગ અલગ મદદ પણ ચીન કરી રહ્યું છે. આ રકમમને જો ભારતીય મૂલ્ય સાથે આંકવામાં આવે તો તે 11,01,64,50,00,00,000 ભારતીય રૂપિયા છે. આ રકમની સાથે જ હવે ચીન દુનિયાનો સૌથી વધારે ઉધારી આપતો દેશ બન્યો છે. એટલે સુધી કે વર્લ્ડ બેંક, આઈએમએફ જેવી સંસ્થઆઓ અને સરકારોએ મળીને પણ આટલી લોન નથી આપી જેટલી ચીને એકલે હાથે આપી છે.

લોન પર નજર રાખી રહેલી સંસ્થાઓ જેમ કે મૂડીઝ કે પછી સ્ટેન્ડર્ડ એંડ પુઅર્સ પ્રાઇવેટ લોન દેનારાઓ પર ફોકસ કરે છે. ચીન સરકારી સંસ્થાઓ દ્વારા લોન આપે છે માટે લોન પર નજર રાખનારી સંસ્થાઓની રડારથી તે બચી જાય છે. આ ઉપરાંત ચીન પેરિસ ક્લબનું પણ સભ્ય નથી, જે લોનમાં પારદર્શકતા રાખે છે. તમને જણાવી દઈએ કે પેરિસ ક્લબ લોન આપનારા રાષ્ટ્રોનો એક સમૂહ છે જેની પાસે પ્રામાણિક ડેટા હોય છે.

ગુપ્ત લોન આથી પણ વધારે છે

અમેરીકન જાસુસી સંસ્થાની જાણકારીના આધારે હાવર્ડના આંકડા જણાવે છે કે કોઈ વિકાસશીલ દેશને ચીન પાસેથી કેટલી રકમ લઈ રાખી છે. તેમાં ખુલી રીતે આપવામાં આવેલી લોન (વિકાસના નામ પર ઇન્ફ્રામાં લોન) અને ગુપ્ત લોન બન્નેનો સમાવેશ થાય છે. તે પ્રમાણે આખી દુનિયાના દેશો પાસે ચીનનું 5 ટ્રિલિયન ડોલર કરતાં પણ વધારે ઉધારી છે.

શા માટે ચીન આટલી બધી રકમ ઉધાર આપે છે

આમ તો ચીન કોઈ પણ દેશને આટલી મોટી રકમ ઉધાર આપે તેવું નથી, પણ તેની પાછળ તેની એક મોટી વ્યૂહરચના છૂપાયેલી છે. વાસ્તવમા ગરીબ દેશો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામ પર પૈસા લે છે પણ સમય પર તેઓ પોતાની તે ઉધારી ચુકવી નથી શકતા. તેવામા ચીન તેમને ત્યાં કોઈ બંદરને ભાડા પર લઈ લે છે. અથવા તો તેમના આંતરિક રાજકારણમાં દખલગીરી કરે છે જેથી કરીને તેને ફાયદો થઈ શકે.

ચીનની નીતિઓ જાણીતી છે

ચીનના લોન આપવા અને ગુલામ બનાવવાની નીતિ અર્થવ્યવસ્થામાં ઘણી જાણીતી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના નામ પર પહેલા ઉધાર આપવું અને પછી તે દેશનો એક રીતે કબજો લઈ લેવો, તેને ડેટ-ટ્રેપ ડિપ્લોમસી (Debt-trap diplomacy) કહે છે. આ શબ્દ ચીન માટે જ બન્યો છે. બીજી બાજુ ચીન કહે છે કે ઉધાર લઈને ગરીબ દેશો વિકાસ કરી શકે – તે જ તેમનો ઉદ્દેશ છે. પહેલેથી જ ચીન આ પોલીસી અપનાવતું આવ્યું છે. તે હેઠળ પેહલા તો તે નાના પણ કમ્યુનિસ્ટ દેશોને ઉધાર આપ્યા કરતો હતો પણ હવે તેની આ નિતિ આખાએ વિશ્વમાં ફેલાઈ ગઈ છે.

આફ્રીકામાં ચીનની ઘૂસણખોરી

ઉદહારણ તરીકે ચીને આફ્રીકન દેશોમાં મોટું રોકાણ કર્યું છે. તે પાછળનું કારણ એ છે કે આફ્રિકા ના મોટા ભાગના દેશ ગરીબ છે અને વિકાસનો પ્રયાસ કરી રહ્યા છે. બ્લૂમબર્ગ-ક્વિંટ વેબસાઇટના એક અહેવાલ પ્રમાણે આફ્રીકન દેશ જીબુતી પર ચીનનું સૌથી વધારે દેવું છે. તેના પર જીડીપીના 80% કરતાં પણ વધારે વિદેશી ઉધારી છે, જેમાં 77 ટકા કરતાં પણ વધારે ઉધાર ચીને આપ્યું છે. હવે ચીન અહીંના રાજકારણમાં પણ દખલગીરી કરવા લાગ્યું છે.

એશિયામાં પણ ચીન પગપેસારો કરી રહ્યું છે

આફ્રીકા જ નહીં, પણ એશિયાના વિવિધ દેશો જેમ કે નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા પણ ચીનની ઉધારીના બોજ તળે દબાયેલા છે. શ્રીલંકાએ હંબનટોટામાં દોઢ બિલિયન ડોલરના બંદરને બનાવવા માટે ચીનની મદદ લીધી છે. શ્રીલંકાને લાગ્યું કે તેનાથી તેમને વેપારમાં ફાયદો થશે અને ધીમે ધીમે તેઓ દેવું ચૂકવી દેશે. આ પ્રોજેક્ટ માટે 2007થી 2014 વચ્ચે શ્રીલંકાની સરકારે ચીન પાસેથી 1.26 અરબ ડોલરની ઉધારી લીધી. ત્યાર બાદ આટલું મોટું દેવું નહીં ચૂકવી શકવાના કારણે તેણે પોતાનું બંદર ચીનને ભાડે આપી દેવું પડ્યું. હવે આખા 99 વર્ષ સુધી તે બંદર પર ચીનનો જ કબજો રહેશે.

પાકિસ્તાન સાથે ચીનની રમત

પાડોશી દેશ પાકિસ્તાન પણ ચીનનું દેવાદાર બની ગયું છે. તમને જણાવી દઈએ કે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એટલે કે સીપીઈસી તૈયાર થઈ રહ્યો છે. તેના માટે પણ ચીને 80 ટકાથી વધારે રકમ પાકિસ્તાનને આપી છે. એટલે સુધી કે કામ માટે ઉપકરણો તેમજ મજૂરોની વ્યવસ્થા પણ ચીને કરી છે.

આ રીતે તે પાકિસ્તાનમાં પણ પોતાને મજબુત બનાવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પ્રમાણે વર્ષ 2022 સુધીમાં પાકિસ્તાને ચીનને 6.7 અરબ ડોલર ચૂકવવાના છે. પણ બધા જ જાણે છે કે પાકિસ્તાન પહેલેથી જ ગરીબીની માર ભોગવી રહ્યું છે ત્યાં આ દેવું તે કેવી રીતે ચૂકવી શકશે. અને આમ તો વહેલા મોડું ચીનના દેવા તળે દબાઈ જશે. અને તેના વર્તન પરથી તે દબાઈ ગયું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube