ધનની આવક સાથે નકારાત્મક અને સકારાત્મક ઊર્જાનો ખાસ સંબંધ હોય છે. ધન જીવન જીવવા માટે જરૂરી છે એટલા જ માટે દરેક વ્યક્તિ સવારથી રાત સુધી ની દોડધામ કરે છે. જો કે કેટલાક લોકો એવા હોય છે કે જે દિવસ રાતની દોડધામ કર્યા પછી પણ ધન એકત્ર કરવા સક્ષમ નથી હોતા. એટલે કે તેઓ જે ધન કમાય છે તે કોઈને કોઈ અણધાર્યા ખર્ચમાં વ્યય થઈ જાય છે. જો કે પૈસાની બચત સાથે જ્યોતિષશાસ્ત્ર અને રંગોનો પણ સંબંધ હોવાનું નિષ્ણાતો જણાવે છે.

જો તમારી પાસે પણ પૈસા ટકતા ન હોય તો આજે તમારી આ દ્વિધા ને દૂર કરવા માટેના કેટલાક ઉપાયો અહીં દર્શાવાયા છે. કારણ કે દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન હોય છે કે જીવનમાંથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કેવી રીતે થાય.. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે રાશિ અનુસાર પર્સ રાખી ધનની સમસ્યાને દૂર કેવી રીતે કરી શકાય.
મેષ
મેષ રાશીનો સ્વામી મંગળ હોય છે મંગળને પ્રસન્ન કરવા માટે લાલ રંગની વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી મેષ રાશિના જાતકોને આર્થિક લાભ મેળવવો હોય તો તેમણે મરવું રંગનું પર્સ રાખવું જોઈએ.
વૃષભ
વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે અને શુક્રને પ્રસન્ન કરવા માટે સિલ્વર પર રાખવું જોઈએ
મિથુન
આ રાશિનો સ્વામી બુધ ગ્રહ હોય છે આર્થિક લાભ મેળવવા માટે લીલા રંગનું પર્સ લાભકારક સાબિત થશે.
કર્ક
આ રાશિનો સ્વામી ચંદ્ર હોય છે ચંદ્રનું શુભ રંગ સફેદ હોય છે તેથી આ રાશિના જાતકોએ સફેદ રંગનો પર્સ વાપરવું જોઈએ
સિંહ
સિંહ રાશિનો સ્વામી સૂર્ય હોય છે તેથી આ રાશિના જાતકોએ લાલ, પીળા અથવા નારંગી પર્સનો ઉપયોગ કરવો જોઈએ.
કન્યા
કન્યા રાશિનો સ્વામી બુધ હોય છે બુધને પ્રસન્ન કરવા લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ તેથી આ રાશિના જાતકોએ લીલા રંગનું પર્સ રાખવું જોઈએ.
તુલા
આ રાશિનો સ્વામી શુક્ર હોય છે તેથી આ રાશિના જાતકોએ સફેદ અથવા ચમકતા સિલ્વર રંગ નું પર્સ રાખવું જોઈએ.
વૃશ્ચિક
આ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે મંગળને પ્રસન્ન કરવા માટે લાલ રંગનો ઉપયોગ કરવો.
ધન
ધન રાશિનો સ્વામી ગુરૂ હોય છે ગુરુના દોષથી બચવા માટે પીળા રંગની વસ્તુ નો ઉપયોગ કરવો જોઈએ.
મકર
આ રાશિનો સ્વામી શનિ છે શનિની ખુશ કરવા માટે કાળા અથવા બ્લૂ રંગનું પર્સ રાખવું જોઈએ તેનાથી આર્થિક લાભ થશે.
કુંભ
કુંભ રાશિના જાતકોએ પણ કાળા અથવા બ્લૂ રંગનું પર રાખવું જોઇએ તેનાથી શનિ પ્રસન્ન થાય છે.
મીન
આ રાશિનો સ્વામી ગુરૂ હોય છે ગુરૂનો પ્રિય રંગ પીળો છે તેથી આ રાશિના જાતકોએ પણ પીળા રંગનું પર્સ વાપરવું જોઈએ.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.