‘ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ સાથે મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના એકીકરણની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાં ‘મા’ અને ‘મા વાત્સલ્ય કાર્ડ’ યોજના અંતર્ગત રાજ્યના દર્દીઓને ગંભીર રોગની સારવાર મફત મળતી હતી, પરંતુ હવે રાજ્યના દર્દીઓને ગંભીર રોગોની સારવારમાં સરળીકરણ રહે અને વધુ રોગોની સારવારને આવરી લેવાય તે માટે બંને કાર્ડને આયુષ્યમાન ભારત કાર્ડ સાથે જોડવામાં આવ્યા છે.

આ કાર્ડ સાથે આધારકાર્ડ લઈને જનાર દર્દીઓને નિયત કરેલી હોસ્પિટલમાં રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે મળશે.

પટેલે વધુમાં કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ગરીબ મધ્યમ વર્ગના પરિવાર જનોને ગંભીર બીમારી સામે વિનામૂલ્યે સારવાર પૂરી પાડતી મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે અપાતી હતી તે લાભો પણ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળશે. બંને યોજનામાં સારવાર માટેના તમામ પેકેજ એકસરખા કરવામાં આવ્યાં છે. તેથી તમામ લોકોને આ યોજના હેઠળ તમામ લાભો એકસરખા મળશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube