જાણો ભારતના આ સ્થળ વિશે, જ્યાંથી તમે જોઈ શકો છો પાકિસ્તાન, માં ચામુંડાએ પાકિસ્તાનના હુમલાથી ભારતની કરી હતી રક્ષા અને કિલ્લાને કોઈ સ્પર્શ પણ નહોતું કરી શક્યું

ભારતમાંથી જ્યારથી પાકિસ્તાન છુટ્ટું પડ્યું ત્યારથી ભારત અને પાકિસ્તાનના સંબંધો હંમેશા સંઘર્ષપૂર્ણ જ રહ્યા છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી તો આ દુશ્મની ઓર વધારે આક્રમક બની ગઈ છે તો બીજી બાજુ તાજેતરમાં ચીન અને નેપાળ પણ ભારત સાથે દુશ્મની વોહરી રહ્યા છે. પણ જ્યારે ભુતકાળ તરફ એક નજર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત અને પાકિસ્તાનો વારસો ઘણો સમૃદ્ધ રહ્યો છે. આજે પણ પાકિસ્તાનમાં સદીઓ જુના હિન્દુ મંદીરો આવેલા છે. તો ભારતમાં તો પુરાતનકાળના મંદિરો, મહેલોનો ખજાનો છે.

ભારતમાં રાજા-મરારાજાઓ તેમજ બાદશાહોએ આલિશાન ઇમારતોના નિર્માણ કર્યા છે. ભારતને કંઈ કેટલીએ વાર વિદેશીઓ દ્વારા લૂંટવામાં આવ્યું છે. તો બીજી બાજુ ભારતના મહારાજાઓએ પોતાની રક્ષા કરવા માટે પોતાના રાજ્યની કિલ્લેબંધી પણ કરી છે. સમગ્ર ભારતમાં જૂના શાસકો દ્વારા ખૂબજ મજબુત અને સૌંદર્યથી ભરપુર કિલ્લાઓ બનાવવામાં આવ્યા છે. અને આ બાબતમાં રાજસ્થાન સ્થાપત્યકલામાં ખુબ જ સમૃદ્ધ છે.

રાજસ્થાનમાં આવેલા આ કિલ્લાનો ઇતિહાસ સમૃદ્ધ છે. અને જ્યારે આ કિલ્લાની ટોચ પર ચડવામા આવે ત્યારે અહીંથી પાકિસ્તાનને પણ જોઈ શકાય છે. એવું પણ સાંભળવા મળ્યું છે કે ભાગલા વખતે પાકિસ્તાને પોતાના ક્ષેત્રફળમાં આ સ્થળને સમાવવા માટે ઘણા ઉધામા કર્યા હતા. રાજસ્થાનમાં આવેલા આ સુંદર કિલ્લાનું નામ છે મેહરાન ગઢ.

રાજસ્થાનના જોધપુર શહેરમાં આ સુંદર મેહરાનગઢ કિલ્લો આવેલો છે. તેનું સ્થાપત્ય પંદરમી સદીનું છે. 15મી સદીમાં એક ખડકાળ ટેકરી પર લગભગ 125 મીટરની ઉંચાઈ પર આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો. તેની ઉંચાઈ કુતુબ મિનાર કરતાં પણ ઉંચી છે. લગભગ 500 વર્ષ જુના આ કિલ્લા પરથી પાકિસ્તાનને પણ જોઈ શકાય છે.

ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે 1965માં યુદ્ધ થયું હતું તે વખતે પાકિસ્તાને મેહરાનગઢના કિલ્લાને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેમના હાથે કશું જ નહોતુ લાગ્યું. 1459ના મે મહિનાની 12મી તારીખે જોધપુરના શાસક રાવ જોધાએ આ કિલ્લાના નિર્માણની શરૂઆત કરી હતી. અને 1638-78માં મહારાજા જસવંતસિંહના સાશનકાળમાં આ કિલ્લાનું નિર્માણકાર્ય પૂર્ણ થયું હતું. આમ આ કિલ્લાનું કામ પુર્ણ થતાં બે સદિઓ પસાર થઈ ગઈ હતી.

આ કિલ્લાના સ્થાપક એવા રાવ જોધાને ચામુંડા માતા પર અપાર શ્રદ્ધા રહેલી હતી. ચામુંડા માતા તેમના કુળદેવી પણ હતા. એવી પણ વાયકા છે કે ચામુંડા માતાના આશિર્વાદથી જ યુદ્ધ દરમિયા આ કિલ્લાએ ભારતને બચાવ્યું હતું. 1460માં રાવ જોધા દ્વારા મેહરાનગઢના કિલ્લા નજીક ચામુંડા માતાનું મંદિર બનાવ્યું હતું અને ત્યાં ચામુંડા માતાની મૂર્તિની સ્થાપના કરી હતી.

જોધપુરના મોટા ભાગના રેહવાસીઓના કુળદેવી ચામુંડા માતા છે. અને આજની તારીખમાં પણ લાખો શ્રદ્ધાળુઓ ચામુંડા માતાના મંદીરે બાધા-આખડી પૂરી કરવા આવતા હોય છે. નવરાત્રીના સમય દરમિયાન અહીં માતાજીની ખાસ પૂજા કરવામાં આવે છે. એક જાણકારી પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે 1965માં જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે ચામુંડા માતાજીએ પાકિસ્તાનના હુમલાથી ભારતની રક્ષા કરી હતી અને કિલ્લાને કોઈ સ્પર્શ પણ નહોતું કરી શક્યું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube