જાણો ભારતમાં કોરોનાની રસી સૌથી પહેલા કોને પ્રાપ્ત થશે?

નવી દિલ્હી (New Delhi): શનિવારે ભારતમાં કોરોનાથી થયેલા મોતનો આંકડો 1 લાખના આંકડાને વટાવી ચૂક્યો હતો. 4 ઑક્ટોબરે ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 65,47,735 (total cases) છે, જેમાંથી 9,37,747 કેસ સક્રિય કેસ (active cases) છે, એટલે કે આટલા દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. દેશમાં રવિવારના રોજ 12 વાગ્યે સુધી કોરોનાને માત આપીને સાજા થઇ ચૂકેલા દર્દીઓનો આંકડો 55,07,245 (recovered patients) પર પહોંચ્યો છે. શનિવારે ભારતના આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધને એક મોટી જાહેરાત કરી હતી. ડૉ. હર્ષ વર્ધન રવિવારે ભારતના ‘કોરોના વેક્સીન (રસી) પ્લાન’ (Corona Vaccine Plan) વિશે જાહેરાત કરવાના છે. જેમાં ભારતમાં (india) કોરોનાની રસી દેશમાં પહેલા કોને પ્રાપ્ત થશે, એ અંગેની માહિતી પર ખાસ ભાર આપવામાં આવશે.

આજે આખુ વિશ્વ કોવિડ -19ની રસી વિકસાવવા માટે દોડધામ કરી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધન (Dr. Harsh Vardhan) આજે ભારતની કોરોનાવાયરસ રસી યોજના વિશે વિગતો આપશે. ભારતને કોવિડ -19 રસી ક્યારે મળશે? દેશમાં સૌ પ્રથમ કોને રસી આપવામાં આવશે અને આવા અન્ય અનેક પ્રશ્નોના જવાબ રવિવારના સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન દ્વારા આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાને શનિવારે ટ્વિટ કર્યું હતુ કે, ‘આવતીકાલે બપોરે 1 વાગ્યે ભારતની #COVID19 રસી યોજના વિશે વધુ જાણવા! આપણે ક્યારે #COVID19 રસી મળશે? પહેલા કોને રસી આપવામાં આવશે? 2021માં સરકારના #COVID_19 રસીકરણ લક્ષ્યો શું છે? આ બધા અને વધુ જવાબ આપવામાં આવશે આવતીકાલે #SundaySamvaad પર! ‘.

થોડા દિવસો પહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને કહ્યુ હતુ કે ભારતને 2021 ના ​​પહેલા ક્વાર્ટર સુધીમાં કોવિડ -19 રસી ઉપલબ્ધ થવાની સંભાવના છે. વર્ધને શનિવારે એક નિવેદનમાં જે બીજી વાત પર ભાર મૂક્યો હતો એમાં કોરોનાના તમામ પરિમાણોમાં ભારત ઘણા વિકસિત દેશો કરતા વધુ સારી રીતે આગળ વધી રહ્યું છે એ વાત હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને કહ્યું હતું કે તેમણે દેશમાં સતત વધી રહેલા રિકવરી રેટ અને ક્રમશ: ઘટતા જતા મૃત્યુદરનો પમ ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે એક વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે જે કોવિડ -19, કોરોના રસીના વિકાસ, ચાલુ ક્લિનિકલ ટ્રાયલ, સ્થાનિક અને વૈશ્વિક સ્તરે આ ક્ષેત્રે કરવામાં આવેલી પ્રગતિ વિશેની તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube