Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Business

જાણો બેંક તમને ક્યારેય નહીં જણાવે કે સેલરી ખાતામાં મળે છે કેટલા લાભ

આપણે કોઈ પણ કંપનીમાં નોકરી કરતા પહેલા આપણે આપનું સેલેરી ખાતું બેન્કમાં ખોલાવિએ છીએ. તમે પણ આ ખાતાનો ખાલી પગાર લેવામાં માટે જ વાપરો છો. પરતું તમે જાણો છો કે આ ખાતાનો ઉપયોગ ખાલી પગાર લેવા જ નહિ પરંતુ તેના તેના બીજા પણ ઘણા ફાયદા થાય છે. તમે આ ખાતાનો વધારે ઉપયોગ નથી કરતા તેથી બેંક પણ  તમને આ ખાતાથી થતા ફાયદા વિશે જાણ કરતી નથી. તો આજે અમે તમારા સેલેરી અકાઉન્ટ થતા ફાયદા વિષે જણાવશું.

વેલ્થ સેલેરી અકાઉન્ટ ખોલી શકાય છે :

અમારી આ વેબસાઈટ zeebiz.com મુજબ તમારી પાસે વધારે પૈસાની બચત હોય તો તમે આ વેલ્થ સેલેરી અકાઉન્ટ ખોલી શકો છો. જો તમે આ અકાઉન્ટમાં ખાતું ખોલાવશો તો બેંક તમને ડેડીક્રેડીટ વેલ્થ મેનેજર આપે છે. આ મેનેજર તમારા બેન્કના બધા કામ પુરા કરે છે. તેથી તમારે વધારે ભાગદોડ કરવાની જરૂરી નહી પડે.

એમ્પ્લોઈ બેનિફિટ:

ઘણી બેંકો તરફથી ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. તેમાં પેરોક એકાઉન્ટને ક્રેડીટ કાર્ડ આપવા, સસ્તી લોન, પે ઓર્ડર અને ડિમાન્ડની રેમીટેન્સ ફી માં આપે છે. મફત ઈન્ટરનેટ ટ્રાન્જેક્શન, ચેક, ઓવરડ્રાફ્ટ જેવી ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે.

બચત ખાતું :

તમારા બેંક નાં ખાતામાં થોડા કેટલાક સમય થી પગાર આવતો નથી. તો તમને મળેલી બધી સુવિધાઓ પાછી લેવામાં આવે છે. ત્યારે બેંક તમારા ખાતાને સામાન્ય બચત ખાતું ની જેમ જ ચાલુ રાખે છે. તેમાં તમને કોઈ સગવળ આપવામાં આવતી નથી.

અકાઉન્ટ બદલી કરવું :

તમારે એક બેંક માંથી બીજી બેંકમાં ખાતું બદલવું હોય તો સેલેરી અકાઉન્ટ હોય તેને બેંક અકાઉન્ટ બદલવાની પ્રોસેસ સહેલી બનાવે છે. પરંતુ તે તેમાં ઘણી શરતો રાખે છે. તે આપણે માનવી પડે.

યોગ્યતા :

આ અકાઉન્ટ બેન્કમાં ખોલવા માટે તમે કોઈ કોર્પોરેટ કંપની સાથે જોડાયેલા હોવા જોઈએ. તે કોર્પોરેટ કંપનીનું તે બેંક સાથે સેલેરી અકાઉન્ટ સાથે જોડાયેલી હોવી જોઈએ. આની સાથે સાથે તે ગ્રાહકનું તે બેન્કમાં કોઈ ખાતું ન હોવું જોઈએ. આ સરતોને આધિન બેંક તમારી સુવિધા પૂરી પાડશે.

બીજી સુવિધાઓ :

બેંક તમને વ્યક્તિગત ચેક બુક આપે છે. તે ચેક બુક પર તમારું પોતાનું નામ છપાયેલું હોય છે. તેનાથી તમે ગમે તે બિલ પણ ચૂકવી શકો છો. તેમાં તમને ફોન અથવા ઈન્ટરનેટથી બિલની ચુકવણીની સુવીધાનો લાભ મળી શકે છે. આના સિવાય બેંક તમને ફરી પેબલ-એટ-પર ચેકબુક, મફતમાં ઇન્સ્તએલર્ટ્સ, ફ્રી પાસબુક, સુપર સેવર ફેસિલીટી, સ્વીપ ઇન, સેફ ડીપોઝીટ લોકર અને ફ્રીઈમેલ સ્ટેટમેન્ટ જેવી સગવાળો પૂરી પાડે છે.

ઝીરો બેલેન્સ અને મફત એટીએમ ની સગવળ :

કામ કરતા કર્મચારીને સેલેરી અકાઉન્ટનાં શૂન્ય બેલેન્સ રાખવાની પરવાનગી આપે છે અને તેની સાથે જ અકાઉન્ટ શૂન્ય બેલેન્સમાં પણ ખાતું ખોલી શકાય છે. નહિતો બેંક માં ૧૦૦૦ રૂપિયા જમા કરવાના હોય છે. આના સિવાય ખાતાના એટીએમનાં ઉપયોગ કરો તો બીજી બેંક ચાર્જ કરે છે. નવા નિયમો મુજબ સેલેરી અકાઉન્ટનાં એટીએમ માંથી નીકળતા ૩ વાર બીજી બેંક મફત પૈસા નીકાલાવાની પરવાનગી આપે છે.

આ સુવિધા ઘણી બેન્કના એટીએમ પર આપવામાં આવી છે. નાની બેંક જેવી કે ફેડરેલ બેંક, કોટક મહિન્દ્રા બેંક પણ સુવિધા પૂરી પાડે છે. એચડીએફ્સી અને આઇસીઆઇસીઆઇ બેંક નકી કરેળા સમય પછી મફત ટ્રાન્જેક્શનની સુવિધા આપતી નથી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

ચીનને પડશે મોટો ફટકો, Appleના વેન્ડર ભારતમાં ખોલશે 6 પ્લાન્ટ, 55 હજાર લોકોને મળશે નોકરી

Nikitmaniya

Yojna : જો આટલી હશે તમારી સેલેરી તો સરકાર લાવી રહી છે આ નિયમ, મળશે અનેક ફાયદા

Nikitmaniya

Home Loan: હોમ લોનના હપ્તાને લઈને આવી શકે છે સારા સમાચાર, મળી શકે છે રાહત

Nikitmaniya